ગાય માતા ના રક્ષણ માટે સરકાર કેટલાય નિયમો બનાવી ચૂકી છે. તેમજ ગૌ ભક્તો ગાય માતા નું રક્ષણ કરવા માટે કોઇપણ કચાશ બાકી નથી મુકતા. કારણ કે, ગાય માતા દૂધની સાથે સાથે ઘણી બધી ઔષધિઓ પણ પૂરી પાડે છે. શહેરમાં પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓ નો વપરાશ ખૂબ વધારે હોય છે.
જેથી કચરામાં ગમે તે રીતે પોલીથીન ફેંકવામાં આવતી હોય છે. જે ગાય માતા ખાઈ જતાં તેઓ મોતને ભેટે છે. આ અંગે પણ જનજાગૃતિ લાવવા માટે ગૌસેવા અભિયાન કોઈ કસર બાકી મૂકતું નથી. પરંતુ આજે એવી ઘટના બની છે જે સાંભળીને તમારું દિલ દ્રવી ઉઠશે કારણકે…
ધાંગધ્રા શહેરના નરસીહપરા વિસ્તારમાં એવી ઘટના બની છે, જે સાંભળીને તમારું લોહી પણ ગરમ થઇ જશે. અને આરોપીઓની સામે કડક કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ પુરી દેવાનું મન થશે. ધાંગધ્રા નરસીહપુરા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્શે તીક્ષણ હથિયાર વડે તે વિસ્તારની 8 ગાયોને હથિયારના ઘા મારીને ઇજાગ્રસ્ત કરી દીધી છે..
આ બનાવ બનતા જ જીવ દયા પ્રેમી લોકોમાં હાલો મચી ગયો હતો. અને તે આરોપીને શોધખોળ કરવા માટે કામે લાગી ગયા હતા. આ માસૂમ મૂંગા જીવે તે આરોપીનું એવું તો શું બગાડયું હશે કે, તે હથિયાર લઈને મારવા માટે પહોંચી ગયો. હકીકતમાં તે આરોપી કોણ છે તેની જાણ હજુ સુધી થઈ નથી.
પરંતુ આ આરોપીને શોધીને તેના પર કડક કાર્યવાહ કરવાની માંગ ઉઠી છે. આઠ જેટલી ગાયોને અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડીને હુમલાખોરે કંઈક અલગ જ પ્રકારનો રોષ વ્યક્ત કર્યો છે. આ ઘટના બનતા જ તેના આજુબાજુના લોકો તરત જ ગાયોની વહારે આવ્યા હતા.
તેમજ ડૉક્ટરોને બોલાવીને તેનો ઈલાજ શરૂ કરાવી દીધો હતો. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. તેમજ ગૌશાળામાં તેનું ખૂબ ધ્યાન પણ રાખવામાં આવે છે. લોકો ગૌશાળામાં દાન આપે છે. તેમજ ઘાસચારાની રાખીને સેવાઓ પણ કરતા હોય છે. કારણ કે ગાય આપણી માતા કહેવાય અને એ જ માતાને કોઈ હુમલાખોર વ્યક્તિ હથિયાર વડે ઈજા પહોંચાડી જાય તે કેમ સહન કરી લેવાય..!
હજુ ગઈકાલે જ બગોદરા-બાવળા હાઈવે ઉપર ૧૩ જેટલી ગાયોના મોત તે હાઇવે પરની એક કંપની દ્વારા ફેંકાયેલા વાસી ખોરાકને લીધે થયા હતા. એ ઘટનાની ચર્ચા હજુ જોર પકડી રહી છે. તેવામાં જ આજે આઠ ગયો કરો હથિયાર વડે હુમલો કરીને ઇજાગ્રસ્ત બનાવી દેવાની ઘટના બની જતા ચકચાર મચી ગયો છે.
ગૌહત્યા સામે તો કડક પગલાં લેવામાં આવે છે. પરંતુ આવી રીતે હુમલા કરવા તેમજ ગાયોને વાસી ખોરાક ખવડાવી દેવો આ ઘટના પાછળ જવાબદાર લોકોને પણ મોટા મોટી સજા આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
હુમલાખોરે આ પ્રકારનું પગલું શા માટે ભર્યું હશે. તે અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. પરંતુ કોઈપણ વ્યક્તિનું ગમે તેવું ધન કેમાં લૂંટાઈ જાય છતાં પણ આ પ્રકારની હરકત કરવી તે કોઇ પણ હદે યોગ્ય કહી શકાય નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]