Breaking News

આગામી 3 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગે આપી મોટી આગાહી, તોફાની ચક્રવાત પેદા થતા જ બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા..!

રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું જામ્યું છે. દરેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાઓમાં ઘણી બધી આફતો સર્જાઇ રહી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છનું જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તે માટે ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં લોકો ઉપર ઘણી બધી આફતો જોવા મળી રહી છે. ભારે વરસાદને લીધે લોકોનું જનજીવન ખોરવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની રેડ આપી દેવામાં આવ્યું છે.

રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવાયા છે. તેમાં સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવી તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આમ દરેક જિલ્લાઓમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદી ઝાપટા રહેશે.

મધ્ય ગુજરાતમાં બે દિવસ પછી ભારે વરસાદ પડવાની સંભાવના છે. કચ્છ જિલ્લામાં હાલમાં પણ વરસાદ દરેક વિસ્તારને ધમરોળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ કચ્છ જિલ્લામાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. આમ દરેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકો પોતાના ઘરે કેદ થયા છે. દરેક જિલ્લામાં ભારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે શહેરી વિસ્તારોમાં લોકો પોતાના કામ ધંધે જવાનું ટાળી રહ્યા છે.

બાળકોને શાળામાં જવા માટે પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ અને તોફાની પવન હોવાને કારણે વીજળીના થાંભલાઓ પડી જતા વીજળી પુરવઠો ખોરવાયો હતો. 5467 ગામમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વરસાદને લીધે 126 મકાનો અને 19 ઝુંપડાઓ ધરાશાહી થયા હતા.

આમ જોવામાં આવે તો આવનારા દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હોવાને કારણે દરેક જિલ્લાઓમાં લોકોને સરકારે પહેલેથી જ સાવચેત કરી દેવામાં આવ્યા છે અને હાલમાં સારો વરસાદ વરસી જવાને કારણે નવસારી, ડાંગ અને કચ્છ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યા છે. કારણકે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાને કારણે લોકોને અવાર-જવર બંધ કરી દેવામાં આવી છે.

લોકો પર મુશ્કેલી ન સર્જાય તે માટે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે ચીખલી-વલસાડના નેશનલ હાઈવેને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે ચીખલી-વલસાડના નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે ત્યાં પણ લોકોને અવસર બંધ કરી દેવામાં આવી છે અને અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આમ રાજ્યમાં 619 રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા લોકોને ભારે વરસાદ વરસતા લોકો ઘરવિહોણા બન્યા હતા. જેથી 148 ગામોમાં એસટી બસ બંધ કરી દેવામાં આવી છે અને 39,177 લોકોની સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. 21,243 લોકોને નવો આશ્રય આપવામાં આવ્યો છે.

આમ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે  વરસાદની આગાહી આપી છે. 2 દિવસમાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે.

સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આમ દરેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં રસ્તાઓ ઉપર ભારે વરસાદને કારણે પાણી જોવા મળી રહ્યા હતા.તેમાં સરસપુર વિસ્તારમાં રસ્તાઓ ઉપર પાણી ભરાતા પાણી કેમિકલ વાળું ભરાયું હતું.

આ ફેક્ટરીનો કેમિકલવાળું પાણી નદીમાં છોડવાને બદલે રસ્તા પર આવ્યુ હતું. તેને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. આ ઝેરી કેમિકલવાળું પાણી પરથી લોકોને પસાર થવું પડ્યું હતું અને તેને કારણે લોકોના સ્વાસ્થ્યને પણ ઘણું બધું નુકસાન પહોંચતું હતું. વરસાદના પાણીમાં કેમિકલનું પાણી રસ્તા પર ભરવાને કારણે લોકોને ચામડીના ગંભીર રોગ થયા છે.

જેને કારણે ચામડી બળી જાય છે અને ફોલ્લા પડે છે જેવી અનેક બીમારીઓ લોકોને થઈ રહી છે. આમ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચે તેવી પણ ઘણી બધી ઘટનાઓ બની રહી છે. રાજ્યમાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં 98% વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 65 ટકા વરસાદ વરસ્યો હતો. અને ઉત્તર ગુજરાતમાં 27% વરસાદ વરસ્યો હતો. આમ ગયા વર્ષ કરતાં આ વર્ષે વરસાદ ખૂબ જ સારું રહેવાને કારણે જળાશયોમાં પણ 28% વધુ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ખૂબ જ સારું ચોમાસુ વરસી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *