કોરોનાને કારણે છેલ્લા ઘણા સમયથી શાળાઓ બંધ રાખવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગ દ્વારા 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સુરતમાં શાળા શરૂ થતાજ એક વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. જેના કારણે પાલિકા એકશન મોડમાં આવી ગયું છે. કારણકે આ બનાવને લઈને પાલિકા દ્વારા તુરંત પગલા લેવામાં આવ્યા છે.
સુમન શાળા નંબર-5નો વિદ્યાર્થી પોઝિટીવ : લીંબાયત વિસ્તારમાં આવેલ સુમન શાળા નંબર 5નો એક વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો જેના કારણે પાલિકા દ્વારા શાળા બંધ કરાવી દેવામાં આવી છે. શાળા હજુ તો શરૂ થઈ હતી. ત્યાજ વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો જેના કારણે તંત્ર દોડતું થઈ ગયું છે.
તમામ શાળાઓમાં રેપિડ ટેસ્ટ શરૂ : જે વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તે ધોરણ 10નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થી પોઝિટીવ આવતા સરકારી તેમજ ખાનગી શાળાઓમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા. જોકે સુમન શાળા નંબર 5ના અન્ય વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી સંક્રમણ ફેલાતા પહેલા અટકાઈ ગયું તેમ કહી શકાય.
ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ : ઉલ્લેખનીય છે કે કોરોનીની ત્રીજી લહેરને લઈને હાલ રાજ્યમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જેને અનુલક્ષીને સુરત પાલિકા દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. પાલિકાના આ નિર્ણયથી કહી શકાય કે જો અન્ય શાળામાં પણ વિદ્યાર્થીનો પોઝિટીવ કેસ આવશે. તો તે શાળાને પણ પાલિકા દ્વારા બંધ કરવામાં આવી શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]