આ જગ્યાએ લોકો પાણીના પાઉચ ધરાવીને માને છે માનતા, થાય છે બધા જ કાર્યો પુરા.. વાંચો..!

કોઈપણ પ્રકારના આગરા પ્રશ્નોને ઉકેલવા માટે જે તે વ્યક્તિ ભગવાન દેવી દેવતાઓના સહારે જતા હોય છે. અથવા તો માનતા માનીને પોતાના દરેક કામો સારી રીતે પાર પડી જાય તેવી ઇચ્છા વ્યક્ત કરતા હોય છે. ગુજરાતના ઘણી ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની માનતા માની લે તો તે ઈચ્છા જલ્દીથી જલ્દી જ પૂરી થઈ જતી હોય છે.

તેમજ કોઈપણ પ્રકારની સમસ્યાનું ખૂબ જલ્દી નિવારણ આવી જતું હોય છે. હાલ આવું જ એક સ્થળ મહેસાણા જિલ્લાના મોઢેરા થી ચાણસ્મા તરફ જતા હાઇવે રોડ ઉપર મેસર ગામ આવેલું છે. આ મેસર ગામ ના પાટીયા થી નજીક જ એક નાનકડું મંદિર છે. આ મંદિર કોઇ દેવી-દેવતાઓનું નહીં.

પરંતુ માત્ર પાંચથી છ ઈંટો મૂકીને તેના પર દીવો પ્રગટે છે. કહેવાય છે કે અહીં માનેલી માનતા ટૂંક સમયમાં જ પૂરી થઈ જતી હોય છે. જ્યારે આજ સુધી કોઈ પણ વ્યક્તિની ઇચ્છા આ માનતા માની ને પૂર્ણ ન થઈ હોય એવું બન્યું નથી. એટલા માટે ઘણા લોકો આ સ્થળ નો મહિમા ખૂબ સારી રીતે જાણે છે..

આ જગ્યાએ કોઈપણ ચીજ વસ્તુઓની નહીં પરંતુ પાણી ભરેલા પાઉચ ની માનતા માનવામાં આવે છે. જો તમારી માંગેલી ઇચ્છા અથવા તો અટકેલા કાર્યો પૂર્ણ થાય થઈ જાય તો જે તે વ્યક્તિ પાણીના પાઉચ આ જગ્યા ઉપર મૂકી દેશે. ઘણા લોકોએ આ માનતા પૂર્ણ થતાં આ જગ્યા ઉપર પાણી ચડાવે છે.

જેના પગલે પાણી ભરેલી બોટલો નો આખો ડુંગર બની ગયો છે. તેમજ તે વિસ્તારમાં આજુબાજુમાં જ્યાં જુઓ ત્યાં પાણીની બોટલો જ નજરે ચડે છે. હકીકતમાં મેસર ગામ નજીક થોડા વર્ષો પહેલા એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા એ સમયે તેઓની મદદથી કોઈ પણ વ્યક્તિ આવ્યું ન હતું…

અને ચારે ચાર ઇજાગ્રસ્ત લોકો પોતાની તરસ છીપાવવા માટે પાણી પાણી એમ પોકાર કરી રહ્યા હતા. પરંતુ કોઈપણ વ્યક્તિએ તેમનો અવાજ ન સાંભળ્યો હતો. અને છેવટે તેઓ ની તરસ નથી પડતા તેઓએ જીવ ગુમાવ્યો હતો. બસ એ દિવસથી લઈને આજ સુધી આ જગ્યા ઉપર પાણી ચઢાવાની શરૂઆત થઇ ચૂકી છે.  હાલ આ સ્થળ ખૂબ જ ચર્ચામાં છે કારણકે અહીં માનેલી દરેક માનતા સમયસર પૂરી થઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment