Breaking News

અહિયા છે દેશનું એકમાત્ર પ્રાચીન ચૌથ માતાનું મંદિર.. વાંચો ઈતિહાસ…

સવાઈ માધોપુર : દેવી ના ઘણા સ્વરૂપ છે અને બધા સ્વરૂપોમાં દેવીની આરાધના અને પૂજા કરવામાં આવે છે. માં ના બધા રૂપ ભક્તો નું દુઃખ લઈને એને સુખ-સમૃદ્ધી નું વરદાન આપે છે. એવી જ એક દેવી ચૌથ માતા છે. જેની પ્રાચીન મૂર્તિ અને મંદિર રાજસ્થાન માં સવાઈ માધોપુર જીલ્લા ના ચૌથ ના બરવાડા ગામમાં આવેલું છે.

સંકટ ચૌથની મહિમા : એમ તો રાજસ્થાન ના સવાઈ માધોપુર જીલ્લા ના ચૌથ ના બરવાડા ગામમાં સ્થિત ચૌથ માતા દેવી નું સ્થાન છે. આના નામ પરથી આ ગામનું નામ જ બરવાડા થી બદલીને ચૌથ નું બરવાડા થઇ ગયું છે. પણ ચૌથ માતાનું મંદિર સિવાય મંદિર પરિસર માં ભગવાન ગણેશ અને ભૈરવ ની મૂર્તિઓ થી સજ્જિત ભવ્ય મંદિર બીજા પણ છે.તેથી ચૌથ ના દિવસે અહિયાં ગણેશજી ની વિશેષ પૂજા થાય છે.

આમાં પણ સંકલન ચતુર્થી વ્રત ની મહિમા ખુબ જ સૌથી અધિક માનવામાં આવે છે. આ વ્રત ને વક્રતુંડી ચતુર્થી, ચૌથ અને તિલકુટા ચૌથ વ્રત ના નામથી પણ સંબોધિત કરવામાં આવે છે. હિંદુ પંચાંગ ને અનુસાર આ વ્રત માક્ષર માસ ની ચતુર્થીએ આવે છે. સકટ ચૌથ નું વ્રત સંતાન ની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે, રાજસ્થાન માં આ તિલકુટા ચૌથ ના દિવસે ચૌથ ના બરવાડા માં વિશાળ મેળો ભરાય છે.

રાજસ્થાની શૈલી નું ખુબસુરત મંદિર : જણાવવામાં આવે છે કે આ મંદિર ની સ્થાપના મહારાજા ભીમસિંહ ચૌહાણ એ કરી હતી. ચૌથ ના બરવાડા, અરવલ્લી પર્વત શ્રંખલા માં વસેલું મીણા તેમજ ગુર્જર બાહુલ્ય ક્ષેત્ર છે. બરવાડા નું નામ ૧૪૫૧ માં ચૌથ માતા ના નામ પર ચૌથ નું બરવાડા જાહેર કર્યું હતું. આ મંદિર લહ્ભાગ એક હજાર ફૂટ ઊંચા પહાડ પર છે અને શહેર થી લગભગ ૩૫ કિમી દુર છે.

આ સ્થાન પર્યટકો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર છે. અને આનું પ્રાકૃતિક સૌદર્ય મન ને મોહી લેવા વાળું છે. આ જગ્યા પર સફેદ સંગેમરમર થી બનેલી સ્મારક છે. દીવાલો અને છત પર જટિલ શિલાલેખ ની સાથે આ મંદિર વાસ્તુકલા ની પરંપરાગત રાજપુતાના શૈલી ની મંદિરમાં વાસ્તુકલા ની પરંપરાગત રાજપુતાના શૈલી જોઈ શકાય છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે લગભગ ૭૦૦ દાદર ચઢવા પડે છે. દેવીની મૂર્તિ ની સાથે અહિયાં ભગવાન ગણેશ અને ભૈરવ ની મૂર્તિઓ પણ છે. ૧૪૫૨ માં મંદિર નો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો.

ભક્તોની ભીડ લાગે છે : કહે છે કે બરવાડા માં પહાડ ના શિખર પર બનેલા આ મંદિર ની સ્થાપના માઘ કૃષ્ણ ચતુર્થી ને વિધિ વિધાનથી કરવામાં આવી અહતી ત્યારથી ચૌથ માતા નું આ સ્થાન આ દિવસથી મેળો લાગવા લાગ્યો. ચૌથ નું બરવાડા ની બાજુમાં એક નાનો એવો વિસ્તાર છે જ્યાં શક્તિગીરી પર્વત પર આ મંદિર બનેલું છે. સુવિધાઓની અછત હોવા છતાં શ્રદ્ધાળુઓ નું પ્રિય શર્મિક સ્થળ છે.

ચૌથ માતા હિંદુ ધર્મ ની પ્રમુખ દેવી માનવામાં આવે છે. જેના વિશે વિશ્વાસ છે કે તે સ્વયં માતા પાર્વતી નું એક રૂપ છે. અહિયાં દર મહીના ની ચતુર્થી પર લાખો લોકો માતાજી ના દર્શન માટે આવે છે. ચૌથ ના બરવાડા શહેર માં દરેક ચતુર્થી એ સ્ત્રીઓ માતાજી ના મંદિર માં દર્શન કર્યા પછી વ્રત ખોલે છે તેમજ સદા સુહાગન રહેવા ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. સંકટ ચૌથ ની સિવાય કરવા ચૌથ અને માહી ચૌથ પર પણ અહિયાં લાખો ની સંખ્યામાં દર્શનાથી પહોંચે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પગનો આકાર ખોલી નાખે છે પુરુષ અને સ્ત્રીના દરેક રાઝ, આવી રીતે જાણી શકાય કે કોણ કેટલું પાણીમાં છે..!

તમને જાણીને થોડું આશ્ચર્ય થશે, પરંતુ તે સાચું છે કે લોકોના વિવિધ પગના આકાર તે …

Leave a Reply

Your email address will not be published.