ઘઉંની આવકમાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. કારણકે ઉનાળાની સીઝન આવતાની સાથે જ શિયાળુ પાકની આવક ઓછી થઈ છે. એવામાં પાટણ જિલ્લાના નવાગંજ માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ આજ સુધીના તમામ રેકોર્ડને તોડી નાખતા ખેડૂતોએ ખેતરમાં તૈયાર થયેલા ઘઉંને વેચવા માટે પડાપડી બોલાવી છે..
આ માર્કેટમાં વહેલી સવારથી જ ખેડૂતો ઢગલા મોઢે ઘઉં લઈને હરાજી માટે આવી પહોંચે છે. આ વર્ષે ઘઉંના ભાવમાં 800 રૂપિયાની સપાટી કુદી ગઈ છે. એટલા માટે ખેડૂતોમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધારે ઘઉંના ભાવ પાટણના નવાગંજ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે..
પાટણ જિલ્લામાં પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. એટલા માટે શિયાળાને સમયે ખેડૂતો રવી પાકોનું ઉત્પાદન કરતા હોય છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસુ નિષ્ફળ જવાને કારણે ગયા વર્ષે પાકમાં નુકસાની થઈ હતી. પરંતુ આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉં નું વાવેતર લીધું હતું..
એટલે કે ઉત્તર ગુજરાતની સીમમાં ઘઉંનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું. આ સાથે જ ઘઉંની વેચાલી પણ ખૂબ વધારે જોવામાં મળી રહી છે. નવાગંજ માર્કેટ યાર્ડની અંદર એક જ દિવસમાં કુલ બે હજાર બોરીની આવક થઇ છે. જ્યારે ગયા વર્ષે એપ્રિલ મહિનાની અંદર માત્ર ચારથી પાંચ હજાર બોરીની આવક થઇ હતી..
ગયા વર્ષે ઘઉંના ભાવ પ્રતિ મણે 350 રૂપિયા થી લઈ 500 રૂપિયા સુધી નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ઘઉંની આવક ઘટતાં ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. એટલે કે પ્રતિ મણે ઘઉંના ભાવ 450 રૂપિયા થી લઇ 800 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. એટલે કે ઘઉંના ભાવમાં એક મણ દીઠ 200 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે..
ઘઉંના ભાવમાં આટલો બધો વધારો આજદિન સુધી ક્યારેય નોંધાયો નથી. આ ભાવ નોંધાતાની સાથે જ તમામ ઐતિહાસીક સપાટીઓ ને તોડી નાંખી છે. સારી ક્વોલિટીના ઘઉંનું 700 રૂપિયા ઉપર વેચાઇ રહ્યા છે. જ્યારે મધ્યમ ક્વોલિટીના ઘઉંનું 500 રૂપિયા ઉપરના ભાવે વેચાઇ રહ્યા છે..
એટલા માટે ખેડૂતો ઘઉં વેચવા માટે પાટણના નવા ગંજ માર્કેટ યાર્ડ સુધી ઘસી આવે છે. આ સાથે સાથે દિવેલા પણ મબલક પ્રમાણમાં આવી રહ્યા છે. થોડા દિવસની અંદર દિવેલામાં કુલ 15 હજાર બોરીની આવક થઈ હતી. દિવેલાના ભાવ આ માર્કેટયાર્ડમાં તેરસો રૂપિયા લઇ 1400 રૂપિયા સુધી જોવા મળ્યા છે..
તેમજ રાયડાના ભાવ 1300 રૂપિયા 1500 રૂપિયા સુધી નોંધાયા છે. પાટણના નવા ગંજ માર્કેટ યાર્ડમાં રાયડાની કુલ ચાર હજાર બોરીની આવક થઇ છે. તેમજ હજી પણ કપાસ, એરંડા, વરીયાળી, રાઇડો, મેથી ,જીરું અને ઘઉં સહિતના પાકની આવક ખુબ મોટા પ્રમાણમાં થઈ રહી છે.
પાટણના નવા ગંજ માર્કેટ યાર્ડમાં આ તમામ પાકોની મોટી સંખ્યામાં આવક નોંધાતા જ વાહનોનો ખડકલો માર્કેટયાર્ડની ચારે બાજુ થઈ જતો દેખાય છે. સવારમાં એક જ સામટા વાહનો એકત્ર થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તેમજ માર્કેટ યાર્ડ માં ખુબ જ ભીડ જોવા મળી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]