Breaking News

આકાશમાં દેખાઈ આ ચમત્કારિક રોશની, જોઈને લોકો પણ ડરી ગયા.. જુવો વિડીયો..!

આકાશમાં અવાર-નવાર ચમત્કારિક રોશનીઓ દેખાતી હોઈ છે. કોઇપણ ઉલ્કા કે ખરતા તારાને લીધે ઉજ્જવળ પ્રકાશ દેખાતો હોઈ છે. આ પ્રકાશ ધરતી પર બોવ ઓછી માત્રામાં જોવા મળતો હોઈ છે. પંજાબના પઠાણકોટ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શુક્રવારે આકાશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો.

જેનાથી સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, સાંજે 6.50 વાગ્યે લગભગ 5 મિનિટ સુધી આ રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમાં રહસ્યમય પ્રકાશ સીધી રેખામાં જતો જોઈ શકાય છે. જો કે, સંરક્ષણ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તે એક ઉપગ્રહ છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, આ એલોન મસ્કની કંપની ‘સ્ટારલિંક’નો સેટેલાઇટ છે.

જ્યારે લોકોએ આ પ્રકાશ જોયો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિવિધ અટકળો કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂનમાં ગુજરાતના જૂનાગઢ, ઉપલેટા અને સૌરાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં એક રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો, ત્યારબાદ તે UFO હોવાની અટકળો ચાલી રહી હતી.

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સલાહકાર નરોત્તમ સાહુએ અકુદરતી પ્રકાશ એ UFO હોવાના સિદ્ધાંતને રદિયો આપતાં કહ્યું કે તે પૃથ્વીની ભ્રમણકક્ષા નજીકથી પસાર થતા ઉપગ્રહને કારણે હોઈ શકે છે.

તે જ સમયે, રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં, લોકોએ જોરદાર અવાજ સાંભળ્યો હતો, જે પછી સળગતી વસ્તુઓ આકાશમાંથી પડતી જોવા મળી હતી, પરંતુ તે જમીન પર પડતા પહેલા જ સળગીને ખાક થઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સુરતમાં મસાજ સ્પાની આડમાં ધમધમતુ હતુ કુટણ ખાનું, 6 થાઈ યુવતી સાથે ગ્રાહકોની પણ ધરપકડ.. વાંચો..!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કુટણખાના ચલાવતા માલિકો તેમજ તેની અંદર કામ કરતા વિદેશી નાગરિકો નો …

Leave a Reply

Your email address will not be published.