ગઈકાલે ભારે આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં જામનગર, રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમદાવાદમાં લાંબા સમય બાદ ગઈકાલે જુદા-જુદા વિસ્તારોનો ભેગો મળીને કુલ 25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા..
તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અમદાવાદમાં ઉસ્માનપુરામાં નવ ઇંચ વિરાટનગરમાં 6 ઇંચ, ચકોડીયામાં છ ઇંચ, ઓઢવમાં પાંચ ઇંચ, મેમકોમાં પાંચ ઇંચ દૂધેશ્વરમાં ચાર ઇંચ અને બોડકદેવમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા..
જ્યારે ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેમહેર જોવા મળી હતી. જેમાં કપડામાં માત્ર 8 કલાકની અંદર અંદર 12 ઇંચ વરસાદ કાબકી જતા સમગ્ર શહેર પાણીથી તરબોળ થઈ ગયું હતું. જ્યારે ધરમપુરમાં 8 ઈંચ, વાપીમાં 6 ઇંચ, પાલડીમાં 4 ઇંચ, દ્વારકામાં 5 ઇંચ, જોડીયામાં 4 ઇંચ અને વલસાડમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સાથે સુરતમાં પણ 4 ઇંચ વરસાદ પડતા નદી નાળામાં પાણી વહેવા લાગ્યા હતા..
સૌરાષ્ટ્રના જામનગરમાં સતત ચોથા દિવસે પણ ભારે મહેરના દ્રશ્યો સર્જાયા છે. જેમાં એક જ સાથે 7 ઇંચ વરસાદ ખાબકયો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ ખાબકતા સાત ડેમોની સપાટી ઓવરફળો થઈ છે. જેને પગલે કુલ 37 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે..
જામનગર અને દ્વારકા પંથકમાં વિનાશક પૂરું સર્જે તેવો વરસાદ નોંધાયો છે. ખંભાળિયા અને કલ્યાણપુરામાં તેમજ ગીર સોમનાથના માંગરોળ અને સુત્રાપાડામાં અતિશય ભારે વરસાદ વરસતા ખૂબ જ વધારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે ભાદર ડેમની જનક સપાટીએ વહેવા લાગ્યો છે.. ગઈકાલે રાજકોટ વાંચવાની જ કોટડા સાંગાણીમાં ત્રણે જ જામકંડોરણામાં 8 ઇંચ અને ધોરાજીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું છે કે 9 જુલાઈના રોજ ઓડીશામાં લો પ્રેસર સક્રિય થયું છે એટલે 11 તારીખ પછીના સમયે ગુજરાતમાં ફરી એક વખત વિનાશકપુર સર્જે તેવો વરસાદ વરસવા જઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી સારો વરસાદ નોંધાયો છે વલસાડ જિલ્લો છેલ્લા 15 દિવસથી પાણીમાં તરબોળ થયો છે કારણકે વરસાદ જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ વરસ્યો છે જેમાં કપરાડામાં તો મેઘરાજા મન મૂકીને વરસ્યા છે
અમદાવાદમાં આપવા માટેની સ્થિતિ સર્જાઇ હતી જેને પગલે જુદાજુદા વિસ્તારોને થઈને કુલ 25 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. બે કલાક સુધી શાહીબાગ અને ઉસ્માનપુરાના બ્રીજો પણ બંધ થઈ ગયા હતા. પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યો ત્યારબાદ જ આ બ્રિજ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. મેમકો, નરોડા, કોતરપુર, સરદાર નગર, મેઘાણીનગર સહિતના વિસ્તારોમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો..
જ્યારે દક્ષિણ ઝોનના થલતેજ ,ગોતા ,સાયન્સ સીટી, વિસ્તારમાં બે ઇંચ તેમજ દક્ષિણ ઝોનના મણીનગર, વટાવા, સહિતના વિસ્તારોમાં પણ બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં ક્યાંક મકાન ધારાશાયી ઘટનાઓ સામે આવી હતી, તો ક્યાંક વાહનો પાણીની અંદર ફસાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ મકાનના કાટમાળ પણ પડી આવ્યા હતા.
તો બેડ બોનર પણ ઉડી જવાના બનાવ બન્યા હતા. તેમજ જાહેર રસ્તા ઉપર વૃક્ષો ધારાશાયી થવાની પણ ઘટના ઠેર ઠેર સામે આવી છે. શિવરાજીની બ્રિજ પાસે શ્યામલ તરફ જવાના રસ્તા પર પણ આટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે, જેને કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને કેટલી બધી ગાડીઓ બંધ પડી ચૂકી હતી.
રસ્તાઓ તળાવ બની ગયા હતા આવા જળબંબાકાર વિનાશક વરસાદની વચ્ચે પોલીસના જવાનો ખડે પગે સેવા બજાવી રહ્યા હતા. ઠંડી હોય ગરમી હોય પુર હોય કે મોટી મહામારી ફાટી નીકળી હોય ગમે તેવી પરિસ્થિતિમાં અમદાવાદ શહેરની પોલીસ સતત ખડે પગે રહીને નાગરિકોની સેવા કરતી હોય છે..
મુશળધાર વરસાદની અંદર કેટલીક જગ્યા ઉપર અતિશય ભારે પાણી ભરાઈ ગયા હતા. જેમાં અનેક લોકો ફસાયા હતા. આ તમામ લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે તેમજ ટ્રાફિકના નિયમન માટે પોલીસે ખૂબ સારી સેવા બજાવી હતી. જેની પ્રશંશનીય કામગીરીને કારણે રાજીના ગૃહ મંત્રીએ પણ વખાણ કર્યા હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]