Breaking News

આ નામચીન ડોક્ટર પાસે સારવાર કરાવતા પહેલા વિચારજો, ગંભીર બીમારી અને દર્દીને મોત આપે તેવી કાળી કરતૂતો આવી સામે..!

અઘરા સમયની અંદર દરેક લોકો માટે ડોક્ટર ભગવાન સમાન બની ગયા હતા. કારણ કે લોકો ખૂબ જ ગંભીર બીમારીમાં સપડાઈ ગયા હતા. અને તેમને માત્ર ડોક્ટર જ બચાવી શકે તેમ હતું. હકીકતમાં છેલ્લા 20 વર્ષથી ડોક્ટરને ખૂબ જ માન સન્માન આપવામાં આવે છે. કારણ કે તેઓએ દિવસ રાત મહેનત કરીને કેટલાય લોકોની જિંદગી બચાવી છે..

પરંતુ છેલ્લા છ મહિનાની અંદર ગુજરાતમાં એવા ઘણા બધા ડોક્ટર પકડાઈ ચૂક્યા છે કે, જેની પાસે નકલી ડિગ્રી તેમજ ડિગ્રી વગરના દવાખાનાઓ ધમધમાંવી રહ્યા હોય જેમાં વધુ એક બનાવો રાજકોટ શહેરમાંથી સામે આવી ચૂક્યો છે. આગળ પણ ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદમાંથી કેટલાય ડોક્ટર પકડાઈ ચૂક્યા છે..

અને હવે રાજકોટ શહેરમાંથી વધુ એક બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટના રેલ નગર વિસ્તારની અંદર સંતોષી નગર મેઇન રોડ ઉપર એક નામચીન દવાખાનું આવેલું છે. જેમાં એક નકલી ડોક્ટર લોકોની સારવાર કરી રહ્યો હતો. આ ડોક્ટર નું નામ રમણીક જોટાંગ્યા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે જ્યારે રમણીક છગનભાઈ જોટાગીયાની કડક પૂછતાછ કરી ત્યારે જણાવ્યું કે, તેની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસની ડીગ્રી હતી નહીં. તેમજ તે ઘણા વર્ષો પહેલા ડોક્ટર મારુના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. પરંતુ ત્યારબાદ જુદા જુદા ગામડાઓમાં ફરીને ડોક્ટર બની લોકોની સારવાર કરી રહ્યો હતો..

અને છેલ્લા દસ વર્ષથી તે સારવાર કરતા હતા. રૈયાધાર વિસ્તારની અંદર દવાખાનું ચલાવતો હતો. અને હવે તે છેલ્લા દસ વર્ષથી સંતોષી નગરમાં દવાખાનું ખોલીને લોકોની સારવાર કરી રહ્યા હતા. ખૂબ જ લાંબા સમય સુધી બોગસ ડોક્ટર બનીને લોકોની સારવાર કરવી એ લોકોના સ્વાસ્થ્ય અને જીવને જોખમમાં મુકવા બરાબર હતું..

આજ દિન સુધી તો એ ડોક્ટર પાસેથી કોઈ ખરાબ બનાવવાનો મામલો સામે આવ્યો નથી. પરંતુ ક્યારેક ખરાબ મામલો સામે આવે અને તેમાં જો કોઈ વ્યક્તિને જીવ ખોવાનો વારો આવે તો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પોલીસે આ ડોક્ટર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે..

તેમજ તેની ક્લિનિકમાંથી દવા ઉપરાંત અન્ય સાધન સામગ્રી મળીને કુલ 3000 રૂપિયા આસપાસનો મુદ્દામાલ કબજે કરી લીધો છે. આગળ પણ ભરુચના એક અંતરિયાળ ગામમાંથી નકલી ડોક્ટર પકડાયો હતો. જે લોકોને ખૂબ જ ખરાબ ઇન્જેક્શન પણ આપી દેતો હતો. નાની-નાની બીમારીના બહાને તે ખૂબ જ હેવિડોઝ વાળા ઇન્જેક્શન આપી દેવાથી લોકોના જીવ જોખમમાં મુકાઈ જતા હતા..

આ ડોક્ટરને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવ્યો હતો. આવા મુઠ્ઠી પર ડોક્ટરોને કારણે લોકોનો વિશ્વાસ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે અને લોકો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કારણ કે આવા બોગસ ડિગ્રી ધરાવનાર ડોક્ટર પાસે સારવાર લેવાથી કોઈક દિવસ જીવને જોખમ રહે છે..

અને કોઈ પણ વ્યક્તિ ચાહતો ન હોય કે તેના જીવને જોખમ રહે તેવું કાર્ય કરે. ડિગ્રી વગરના બોગસ ડોક્ટર પાસેથી દવા લેવાને કારણે કોઈક વખત શરીરમાં ઉંધી અસર પણ થાય છે. જેને કારણે કેન્સર જેવા ગંભીર રોગો પણ શરીરમાં પ્રવેશવાની ભીતી રહેલી હોય છે. આ ઉપરાંત ઊંધી દવાની અસર શરૂ થઈ જતા કોઈક વખત માણસને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *