Breaking News

આ વિસ્તારોમાં ટકરાશે “ગુલાબ” વાવાઝોડું, ગુજરાતમાં અતિભારે વરસાદની મોટી આગાહી- વાંચો ક્યાં પહોચ્યું વાવાઝોડું..!

ગુજરાતમાં થોડા સમય પેહલા જ તાઉ તે વાવાઝોડાએ પ્રવેશ કર્યો હતો અને ખેતરો, મકાનો, અને વીજળી જેવી સુવિધાઓને ભારે અસર થઈ હતી. અમરેલી અને ભાવનગર જીલ્લામાં સૌથી વધારે અસર થઈ હતી. એ વાવાઝોડાના દુઃખ અને દર્દ સહન કરીને માંડ બહાર આવ્યા ત્યાં તો સૌરાષ્ટ્રના જામનગર , રાજકોટ, જુનાગઢ તેમજ અમરેલી અને ભાવનગરમાં એટલો ભયાનક વરસાદ વરસ્યો કે મારા ખેડૂતો ભાઈઓની તમામ મૌલાત ખેચાઈ ગઈ.

ખરેખર એક વાવાઝોડું અને ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. ભારતના હવામાન વિભાગે આગાહી કરી તે મુજબ ભારતના પૂર્વ છેડે એટલે કે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ના દરિયા કિનારે વધુ એક વાવાઝોડું ગુલાબ ટકરાવાનું છે. આ વાવાઝોડું ખુબ જ મોટુ અને ખુબ વધારે પવનની ગતિ સાથે ટકરાશે તેવી સંભાવનાઓ રહેલી છે.

બંગાળની ખાડીમાં ખુબ ભારે દબાણથી લો પ્રેશર સર્જાયું હતું જે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે કે નહી તેવી અટકળો ગઈ કાલે હતી. પરતું આજે તેણે વાવાઝોડાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. હવે તે વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના લોકો માટે એક મોટી આફત બની ગયું છે.

મળતી માહિતી મુજબ આ વાવાઝોડું આજે સાંજે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ના દરિયા કાંઠે ટકરાશે. જયારે વાવાઝોડું જમીન પર પ્રવેશશે ત્યારે પવનની ગતિ 85 કિલોમીટર/કલાક ની રેહશે. વાવાઝોડાના પગલે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષીણ ઓરિસ્સાના લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. આ એટલુ મોટું અને ભયાનક વાવાઝોડું છે કે જેનાથી ભારે નુકસાન થવાની ભીતિ સૌ કોઈને સતાવી રહી છે.

તેમજ આ પ્રેશર સર્જવાના કારણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને છતીસગઢના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે. ગુજરાતમાં 27 તારીખથી 5 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મહારાષ્ટ્રના અમુક ભાગોમાં, , ગુજરાતના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યના અમુક જીલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત ઓક્ટોબર મહિનાની  12 તારીખ થી 15  તારીખની વચ્ચે પણ વાતાવરણ વરસાદી રહેશે. તેમજ 20 ઓકટોબર થી  22 ઓક્ટોબર વચ્ચે હવામાનમાં ખાસો બદલાવ આવવાની શક્યાતાઓ રહેલી છે.

રાજ્યમાં વરસાદી માહોલ બનેલો જ છે ત્યારે આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો બીજી બાજુ દક્ષીણ ગુજરાતના  વલસાડ, નવસારી, ડાંગ અને સુરતમાં પણ હળવો થી મધ્યમ  વરસાદ વરસશે તેવી સંભાવના રહેલી છે. તેમજ ઉત્તર ગુજરાતના  સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ મહેસાણામાં પણ હળવોથી ભારે વરસાદ પડશે,

તો મધ્ય ગુજરાતના  મહીસાગર, વડોદરા,આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુર ભારે વરસાદ નોંધાશે. ગુજરાતમાં આગમી 5 દિવસ હજી પણ વરસાદી માહોલ બનેલો રહેશે તેવી આગાહી ગુજરાતના હવામાન ખાતાએ તેમજ ગુજરાતના હવામાન નિષ્ણાંતો એ આપેલી છે. હવે તો વરસાદના કારણે લગભગ જીલ્લામાં નુકસાન પણ થવા લાગ્યા છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રીઓએ કહ્યું છે કે ઘણા વર્ષો પછી આ મહિનામાં ભારતના પૂર્વ ભાગની ખાડીમાં લો-પ્રેશરના કારણે વાવાઝોડું સર્જાયું છે. તેથી તેના પવનોની અસર ગુજરાત બાજુ પણ મહત્વપૂર્ણ રીતે દેખાશે.

રાજકોટ, જામનગર, જુનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદના કારણે આખા આખા ગામ પણ તણાઈ ચુકયા છે. લોકોના ખેતરો તો ગોત્યા ય નથી જડતા. તેમજ કાચા મકાનો પડી ગયા છે જયારે પાકા મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ છે. આ 3 જીલ્લાઓમાં ભારે નુકસાન સર્જાયું છે. તેઓની મદદ માટે સરકાર રાહત સહાય પૂરી પાડશે તો આર્થિક નુકસાનનું સંકટ દુર થશે.

બીજી બાજુ વાત કરીએ તો ગુલાબ વાવાઝોડાની દિશા ઓરિસ્સા તરફ છે. તેથી ઓરિસ્સા રાજ્યમાં વાવાઝોડાને લીધે ખુબ જ નુકસાન જવાની બીક રહેલી છે. આ વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારો આ હોઈ શકે છે જેમ કે આંધ્રપ્રદેશના  વિઝિયાનગરમ, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ જિલ્લાઓ અને દક્ષિણ ઓડિશા કિનારે 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ થવાની સંભાવના છે.

ઓરિસ્સાનું પુરી, રાયગડા અને કોરાપુટ જિલ્લાઓ પણ અસરગ્રસ્ત થશે. ઓડિશા રાજ્યના મલકાનગિરી જિલ્લામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય ઘણા વિસ્તારોમાં પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આશા રાખીએ કે આ વાવાઝોડું દરિયામાં જ વિખાઈ જાય અને લોકો પરથી આફતના વાદળો દુર થાય….

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *