Breaking News

આ તારીખથી વધશે ઠંડીનું જોર.. દિવાળીના દિવસે માવઠું આવશે પવન સાથે.. વાંચો..!

હાલ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. સવારમાં ગુલાબી ઠંડીનો ચમકારો દેખાય છે તેમજ મોડી રાત્રે પણ બર્ફીલી હવાનો અહેસાસ થાય છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તેમજ હિમાલય ,ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બરફ પડવાને લીધે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો પણ મળી રહ્યા છે..

ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં તો શિયાળાની શરીર ધ્રુજાવે તેવી ઠંડીનું આગમન થઇ ગયું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બે દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો નીચો ગબડતા લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠયા છે. ગાંધીનગરમાં આજનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું.

દિવાળીના મહિનાની શરૂઆત થતા જ ઠંડીને ગેયર બદલી નાખ્યો છે અને પવનની રફતાર પણ વધી ગઈ છે. આખા રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને સાંજે તાપણું કરવાની ફરજ પડે એવી ઠંડી પડી રહી છે. ગુજરાતના બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલમાં વહેલી સવારે અતિશય ઠંડા પવનોનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 3 દિવસમાં 3 કે 4 ડીગ્રી જેટલું તાપમાન ઘટી જશે અને ફૂલ ઠંડી પડશે. તેથી ધાબળા ,સ્વેટર. ટોપી, મફલર અને હાથ મોજા હાથવગા રાખવા.. ઠંડીના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી શકે તેમ છે.

નવેમ્બર મહિનામાં ઠંડીની સાથે સાથે વરસાદી માવઠા પણ દેખાશે કેમકે વરસાદી સીઝન પૂરી થયા બાદ પણ હવામાન એકદમ ભેજ વાળું અને વરસાદી પવનો વાળું દેખાઈ રહ્યું છે. તેમજ વરસાદી સીઝન પૂરી થયા બાદ દરિયામાં પણ એકદમ અલગ પ્રકારનો કરંટ જોવા મળે છે તેથી વરસાદી માવઠા અને ચક્રવાતો આવતા જ રેહશે તેવું જણાઈ છે.

દિવાળીના મહિનામાં તો ચક્રવાતો ખુબ જ તેજ બની જતા હોઈ છે. તેથી આ વર્ષ ની દિવાળી પર પણ ચક્રવાતો તેજ બની જશે. બની શકે છે કે તેમાંથી એક ચક્રવાત ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. કારણકે અરબ સાગરમાં ઉત્પન્ન થતા દરેક ચક્રવાતની અસર મોટા ભાગે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે થતી હોઈ છે.

તેમજ મોટા ભાગના વાવાઝોડા અને ચક્રવાતો ઓમાન અને પાકિસ્તાન તરફ ફંટાઈ જતા હોઈ છે પરતું અમુક વાવાઝોડાની દિશા ગુજરાત બાજુની હોઈ તો તેવા વાવાઝોડા નુકસાન અને તારાજી ફેલાવવા માટે આવી પહોચે છે.

રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર,સુરેન્દ્રનગર ,પંચમહાલ અને કચ્છ તેમજ મહેસાણામાં તાપમાન 20 ડીગ્રીની અંદર પહોચી ગયું છે. જયારે બાકીના શહેરોમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગબડતો જણાઈ છે.

અમદાવાદમાં મીનીમમ તાપમાન 19 ડિગ્રી નોંધાયુ છે, તો વડોદરા સીટીમાં 21 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ સુરત શહેરમાં 22 ડિગ્રીની તંદુ સાથે સમગ્ર શહેર ઠંડુગાર બન્યું છે. તો કચ્છ ભુજમાં 20 ડિગ્રીના પારા સાથે ઠંડીએ પ્રકોપ દેખાડ્યો છે. રંગીલા રાજકોટમાં ઠંડીએ થોડી ઢીલ મૂકી છે તેથી 28 ડિગ્રી નોધાયુ છે.

દર વર્ષે ગાંધીનગર નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાતું હોઈ છે. દર વર્ષે સૌથી વધુ ઠંડી નલીયામાં પડે છે ત્યાં આ વર્ષની તાપમાન 19 ડિગ્રી જાણવા મળ્યું છે. અરવલ્લી જીલ્લામાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન દેખાયું છે. તેમજ પંચમહાલમાં 19 ડિગ્રી તો પાટણમાં 19 ડિગ્રી અને સાબરકાંઠા 18 ડિગ્રી જાણવા મળ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *