Breaking News

આ નામચીન કંપનીનુ ઘી ખાતા પહેલા સો વાર વિચાર કરજો, ખાતા જ થશે કેન્સર જેવી મોટી બીમારી, સામે આવી મોટી હકીકત..!

સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કારણ કે જો લાંબી જિંદગી જીવવી હોય તો સ્વાસ્થ્યનું અત્યારથી જ ધ્યાન રાખવામાં આવે તો જીવન લાંબા સમય સુધી જીવી શકાતું હોય છે. પરંતુ અત્યારે જ મન ફાવે તેવી ચીજ વસ્તુઓ પેટમાં ઠાલવવાને કારણે ગંભીર બીમારીના ભોગ બનવું પડે છે..

આ ઉપરાંત શરીરના અમુક અવયવ લાંબો સમય સુધી ટકી શકતા નથી. અત્યારે અમે એક એવી ઘટનાનો પરદાફાશ તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, તમે જુઓ એ કંપનીનું લોકલ ઘી ખાતા હશો તો તમારે જરૂર ચેતી જવું જોઈએ. ગુજરાતમાં આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમો ખૂબ જ સક્રિય છે..

રાજકોટ, જામનગર, સુરત, વડોદરા અને અમદાવાદમાં અવારનવાર સામે આવતું હોય છે કે, આ જગ્યા પરથી દરોડા પાડીને ફૂડની તપાસ કરતા અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો પકડાયો અને આટલા ફૂડ વિગ્રતાઓના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા, આવી કામગીરી અવારનવાર સામે આવતી હોય છે..

પરંતુ અત્યારે ખૂબ જ મોટી કામગીરી સામે આવી છે. જેમાં 100 કિલો ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, ધાબાશ વિસ્તાર પાસે એક ઘી બનાવવાની ફેક્ટરી ચાલે છે. અહીં નામચીન કંપનીના ઘી બને છે. પરંતુ આ ઘી ખાવાને કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડવાની શક્યતા રહેલી છે..

તો તેમને કેન્સર જેવી મોટી બીમારી થવાની પણ ખૂબ મોટી શક્યતા રહેલી છે. પોલીસે સવારના છ વાગ્યા આસપાસ આ ફેક્ટરી ઉપર છાપો માર્યો હતો અને ત્યાં તપાસ ચલાવતા જ એક ટેમ્પાની અંદર ઘીના ડબ્બા ભરવામાં આવતા હતા. આ કામગીરીને ત્યારે ત્યાં ઝટકાવી દેવામાં આવી હતી..

આ ઉપરાંત ત્યાં રહેલા અન્ય સામાનની પણ તલાશી લેતા જણાયું કે અહીં સરસ અને ક્રિષ્ના નામની બે ખૂબ જ નામચીન કંપનીના ઘી ના નકલી ઘી બનાવવામાં આવી રહ્યા છે. આ નકલી ઘી ને તેઓ માર્કેટમાં સસ્તા ભાવે વેચીને પૈસા કમાતા હતા. અને લોકોના સ્વાસ્થય સાથે છેડા કરતા હતા..

આ ફેક્ટરી ચલાવનાર વ્યક્તિ કોણ છે..? તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ફેક્ટરીના એક ગોડાઉનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઘીનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. અને તેના સેમ્પલને લઈને તપાસ ચલાવવામાં આવી તો તેમાં એકદમ ભેળસેળ યુકત મળી આવ્યો હતો..

આ ઉપરાંત તેઓ બ્રાન્ડેડ કંપનીના ખોટા લેબલ પણ લગાવીને વેચતા હતા. એક અનુમાન મુજબ આ ફેક્ટરી ઉપરથી અંદાજે 100 કિલો થી વધારે નકલી ઘી નો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત ગોડાઉન માંથી વધુ એક મોટો જથ્થો પ્રાપ્ત થયો છે. આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાંથી નકલી ઘી અને નકલી સીંગતેલ બનાવવાની એક ફેક્ટરી મળી આવી હતી..

આ ફેક્ટરી ઉપર તપાસ ચલાવીને ફેક્ટરીના ત્રણ માલિકોને પણ દબોચી લેવામાં આવ્યા હતા. હાલ આ ત્રણેયની સામે કાર્યવાહી ચલાવવામાં આવી રહી હતી. એવામાં તો વધુ એક બનાવો ફરી એક વખત સામે આવી જતા ચકચાર મચી જવા પામ્યો છે. આ લોકો માનવતાને નેવે મૂકીને લોકોના સ્વાસ્થ્ય સાથે મન ફાવે તેવી રીતે ચેડા કરતા હતા… પરંતુ તેમના કામગીરી લાંબો સમય સુધી ટકી શકતી નથી અને એક ને એક દિવસ જરૂર બહાર આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *