સુરતના પાસોદરા વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ બનેલી ગ્રીષ્મ વેકરીયા હત્યાકેસમાં આરોપી ફેનીલને પોલીસે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. એમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જયુડિશિયલ કસ્ટડીમાં પણ ખસેડવામાં આવ્યો હતો. તેમજ તેને લાજપોર જેલમાં પણ બંધ કરવામાં આવ્યો હતો.
આજની કોર્ટ સુનવણીમાં કોર્ટે આરોપી સામે સવાલ કર્યા હતા અને પૂછ્યું હતું કે તને મૃત્યુદંડ કેમ ન આપવો..? આ સવાલ સાંભળતાની સાથે જ ફેનિલએ મૌન ધારણ કરી લીધું હતું અને એક પણ શબ્દ ન બોલ્યો હતો. કોર્ટે આવતી કાલે અંતિમ દલીલો સાંભળીને સજા જાહેર કરશે. આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે..
છેલ્લા ઘણા દિવસોથી આ કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં સરકાર પક્ષને બચાવ પક્ષ બન્ને દલીલો કરી રહ્યા હતા. જેમાં સુરતની સેશન્સ કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં 69 દિવસ પછી આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કર્યો છે. હવે કોર્ટ તેને સજા ફટકારવા જઈ રહી છે. કોર્ટે ફેનીલને દોષિત ઠેરવ્યા પછી પૂછ્યું હતું કે તને મૃત્યુદંડ શા માટે ન આપવો..?
સેસન્સ કોર્ટમાં 16 એપ્રિલ ના રોજ આ કેસનો ચુકાદો આવવાનો હતો. પરંતુ બચાવ પક્ષના વકીલ એ સમયે હાજર ન હોવાથી કોર્ટે આ ચુકાદાની સુનાવણીને 21 તારીખના રોજ ખસેડી હતી. જેમાં આજે ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પોલીસે આ કેસને લઈને સાત દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી દીધી હતી..
ત્યાર બાદ આ કેસ આગળ ચાલ્યો હતો. જેમાં કુલ ૧૦૫ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આ કેસના ચુકાદા ઉપર કોઈ લોકોની નજર છે. આ કેસ ૨૮ ફેબ્રુઆરીથી કોર્ટમાં ચાલતો હતો. જેમાં ૬ એપ્રિલના રોજ બંને પક્ષ તરફથી દલીલો પૂર્ણ થઈ ચૂકી હતી. ત્યાર પછીના દિવસોમાં આ કેસના ચુકાદાને લઇને સૌ કોઈ લોકો રાહ જોઈ રહ્યા હતા.
સરકાર પક્ષે ત્રણ દિવસ સુધી કોર્ટમાં દલીલ કરી હતી કહ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીએ બધી જ તૈયારીઓ કરીને આ હત્યાને અંજામ આપ્યો છે. તેને ચપ્પુની ખરીદી ઓનલાઇન માધ્યમથી કરી હતી. આરોપી ફેનિલને માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપને પણ સરકાર પક્ષે ખંડન કર્યું નાખ્યું હતુ.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું હતું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઇજા પહોંચાડી જીવ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]