Breaking News

આલતુ-ફાલતુ જગ્યાએથી આયુર્વેદિક દવા અને પીણા લેતા પહેલા ચેતજો, હર્બલ વસ્તુના નામે લોકોના જીવ લેવાનો વેપલો આવ્યો સામે..! વાંચો..!

છેલ્લા ઘણા દિવસોમાં જુદા જુદા બનાવો એવા બની ચૂક્યા છે કે, જેમાં કોઈ અન્ય ચીજ વસ્તુઓની આડમાં પ્રતિબંધિત વસ્તુઓની વેચાણ પ્રવૃત્તિઓ થઈ રહી હોય તેવા કેટલાય દુકાનદારોને પોલીસે ગોતી ગોતીને ઝડપી પડ્યા છે. તેમજ હાલ સમગ્ર ગુજરાતને નશા મૂક્ત બનાવવા માટે ગુજરાતની બોર્ડર ઉપરથી ઘુસણખોરી કરીને ઘૂસી રહેલા બુટલેગરોને પણ પકડી લેવામાં આવી રહ્યા છે..

ફૂડ અને ડ્રગ્સ વિભાવને અવારનવાર ઘણી બધી ફરિયાદો મળે છે. પરંતુ તેઓ ક્યાંકને ક્યાંક કાર્યવાહી કરવામાં કચાસ રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખુલ્લેઆમ પ્રતિબંધિત ચીજ વસ્તુઓની હેરાફેરી અને ધંધા થઈ રહ્યા છે. ખેડા જિલ્લામાં મહેમદાવાદના ખાતર ચોકડી પાસે એક પાર્લરની દુકાન ચાલી રહી હતી..

જેમાં પોલીસે છાપો મારીને ખૂબ મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ પકડી પાડી છે. ખાત્રજ ચોકડી પાસે જે જીભઈપુરા ગામમાં ક્રિષ્ના પાર્લર નામની એક દુકાન આવેલી છે. અને દુકાન રવિન્દ્ર અરવિંદભાઈ સોલંકી નામનો એક યુવક ચલાવી રહ્યો છે. આ દુકાનની અંદર આર્યુવેદિક દવા તેમજ આયુર્વેદિક પીણા પણ વેચવામાં આવ્યા છે.

જે યુવકોને ખૂબ ગંભીર બીમારી હોય તેમજ તેઓને આયુર્વેદિક દવાની જરૂર હોય તેવો આ દુકાન પરથી આર્યુવેદિક દવા કરતા પરંતુ હવે આ સમાચાર વાંચ્યા બાદ કોઈ પણ વ્યક્ત આ આયુર્વેદિક દવા ખરીદતા પહેલા 100 વખત વિચાર કરશે અને કોઈપણ આલતુ ફાલતુ ડોક્ટરથી હંમેશાને માટે દૂર રહેશે..

કારણકે ક્રિષ્ના પાર્લર નામની આ દુકાનની અંદર રવિન્દ્ર અરવિંદભાઈ સોલંકી નામનો યુવક આયુર્વેદિક દવાની બોટલોની આડમાં આલ્કોહોલ નશાકારક ચીજ વસ્તુઓની બોટલો પણ વેચી રહ્યો હતો. પોલીસને જ્યારે બાતમી મળી કે આ દુકાનની અંદર ગોરખધંધા ચાલી રહ્યા છે. ત્યારે તેઓએ આ દુકાન ઉપર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સાથે છાપો માર્યો હતો..

અને આ દુકાનની અંદરથી કુલ 15,385 નંગ આલ્કોહોલયુક્ત પીણાંની બોટલો પકડી પાડી હતી. પકડવામાં આવેલા તમામ માલસામાનની કુલ કિંમત 22 લાખ 17 હજાર રૂપિયા છે. આ તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને હર્બલ પ્રોડક્ટના આડમાં નશાયુક્ત આલ્કોહોલ પીણાની બોટલો વેચાણ કરતા હોવાનો આરોપ સર દુકાનદારને પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

પોલીસે ક્રિષ્ના પાર્લરના દુકાન ચાલકની અટકાયત કરી છે. અને તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ દુકાન માંથી મળી આવેલા નશીલા આલ્કોહોલ યુક્ત પીણાની બોટલોને કઈ જગ્યા પરથી લાવવામાં આવતા હતા. તેમજ તે કયા બુટલેગરો અને વ્યક્તિઓને વેચવામાં આવતા હતા..

તમામ બાબતને લઇને તપાસ શરૂ કરી દીધી છે. આટલું જ નહીં પરંતુ આવી ઘણી બધી જગ્યા ઉપર અને જુદા જુદા જિલ્લાઓમાં નામના નશીલા પીણાંની બોટલો વેચાઈ રહી હોવાનું સામે આવ્યું છે. આવા નશીલા યુક્ત બોટલ અને ભેળચળ વાળા આરોગ્યમય હર્બલ પ્રોડક્ટ નું સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારીઓ પણ થાય છે..

અને કેટલીક વાર મૃત્યુને પણ નોતરું આપી દે છે. કારણ કે આવી ભેણચણવાળી વસ્તુઓ મનુષ્યના શરીરને ખોખલું કરી નાખે છે. અને દિનપ્રતિદિન શરીરની આવડતા ઘટવા લાગે છે. લોકોએ પોતાના સ્વાસ્થ્યને પેહાલું પ્રાધાન્ય આપવું જોઈએ અને હમેશા સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે અવાજ ઉઠાવવો જોઈએ અને તેમની પોલ પણ છતી કરવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

યુવકે પોલીસને કહ્યું કે, “17 વર્ષ પેલા મારા હાથેથી મરેલો વ્યક્તિ મારા સપનામાં ભૂત બનીને આવે છે” અને પછી તો જે થયું તે જાણીને પોલીસ ચોંકી ગઈ..!

અત્યારે એક વ્યક્તિને 17 વર્ષ પછી પોતાના કરેલા કામોના પાપ સપનામાં આવા લાગ્યા હતા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *