Breaking News

આ તારીખથી ત્રાટકશે કોરોનાની ત્રીજી લહેર ‘ઓમિક્રોન’, હવાની ગતિએ વધશે કોરોનાના કેસો..! વાંચો..!

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ થોડા દિવસથી દુર હતી પરંતુ હવે કોરોનાના નવા વેરિયંટની પુષ્ટિ થતા જ કોરોના ફરીવાર માથું ઊંચકશે તેવું લાગી રહ્યું છે. કોરોનાનો નવો વેરિયંટ સાઉથ આફ્રિકામાંથી મળી આવ્યો છે. અને હવે તે આખા વિશ્વમાં કહેર મચાવવા માટે તૈયાર થઈ ગયો છે.

ભારતમાં આ વેરિયંટની એન્ટ્રી થઈ ચુકી છે. ભારતમાં કર્નાટકમાં સૌ પ્રથમ બે કેસો નોંધાયા હતા. ત્યાર બાદ ગુજરાતના જામનગરમાં એક કેસ નોંધાયો છે. આ કેસો આવતા જ તંત્ર સફાળું બેઠું થયું છે. કોવીડ ટેસ્ટની સંખ્યા બહોળા પ્રમાણમાં વધારી દેવામાં આવી છે. ડરના માહોલ વચ્ચે આખરે ઓમિક્રોન વાયરસની ગુજરાતમા એન્ટ્રી થઈ છે.

ઝિમ્બાબ્વેથી પરત આવેલા નાગરિકના ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીનો રિપોર્ટ પુના ખાતે મોકલાયો હતો. ત્યારે હવે ગુજરાતમાં દહેશતનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે ગુજરાતમાં હવે સતર્કતા જરૂરી બની છે. જામનગર નો દર્દી હાઈરિસ્ક દેશમાંથી ગુજરાતમાં આવ્યો હતો.

સુરતમાં તંત્રની કામગીરી શરુ : સરકારી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલનું તંત્ર એલર્ટ મોડ પર કામ કરવા લાગ્યું છે. સિવિલમાં કોવિડ હોસ્પિટલના ત્રીજા માળે અલાયદા વોર્ડ ઉભો કરાયો છે. સ્મીમેર હોસ્પિટલમાં DCHCમાં સુવિધા કરાઈ ચૂકી છે. 2 હજાર બેડથી 3 હજારની તૈયારી શરૂ થઈ છે.

હાલ કોવિડ સિવિલ હોસ્પિટલમાં માત્ર ત્રણ દર્દી સારવાર હેઠળ છે. આ સાથે જ અહીં 12 રેસિડેન્ટ ડોકટર, 2 કન્સલ્ટન્ટ, 2 તબીબી પ્રાધ્યાપક, 5 ઈન્ટર્ન તબીબ કાર્યરત છે. આ ઉપરાંત 22 નર્સ અને 25થી 30 સર્વન્ટ કાર્યરત છે. આ નવા વાયરસના લીધે કોરોનાના જુના દર્દીઓને પણ ભારે ભય રહેલો છે.

જામનગરનો દર્દી 28 નવેમ્બરે ઝિમ્બામ્બેથી આવ્યો હતો. તેનામાં પ્રાથમિક શરદી-ખાંસીના લક્ષણો દેખાયા હતા. જેના બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને જામનગરની સરકારી હોસ્પિટલમાં આઈસોલેશનમાં રખાયો હતો. તેના સંપર્કમાં આવેલા તમામ 40 લોકોના ટેસ્ટ કરાયા હતા, એ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

હકીકતમાં WHOએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આ વેરિયંટ ખુબ જ ઘાતક છે. આ વાયરસ ખુબ વધારે તેજીથી ફેલાઈ રહ્યો છે. આના પર કાબુ મેળવવો કોઈ સેહલી વાત નથી. તેમજ આ વાયરસ જાન્યુઆરી મહિનામાં વધારે તેજ બનશે. અને ફેબ્રુઆરી મહિનામાં ભારે માત્રામાં લાગુ પડી શકે છે. તેથી સૌ કોઈએ કોરોનાની ગાઇડલાઈન્સનું પાલન કરવું ખાસ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *