Breaking News

આ પાડા ની કિંમત જાણી ઉડી જશે હોશ! પાડો એવો કે જે ભેંસ નો પિતા બને છે તે એટલુ દૂધ આપે કે…

મિત્રો, શુ તમને ખ્યાલ છે કે, વિશ્વમા એક પાડો છે કે જેનુ મુલ્ય કરોડો રૂપિયા છે. હા, આ વાત વાસ્તવમા સાચી છે. આ પાડાનુ મુલ્ય સાંભળીને તમને નવાઈની લાગણી અવશ્ય અનુભવાશે પરંતુ, જ્યારે હવે તમને કોઈ પાડા જેવો કહે તો દુઃખ ના લગાડતા કારણકે, પાડાનુ મુલ્ય પણ કરોડો રૂપિયા હોય શકે છે. હરિયાણામા સ્થિત કુરુક્ષેત્ર વિસ્તારમા એક પાડો રહે છે, જેનુ મુલ્ય અંદાજે ૯ કરોડ રૂપિયા આંકવામા આવી રહ્યુ છે. આ પાડાનુ નામ છે યુવરાજ. આપણા વડાપ્રધાન પણ આ પાડાની મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પાડાના માલિકનુ નામ કરમવીર સિંહ છે. આ પાડા વિશે જણાવતા તે કહે છે કે, આ પાડાને તે પોતાના પુત્રની જેમ સાચવે છે. આ પાડાને માત્ર પુત્ર નહી પરંતુ, કમાઉ પુત્ર કહી શકાય કારણકે, આ પાડાનુ મુલ્ય અંદાજે ૯ કરોડ રૂપિયા રહેલુ છે. આ પાડાની કમાણીમાથી હાલ તે માલામાલ થઈ ચુક્યા છે. આઠ વર્ષની વય ધરાવતા આ પાડાની લંબાઈ ૯ ફૂટ તેમજ ઊંચાઈ પોણા છ ફૂટ છે.

આ પાડાનુ કુલ વજન ૧૫૦૦ કિલોગ્રામ છે એટલે કે તે ૨૦ માણસો જેટલી બળક્ષમતા ધરાવે છે. અનેકવિધ રાજ્યો જેમકે, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમા આ પાડાના સ્પર્મની ખૂબ જ વિશેષ માંગ રહેલી છે. આ પાડો જે ભેંસનો બાપ બને છે તે ભેંસ નિયમિત કુલ ૧૮-૨૫ લીટર જેટલુ દૂધ આપે છે. માલધારીઓ તેને મોઢે માંગ્ય મુલ્ય પર ખરીદવા માટે તૈયાર થઇ જાય છે.

તમને આ વાત જાણીને ખુબ જ નવાઈ લાગશે કે, છેલ્લા ચાર વર્ષમા આ પાડો દોઢ લાખ ભેંસનો પિતા બની ચૂક્યો છે. આ પાડો જે કોઈપણ બચ્ચાનો પિતા બને છે, તે બચ્ચુ કુલ ૭૦-૭૫ કિલોગ્રામ વજન ધરાવતુ હોય છે. જે સામાન્ય બચ્ચા કરતા બે ગણો વજન ધરાવે છે. ફક્ત એટલુ જ નહિ પરંતુ, આ બચ્ચુ બે જ વર્ષમા મોટુ પણ થઈ જાય છે. અનેકવિધ જુદી-જુદી જગ્યાએથી આ બચ્ચાને ખરીદવા માટે લોકો અહી આવતા હોય છે.

આ પાડાના બચ્ચાનુ મુલ્ય પણ ૨.૫ લાખ રૂપિયા આસપાસ હોય છે. આ પાડાના અનેકવિધ બચ્ચાને વહેંચીને તેનો માલિક લાખો રૂપિયાની કમાણી કરી ચુક્યો છે. આ પાડાની અમુક વાતો જાણીને તમને ખુબ જ નવાઈ લાગશે. આ પાડો નિયમિત ૨૦ લીટર દૂધ પી જાય છે. એના માલિક નિયમિત આ પાડાને બે વાર નવરાવે છે. આની સાથે જ તે આ પાડાને સરસિયાના તેલથી માલિશ પણ કરે છે

આ સિવાય આ પાડાને નિયમિત પાંચ કિ.મી. નુ વોકિંગ પણ કરાવે છે. આ પાડાની પાછળ પાડાનો માલિક માસિક ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ પણ કરે છે. યુવરાજ, નામના આ પાડાને ઘણા બધા એવોર્ડ પણ મળી ચુક્યા છે. આ પાડો જે પણ બચ્ચનો બાપ બન્યો છે, તે બચ્ચા ધરાવતા લોકો પણ સારી એવી કમાણી કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કુતરાને પાટું મારવા જતો હતો આ યુવક, ત્યારે જ ભગવાને ચમત્કાર કરીને બચાવી લીધો આ મૂંગા જીવને.. જુવો વિડીયો..!

આજના દિવસોમાં તમે ઘણા લોકોના મોઢેથી આ શબ્દો સાંભળ્યા હશે. જેને લોકો કર્મ કહે છે. …

Leave a Reply

Your email address will not be published.