Breaking News

આ વિસ્તારમાં આભ ફાટતા એક જ દિવસમાં વરસ્યો 15 ઇંચ વરસાદ, ડેમમાં પાણીનું પ્રેશર વધતા પુરનું મોટું સંકટ.. જાણો..!

આ વર્ષનું ચોમાસુ ખૂબ જ અનિયમિત સાબિત થયું છે. વરસાદ જુદા જુદા રાઉન્ડ દરમિયાન વરસી રહ્યો છે. પરંતુ જે વિસ્તારોમાં વરસે છે. ત્યાં મુશળધાર અને તબાહી મચાવે એ પ્રકારનો વરસાદ વરસી જાય છે. પરંતુ જે વિસ્તારમાં વરસાદ વરસતો નથી. ત્યાં માત્ર વરસાદી ઝાપટા આવીને ચાલ્યા જતા હોય છે..

આ વર્ષની વરસાદી સિઝનની અંદર એક સરખો વરસાદ કોઈપણ જિલ્લામાં નોંધાયો નથી. અમુક જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. તો અમુક જિલ્લામાં માત્ર નહીંવત વરસાદ નોંધાયો છે. આવી જ પરિસ્થિતિ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ, બિહાર અને છત્તીસગઢમાં પણ નોંધાય છે.

જ્યાં શરૂઆતના સમયમાં ખૂબ જ નહિવત વરસાદ નોંધાયો હતો. પરંતુ હવે મેઘરાજા તાંડવ વરસાવી રહ્યા છે. જેમાં છેલ્લા 48 કલાકથી આ તમામ રાજ્યોની અંદર ધમધોકાર વરસાદ વરસ્યો છે. રાજસ્થાનના 200 જેટલા નાના-મોટા ડેમ જ્યારે મધ્યપ્રદેશના 50 જેટલા નાના મોટા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે..

જેના કારણે પુર જેવી મોટી આફતની પણ જીતી શકાવી રહી છે. બિહારમાંથી પસાર થતી ગંગા નદી તો ઉત્તર પ્રદેશમાંથી પસાર થતી ગંગા નદીમાં પણ ખૂબ મોટી માત્રામાં પૂર આવી ગયું છે. જેને કારણે કેટલાય નીચાણ વાળા ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ મધ્યપ્રદેશની તો છેલ્લા 48 કલાકમાં મધ્ય પ્રદેશમાં ખૂબ જ તબાહી મચાવનારો વરસાદ વરસ્યો છે..

જેમાં 36 કલાકમાં 15 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. તો ઠેર ઠેર વાદળો ફાટવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં માત્ર એક દિવસની અંદર અંદર 15 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી જતાં ચારેકોર મેઘમહેરના દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.

વરસાદી આફતની અસર બંગાળની ખાડીમાં ચાલતી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે સર્જાય છે. જ્યાં ઓડિશા, ઝારખંડમાંથી પસાર થઈને લો પ્રેસર મધ્યપ્રદેશમાં પરિવર્તન પામી ગયું છે. અને મધ્યપ્રદેશમાં જળબંબાકાર વરસાદ વરસાવી દીધો છે. ધીમે ધીમે આ અસર ગુજરાત તરફ પણ આવવા લાગી છે..

આગામી 24 કલાકમાં ગ્વાલિયર, ઉજ્જૈનમાંથી પસાર થઈ ધીમે ધીમે ગુજરાતના મધ્ય ભાગમાં આ લો પ્રેશરની અસર સક્રિય થશે અમદાવાદ વડોદરા ખેડા આણંદ નડિયાદ પંચમહાલ ગોધરા ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી પણ આપી દેવામાં આવી છે

આદિ ભારે વરસાદને કારણે મોટાભાગના ચેક ડેમોમાં પાણીની અતિશય માત્રામાં આવક થઈ જતા ડેમના બધા જ દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે જેના પગલે દરેક નદીઓ ફાટફાટે વહી રહી છે. નદીઓમાં ગાંડી તુર પાણી જોઈને બે જિલ્લાઓને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પણ ધરાશાહી થયા છે.

ભારે વરસાદને બદલે જનજીવન તો ખોરવાયું છે. સાથે સાથે વાહન વ્યવહારને પણ ખૂબ મોટા માત્રામાં નુકસાની થઈ છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ત્યાં મૃત્યુના બનાવો પણ સામે આવ્યા છે. ચોમાસામાં ઘણા બધા લોકો તેમજ પશુઓના મોત થયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *