આવી જશે અચાનક જ માવઠા, જ્યાં વરસશે ત્યાં સત્યાનાશ કરી મુકશે તુફાની માવઠા, વાંચી લો આગાહી..!

ગુજરાતના વાતાવરણમાં થોડા થોડા દિવસે ખૂબ ફેરફાર થતાં રહે છે. તેનું એકમાત્ર કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, કચ્છ વગેરે જેવા મોટા જિલ્લાઓમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો છે.

માવઠાની આગાહી પૂરી થઈ જતાં વાદળો છુટા પડયા છે. જેના પગલે ઠંડીનો ચમકારો અતિશય માત્રામાં વધી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત વાસીઓ ભયંકર ઠંડી ઠુઠવાઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયા ની વાત કરીએ તો ગુજરાતના 20 જિલ્લાઓમાં તાપમાન ૭ થી ૮ ડિગ્રી સુધી ગગડી ગયું છે.

જેના પગલે ઠંડીએ તાંડવ દેખાડવાનું શરૂ કરી દીધું છે. જેમાં કચ્છના નલિયા જિલ્લામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે. કચ્છનું નલિયા દર વર્ષે સૌથી વધુ ઠંડુ શહેર સાબિત થાય છે. હાલ નલિયામાં સૌથી નીચું તાપમાન 4 ડિગ્રી જ્યારે સૌથી ઊંચું તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું છે.

જ્યારે ઉત્તર ગુજરાતના ડીસામાં નીચું તાપમાન 7 ડિગ્રી અને ઊંચું તાપમાન 12 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે અન્ય શહેરોમાં ઠંડી ખૂબ વધી જવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ઉત્તર ભારતમાં બર્ફિલા પહાડોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. જેના પગલે સમગ્ર ભારતમાં સીત લહેર છવાઈ ગઈ છે.

રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડિગ્રી નોંધાયું હતું. આ પરિસ્થિતિની વચ્ચે ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં હજુ પણ અત્યાર કરતા વધારે ઠંડી પડશે ઠંડી સહન કરવી ગુજરાત વાસીઓ માટે ખૂબ જ મુશ્કેલ બની જશે…

કારણ કે એ સમયે ઠંડા પવનોની સાથે સાથે બર્ફીલા માવઠાઓ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહી આવતા જ ખેડૂત મિત્રો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે આ વર્ષે માવઠાઓના કારણે ખેતીમાં ભારે માત્રમાં નુકસાની સર્જાઈ છે, અને હજુ પણ માવઠાઓ વરસશે તો ખેતીમાં કશુ જ બચશે નહી…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment