અત્યારે રાજ્યમાં ભારે ઠંડીનો માહોલ અનુભવાઈ રહ્યો છે. અતિશય ઠંડીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવા પર મજબુર બન્યા છે. કચ્છમાં 3 ડીગ્રી, અમદાવાદમાં 9 ડીગ્રી અને ગાંધીનગરમાં 8 ડીગ્રીના તાપમાન સાથે ઠંડીએ ફરીવાર માથું ઉચક્યું છે. માવઠાઓ વરસ્યા બાદ હાલ વાતાવરણમાં વાદળો છુટા પડી રહ્યા છે..
જેના પગલે ઠંડી ફાટી નીકળી છે. અતિશય ઠંડીની સાથે સાથે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી આપી છે કે, ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતા જ વરસાદી માવઠાઓ કહેર મચાવવા માટે ફરીવાર પહોચી જશે.. આ વખતે તોફાની માવઠાની સાથે સાથે બરફના કરા પણ પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહીના સમાચાર મળતા જ ખેડૂતો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. વરસાદના કારણે પાકને નુકસાન ન થાય એટલા માટે ખેડૂતો પાકને આગાહી પહેલા જ સુરક્ષિત જગ્યાએ પહોચાડી દે તેમ જણાવી દેવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરી થી લઈને 5 ફેબ્રુઆરી સુધી આ માવઠાઓ ગુજરાતના લગભગ વિસ્તારને ધમરોળી નાખશે..
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ગુજરાતની ધરતી ઉપર આ 5મી વખત મોટી આફત આવવા જી રહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ આગાહીને પગલે ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જીલ્લામાં કમોસમી વરસાદ વરસશે. ઠંડા પવનની સાથે સાથે બરફના કરા પડવાની પણ પૂરે પૂરી શક્યતા રહેલી છે.
દક્ષીણ ગુજરાતના દરિયા કિનારે તોફાની પવન ફૂંકાશે તેમજ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ખુબ ઊંચા મોજા ઉછળશે.. દરિયામાં ભારે કરંટ જોવા મળશે. 1 ફેબ્રુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી વાતાવરણ એકદમ ઠંડુગાર બની જશે પરિણામે ઠંડીનો માહોલ પણ વધી જશે.. આ આગાહી મળતા જ સૌ કોઈ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે.
પવનની ગતિ 80 થી 90 કિમી પ્રતિ કલાકની રહેશે. તેમજ માછીમારોને પણ દરિયા ન ખેડવા માટે સુચના આપી દેવામાં આવશે.. જો કમોસમી વરસાદ પડશે તો રવી પાકમાં ખુબ જ મોટા પાયે નુકસાન થવાની ભીતિ રહેલી છે. કારણ કે વરસાદને કારણે પાકમાં સડો થવાની મોટી બીક રહે છે.
બીજી બાજુ રાજસ્થાનના આબુમાં સતત 5 દિવસથી માઈન્સમાં તાપમાન નોંધાયું છે. આબુનું નકી લેક આખું બરફથી જામી ગયું છે. તેમજ ઉત્તર ભારતના ભાગોમાં પણ અતિશય બરફ વર્ષાને કારણે સમગ્ર ભારતમાં ઠંડા પવનો લહેરાવા લાગ્યા છે. જેના પગલે લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]