Breaking News

આખલો દોડીને આવ્યો અને વૃદ્ધ મહિલાની પેટમાં શીંગડા ઘુસાડીને આંતરડા કાઢી નાખ્યા બહાર.. ઓમ શાંતિ.. વાંચો.!

આજકાલ રોડ પર રખડતા ઢોરનું સામ્રાજ્ય એટલું મોટું થઈ ગયું છે કે ક્યારે કોને અડફેટે લઈ લે તે નક્કી નથી. રાત્રિના સમયે તો રખડતા ઢોરો જાહેર રસ્તા ઉપર એવું ટોળું જમાવીને બેઠા હોય છે કે જ્યાંથી પસાર થવામાં પણ સામાન્ય નાગરિકોને ડર લાગે છે. મહાનગર પાલિકાઓ મોટાભાગે રખડતા ઢોરોને પકડવામાં અસમર્થ રહે છે…

તેઓની આ નબળી કામગીરીને લીધે કેટલાય વૃદ્ધો અથવા રોડ પરથી પસાર થતા લોકો રખડતા ઢોરના આં.તક નો શિકાર બની જાય છે. ઉનામાં રખડતો એક આખલો ગાન્ડોતુર બન્યો હતો અને રસ્તા પરથી પસાર થતા વૃદ્ધ મહિલા નો જીવ લઇ લીધો હતો. આખલાએ વૃદ્ધ મહિલા ઉપર એવો હુમલો કર્યો કે વૃદ્ધ મહિલા તરફડી તરફડીને મોતને ભેટી ગયા હતા…

આખલો દોડીને તે મહિલા પાસે આવ્યો અને તે વૃદ્ધ મહિલાના પેટમાં ધારદાર શીંગડા ઘુસાડી દીધા હતા. અને અંદર રહેલા આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ઉના નો પાલડી ગામનો આ આખલો ખુબ જ તોફાની છે. તેમજ તે અગાઉ પણ ઘણા લોકો પર હુમલો કરી ચૂક્યો હતો.

પરંતુ આ વખતે તે આખલો નાના પાલડી ગામમાં વાસ વિસ્તારમાં રહેતા બાબરીયા કમળાબેન નામના વૃદ્ધને અડફેટે લઈ લીધા હતા તેઓની ઉંમર ૬૫ વર્ષની હતી. તેઓ પોતાના ઘરની બહાર કામકાજ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક રખડતો આખલો દોડતો આવ્યો અને કમળાબેન ને શીંગડા મારીને પાડી દીધા હતા..

શીંગડા એટલા બધા ધારદાર હતા કે કમળાબેનના પેટ ના આંતરડા પણ બહાર આવી ગયા હતા. જેના પગલે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.આ બનાવ બનતા તરત જ આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પરંતુ આખલો ત્યાંથી દૂર થવાનું નામ નહોતો લેતો. હેમખેમ તેનું ધ્યાન ભટકાવી ને તેને ઘટનાસ્થળેથી દૂર કર્યો હતો.

અને ત્યારબાદ કમળાબેન ને ગંભીર પરિસ્થિતિ માંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ સમયે જે તરફડિયાં મારીને જીવ મુકી દીધો હતો. આખલના આ આંતકને કારણે ગામના લોકો પણ ડરી ગયા હતા. તેમજ ગ્રામજનોએ વનવિભાગને પણ જાણ કરી દીધી હતી. તેથી નવાબંદર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *