Breaking News

આ મહિલાને છે ઘરની દીવાલ ખાવાની ટેવ, પાડોશીના ઘર પણ નથી મુક્યા બાકી.. જોઈને ચકિત થઈ જશો..

દુનિયામાં દરેક લોકોને કંઈક ને કંઈક આદત હોય છે તેમાંની ઘણી આદતો વ્યક્તિ માટે લાભદાયક હોય છે. જ્યારે કેટલીક આજે તો તેમનો નુકસાન કરાવી દે છે. આ ઉપરાંત કેટલાક લોકો વિચિત્ર આદત થી ટેવાયેલા હોય છે. આવી જ એક વિચિત્ર આદત ધરાવતી મહિલા અમેરિકા ના મિશિગન શહેરમાં રહે છે.

આ મહિલાનું નામ નિકોલ છે. નિકોલ ને બાળપણથી જ ચોક ખાવાની ટેવ છે. પરંતુ આ ટેવ ધીમે ધીમે આગળ વધતા કુટેવ બની ગઈ છે. જેના કારણે નિકોલે દિવાલ ખાવાનું શરૂ કર્યું છે. આ આદત એટલી હદે આગળ વધી ચૂકી છે કે નિકોલ એ દરરોજ 6 વખત પોતાના ઘરની દિવાલ ખોતરીને ખાય છે.

તમે લોકોને અન્ય ઘણી બધી વસ્તુઓ ખાતા જોયા હશે પરંતુ કોઈને દિવાલ ખાતા પહેલી વાર જ જોયા હશે… તેની આ આદત વિશે સાંભળીને લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. નિકોલ એ તેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેને સુકી દિવાલ ની સુગંધ તેમજ તેનું ટેક્ચર ખૂબ જ ગમે છે.

આ ઉપરાંત તેને તેનો સ્વાદ પણ ખૂબ જ પસંદ છે. નિકોલ ને દિવાલ ખાવાનું કેટલું પસંદ છે કે તે અઠવાડિયામાં 3.5 ચોરસ ફુટ જેટલી દિવાલ ખાઈ જાય છે. નિકોલે જણાવ્યું હતું કે જ્યારે તેને દિવાલ ખાવાનું મન થાય ત્યારે તે કોઈપણ જગ્યાએ દીવાલ ખોતરીને ખાવાનું શરૂ કરી દે છે.

નિકોલ પોતાની આ દીવાલ ખાવાની આ આદત વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે તેને બાળપણથી જ ચોક ખાવાની ટેવ છે. પરંતુ પાંચ વર્ષ પહેલા તેની માતાનું અવસાન થયું હતું. ત્યારે નિકોલ ને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો. માતાની મૃત્યુના ગમમાં નિકોલ ક્યારે દિવાલ ખાવાનું શરૂ કરી દીધું તે કોઈને જાણ હતી નહીં.

નિકોલે જણાવ્યું કે તેને દિવાલ ખાવામાં ખૂબ જ શરમ અનુભવાય છે. પરંતુ તેના માટે આ એક વ્યસન બની ગયું હતું. તેથી તે વધુ દિવાલ ખાવા માટે મજબૂર થઈ ગઈ હતી. આ ઉપરાંત નિકોલે જણાવ્યું હતું કે તેને વિવિધ પ્રકારની દીવાલોને પરીક્ષણ કરવાનું ખૂબ જ પસંદ છે. કેટલીક દીવાલો અત્યંત પાતળા પોઇન્ટ વાળા હોય છે.

જ્યારે કેટલીક દીવાલો જાડી હોય છે આ ઉપરાંત તેમનો ટેસ્ટ પણ અલગ-અલગ હોય છે. નિકોલે કહ્યું કે તેને દાણાદાર દિવાલ ખૂબ જ પસંદ છે કારણ કે તેમાં એક પ્રકારનો હોય છે. અને તેનો ટેસ્ટ પણ નિકોલ ને ખૂબ જ પસંદ છે. પરંતુ નિકોલની આ આદત વિષે ડોક્ટરને જાણ થતાં ડોક્ટરોએ ચેતવણી આપી છે.

ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિવાલ ના પેઇન્ટમાં રહેલા રસાયણો કેન્સર જેવા ભયાનક રોગ નો પણ કારણ બની શકે છે. આ ઉપરાંત આ રસાયણો આંતરડામાં મોટી સમસ્યા પણ ઉત્પન્ન કરી શકે છે. પરંતુ નિકોલ તેના વ્યસનને છોડી શકે તેમ નથી તે પોતાની આદતને આગળ વધારવા માટે લાચાર થઈ ગઈ છે.

તેણે પોતાના આવા વ્યસનને છોડી થી છુટકારો મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ તેમાં સફળ થઈ શકાતું નથી. નિકોલ ના ઘરની દીવાલો પણ દરેક જગ્યાએથી નબળી પડી ચૂકી છે. ડોક્ટરોએ નિકોલ ને ચેતાવણી આપી છે કે જો તે વહેલી તકે પોતાની આદતને છોડશે નહીં તો તે તેના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *