Breaking News

આગમી 5 દિવસ આ વિસ્તારોમાં મેઘરાજા વરસાવશે વિનાશક વરસાદ, મોટી આફતના એંધાણને લઈને ભુપેન્દ્ર પટેલે મોદીજી સાથે ટેલીફોનીક વાતચિત શરુ કરી..!

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે વધુ એક મોટી અને મહત્વપૂર્ણ આગાહી આપી દીધી છે. અને જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ હજુ પણ ભારે થી અતિભારે વરસાદ વરસશે. તેમજ આગાહી મુજબ સૌરાષ્ટ્ર, ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરના જિલ્લાઓમાં પણ ભારે મેઘમહેર થવાની સંભાવના છે..

મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને આણંદમાં હાલ વિનાશ સર્જે તેવો વરસાદ વરસી રહ્યો છે. અને આવનારા પાંચ દિવસ સુધી આ તમામ વિસ્તારોમાં હજી પણ અતિ ભારે વરસાદ વરસશે તેવી આગાહી આપવામાં આવી છે. શનિવાર, રવિવાર અને સોમવારના દિવસે અમદાવાદને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું..

આ ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં પણ ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં 30 થી 40 કિલોમીટરની પૌવાને પવન ફૂંકાશે અને આ તમામ વિસ્તારોમાં ભારે અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. આ સાથે હવામાન વિભાગએ માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ ૧૩ જળાશયો હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે..

આ બાબતોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત પણ કરી છે. વડાપ્રધાન મોદીજીએ વરસાદની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એચડીઆરએફ સહિતની ટીમોની સાથે સાથે અન્ય જરૂરી મદદ પણ કેન્દ્ર સરકાર પૂરી પાડશે અને તમામ અસરગ્રસ્ત વિસ્તારોની પડખે ઊભા રહેવાની ખાતરી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને આપી છે..

છેલ્લા 24 કલાકમાં કુલ 218 તાલુકાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. જેમાં બોડેલી, કવાંટ, જાંબુઘોડા, પાવી જેતપુર, છોટાઉદેપુરમાં આભ ફાટ્યુ છે. જ્યારે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં પણ 15 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. સાગબારા, સંખેડા, ઘોઘંબા, ડેડીયાપાડા, વાસંદા, નડિયાદ, ગોધરા અને સોજીત્રામાં પણ 10 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે.

અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં માત્ર પાંચ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 24%, મધ્ય ગુજરાતમાં 9 ટકા અને સૌરાષ્ટ્રમાં 11% વરસાદ ખાબક્યો છે. 11 તારીખના રોજ ભરૂચ, તાપી, દમણ, કચ્છ, દાદરા નગર, હવેલી, પંચમહાલ, સુરત અને વડોદરામાં તેમજ બનાસકાંઠા, ખેડા, મહેસાણા, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, દાહોદ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપી છે..

આ સાથે સાથે હવામાન વિભાગે 12 તારીખના રોજ પણ આગાહી આપતા જણાવ્યું છે કે, 12 તારીખે નવસારી, દમણ, સુરત, અમરેલી, ભાવનગર, ડાંગ, વલસાડ, દમણ, અમદાવાદ, ભરૂચ, નર્મદા, ખેડા, ગીર સોમનાથ, વડોદરા, દીવ અને જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..

જ્યારે 13 અને 14 તારીખના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિભારેથી વિનાશક પુર સર્જે તેવા વરસાદની આગાહીઓ આપી દેવામાં આવી છે. એટલે કે આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાવવા જઈ રહ્યો છે..

હાલ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જે જિલ્લાઓમાં વરસાદ પડવાની શરૂઆત થાય છે તે જિલ્લાઓમાં વિનાશક તબાહી મચાવે તેઓ વરસાદ પડે છે. પરંતુ ક્યાંકને ક્યાંક હજુ પણ એવા જિલ્લાઓ વરસાદની રાહ જોઈને બેઠા છે કે, જ્યાં વાવણી લાયક સારો વરસાદ પણ નોંધાયો નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *