Breaking News

આ વિસ્તારોને આગામી 4 દિવસ પૂરતા કરાયા એલર્ટ, દરિયામાં સર્જાયેલા ચક્રવાતને પગલે આવી રહી છે મોટી આફત, NDRFની ટીમો તહેનાત.. વાંચો..!

ગુજરાતમાં ચોમાસની નવી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ખૂબ જ વધારે તીવ્રતાથી આગળ વધી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી ચુક્યો છે. અને હવે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે.

અરબ સાગરના દરિયામાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસર સર્જાય છે. જેને કારણે ચક્રવાત પેદા થયું છે. અને હવે તે ચક્રવાત ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેમ જેમ ચક્રવાત આગળ વધે છે. તેમ તેમ ગુજરાતમાં વધુ તીવ્રતાથી વરસાદ વરસવા લાગ્યો છે. જેની અસરને પગલે ગઈકાલે દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં ખૂબ જ વધારે માત્રામાં મેક મહેર જોવા મળી હતી..

જેમાં સુરતની અંદર છેલ્લા બે દિવસથી કુલ 13 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલ આ ચક્રવાતી આફતને લઈને NDRFની ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. તેમજ તંત્રને પણ એલર્ટ કરાયા છે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા, અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, અને ભાવનગરને એલર્ટ કરાયા છે..

કારણકે આ તમામ તાલુકાઓમાં ભારતીય અધિકારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. જેમાં 7 તારીખના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓનો ઉપર ધોધમાર વરસાદ વરસશે. જ્યારે આઠ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારતીય અતિ ભારે અને વિનાશક તબાહી મચાવે તેવા વરસાદની આગાહી કરવામાં આવી છે..

જ્યારે ઉત્તર ગુજરાતના તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા છે. જ્યાં આગામી દિવસોમાં અતિશય સારો વરસાદ નોંધાશે તેવી આગાહી આપી દેવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં NDRFની ટીમોને તેહનાત કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાની અંદર ચાર દિવસથી ભારે વરસાદ વરસ્યો છે..

જેના પગલે 25 સભ્યોની એક ટીમને બનાસકાંઠાના પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જ્યારે અન્ય ટીમોને બચાવ કામગીરી માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રાખવામાં આવી છે. હાલ દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેમજ કરંટ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદને પગલે કેટલાક તાલુકાઓમાં વિનાશક પૂર પણ આવી ગયું છે. જેમાં કુલ ચાર થી પાંચ લોકોનો ભોગ લેવાયો છે. આ વિનાશક પુરને કારણે કેટલાય લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તેમજ દુકાનોમાં પણ પાણી ઘૂસી જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આદ્રા નક્ષત્રની અંદર અષાઢ મહિનો બેસતા જ વરસાદે ધડબડાટી બોલાવી દીધી છે.

જેને કારણે ખેડૂતો રાજીના રેડ થયા છે. અરબી સમુદ્રની અંદર વરસાદની નવી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા તોફાની સવારી કરવા આવી રહ્યા છે. જેને પગલે NDRFની પાંચ ટીમોને દક્ષિણ ગુજરાતની અંદર જવાના કરી દેવામાં આવી છે. જ્યારે સુરત અને નવસારીમાં અતિશય ભારે વરસાદની આગાહી આપી છે. જેને કારણે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટને પગલે સુરતની અંદર આવનારા બે દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસવા જઈ રહ્યો છે…

ગઈકાલે પણ સુરતના ઓલપાડમાં 5 તેમજ બારડોલી અને 8 ઇંચ સાથે સાથે મહુવા માંડવી અને માંગરોળમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદને પગલે અષાઢી મેઘમહેરને સૌ કોઈ લોકો આનંદ માણી રહ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓના વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *