Breaking News

આ વિસ્તારોમાં 1 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ચારે કોર જળબંબાકારની સ્થિતિ, વરસાદી પાણી ઘરમાં ઘુસ્યા.. વાંચો..!

ગુજરાત મુશળધાર વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ સહિતના અન્ય લોકોએ તેમજ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં પાંચ દિવસ પૂરતી પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે. હકીકતમાં ચોમાસું પાંચ દિવસ બાદ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમ્યાન વરસેલા વરસાદથી પણ લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે..

એક બાજુ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છેલ્લા ૨૪ કલાકની અંદર અંદર કુલ 111 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તેમાં કેટલાક જિલ્લામાં તો માત્ર એક કલાકની અંદર અંદર અઢીથી ત્રણ કે પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે..

જેમાં સૌથી વધુ વરસાદ માણસા, દેવભૂમિ દ્વારકા, જામ જોધપુર અને ધનસુરા, વિજયનગર, મોડાસામાં વરસ્યો છે. ધનસુરામાં માત્ર એક કલાકની અંદર ચાર ઈચ સુધીનો વરસાદ વરસી ગયો છે. તેમજ વિજયનગર, મોડાસા અને સિદ્ધપુરમાં થઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે..

વિજયનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તો કેટલાક લોકોના ઘરમાં ગટરના પાણી પણ ઘુસી જતા તંત્રના કામગીરીની પોલ ખુલ્લી પડી છે. સાબરકાંઠાના નીચાણવાળા વિસ્તારોને પણ ભારે માત્રામાં પાણી ઘુસી જતા તંત્રને ખડેપગે રહીને ફરી એકવાર કામગીરી કરવાની ફરજ પડી છે.

પાટણના રાધનપુર પ્રથમ વરસાદની શરૂઆત થતાની સાથે જ ભારે પવન અને આંધીઓ ઉડી હતી. જેના કારણે માત્ર એક કલાકની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે. વરસાદને પગલે લોકોની દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. તો માર્કેટમાં ખુલ્લા પડેલા અનાજ પાક પણ પલળી ગયા છે. પાટણ જિલ્લાની મુખ્ય બજારોમાં પણ કમ્મર સુધીના પાણી ભરાઇ ગયા છે.

આ ઉપરાંત બે કલાકથી વધારે સમય સુધી વીજળીનો પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. બે કલાક સુધી વીજળી પુરવઠો શરૃ ન થતાં પાટણના તમામ રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા. આ સાથે સાથે રાધનપુરની બનાસ નદીમાં પણ પાણી આવી ગયું હતું. પહેલાં વરસાદની અંદર જ ચારેકોર જળબંબાકાર થઈ જતા ભારતમાં ચોમાસું સારું જશે તેવી સૌ કોઈ લોકો આગાહી કરી રહ્યા છે..

ભારે વરસાદના કારણે દરેક જીલ્લાના જુદાજુદા વિસ્તારોમાં ભારે માત્રામાં પાણી ભરાયા છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પહેલા વરસાદના નાહતા  નાહતા લોકો ભજીયાનો તીખો સ્વાદ લેવા પડાપડી કરી રહ્યા છે. તો બીજી બાજુ વીજળી પડવાના કારણે રાજ્યમાં કુલ 10 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *