જુદા જુદા શહેરોમાં અનેક ફૂટણખાનાઓ ધમધમી રહ્યા છે. આ બાબત છડે ચોક જાહેર ચેહ છતાં પણ પોલીસ કોઈ પગલા ભરી રહ્યા ન હતા. સુરત શહેરમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ તંત્ર સફાળું બેઠું થયું છે. અને શહેરમાં ચાલતા સ્મોકિંગ ઝોન, couple box અને કુટણખાના ઓને બંધ કરાવવા માટે આગેકૂચ કરી છે…
છેલ્લા થોડાક જ દિવસમાં ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાના ઘણા કુટણખાના અને બંધ કરાવવામાં આવ્યા છે. હાલ સુરતના ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કમાં એક સ્પા આવેલું છે. જેમા એક નકલી પીએસઆઇ તોડ કરવા માટે ગઈ હતી. અને રોફ જમાવતી હતી. પોલીસે આ નકલી પીએસઆઇ ને પકડી પાડી છે..
અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને જેલના સળિયા ભેગી કરી દીધી છે. આ નકલી પીએસઆઇ નું નામ રિદ્ધિ શાહ છે. તે તેના સાગરીતોની મદદથી સુરતમાં આવેલા જુદા જુદા સ્પામાં તોડ-પાણી કરતી હતી. મોટાભાગના કુટણખાના અને સ્પા ગેરકાયદેસર ચાલતા હોય છે…
તેથી આ મહિલા પોતે નકલી પીએસઆઇ બની જાય છે. જ્યારે તેના સાગરિતોને નકલી કોન્સ્ટેબલ બનાવીને પોલીસના વેશમાં ત્યાં પહોંચીને સ્પામાં ઘુસી જાય છે. તેમજ ખોટી ખોટી ધમકીઓ અને રોફ જમાવે છે. પોલીસે આ યુવતીને પકડી પાડી છે. તે પૂછતાછ દરમિયાન જણાવી રહી હતી કે તે પોતે નર્સ તરીકે કામ કરતી હતી.
અને તેના થોડા દિવસ પહેલાં કોઈ કારણસર છૂટાછેડા થયા હતા. આ મહિલા ખૂબ શાતીર હતી. તે ખટોદરા પોલીસની હદમાં આવેલા સ્પામાં તોડ-પાણી કરવા માટે જતી હતી. ત્યારે તે ખટોદરાની મહિલા પીએસઆઇ બની જતી હતી. તે જ્યારે ઉમરા પોલીસના હદમાં આવેલા સ્પામાં તોડ પાણી કરવા જતી હતી…
ત્યારે તે ઉમરાની પીએસઆઇ બની જતી હતી. પોલીસના નામે તે ઢગલા મોઢે રૂપિયા ઉઠાવી લેતી હતી. પરંતુ પોલીસને આ વાતની જાણ મળતાં તેણે આ મહિનાને પકડી પાડી છે. કૂટણખાના સંચાલકો સામે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરવાના કારણે તેઓ હાવી થઈ ગયા છે. પરંતુ આ નકલી પોલીસ આવા સંચાલકોને લૂંટી લે છે…
મહિલાનું નામ રિદ્ધિ શાહ છે. તેમજ તેના સાગરીતોનાં નામ ભગુ સંખેડા અને ચિરાગ સરવૈયા છે. પોલીસે હાલ તેઓને રિમાન્ડ પર રાખ્યા છે. આવા ગઠીયાઓને પકડી પાડીને ખોટા દુષણો દુર કરવા માટે પોલીસ મથી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]