છેલ્લા કેટલાક સમયથી આગાહીકાર ઓ દ્વારા ગુજરાતમાં વરસાદ આગમનને લઇ ને ખૂબ જ બહોળા પ્રમાણમાં આગાહીઓ કરવામાં આવતી હતી જેના પરિણામ સ્વરૂપે હવામાન વિભાગ દ્વારા જે રીતે માર્ગદર્શિકા બહાર પાડી હતી તે મુજબ હાલ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવા પામ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની પ્રજા ગરમીના બફારાથી પીડાઈ રહી હતી.
જેમાંથી તેઓને વરસાદના આગમન થતાં ની સાથે જ રાહત થવા પામી છે. આજે જે વિસ્તારોમાં વરસાદ થવા પામ્યો છે તેની જો વાત કરવામાં આવે તો સમગ્ર અમરેલી પંથકમાં ખુબ જ ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે આ ઉપરાંત અમરેલી નજીક લાઠીમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા એટલો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો આ સાથે જ ભાવનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે.
હાલમાં જે જગ્યાએ વરસાદ પડ્યો છે. તે તમામ જગ્યાએ મેઘરાજાનું ખૂબ જ ધમાકેદાર આગમન થઈ ચૂકયું છે. જેના કારણે જેઠ મહિનામાં અષાઢ મહિના જેવો માહોલ ચારેબાજુ છવાઈ ગયો હતો એમાં કેટલીક જગ્યાએ તો ભારે પવન અને વાવાઝોડા સાથે કરા પણ પડયા હતા એટલે કે કરા સાથે વરસાદ ખૂબ જ ધોધમાર વરસી ચૂક્યો છે અને ગુજરાતના આટલા વિસ્તારમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે.
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખૂબ જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ક્યાંક તો વરસાદની સાથે કરા પણ પડ્યા છે તો ધોધમાર વરસાદને કારણે ગામડા વિસ્તારના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસતા વરસાદમાં શેત્રુંજી નદીમાં તો પુર પણ આવી ચૂક્યું હતું.
વરસાદ એટલા પ્રમાણમાં વરસ્યો હતો કે જેના કારણે ચોમાસાની તો હજી શરૂઆત પણ નથી થઈ એવામાં બે નદીઓ તો તેના બંને કાંઠે વહેતી થઇ ગઇ હતી જેના કારણે ખેડૂતો અત્યંત ખુશ ખુશાલ થઈ ચૂક્યા હતા બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૮ મી જુનથી વરસાદ વરસવાની આગાહી કરી દેવામાં આવી છે આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની પૂરી શક્યતાઓ જણાઈ રહી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેધરાજાની એન્ટ્રી થઈ જતા ની સાથે જ અન્ય રાજ્યમાં એક-બે દિવસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો આરંભ થઈ શકે છે. હવામાન વિભાગએ આગામી 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દીધેલ છે. વાતાવરણમાં પલટાને કારણે આગામી ચાર દિવસ માં વાતાવરમાં 3 ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]