આ દૂધ પિતા પહેલા ચેતજો નહીતો આવશે ટપોટપ મરવાનો વારો, પોલીસે છાપો મારીને સફેદ દૂધના કાળા કારોબારનો કર્યો પર્દાફાશ..!

ચોમાસાની સીઝન શરૂ થતા ફૂડ અને આરોગ્ય વિભાગ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી શંકાસ્પદ જગ્યાએ ચેકિંગ કરીને દરેક વસ્તુના નમુનાઓ મેળવવામાં આવે છે. તેમજ તેમાં કોઈ અખાદ્ય ચીજ વસ્તુ કે આરોગ્યને નુકસાન થાય તેવી વસ્તુઓની ભેળસેળ કરવામાં આવે છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવતી હોય છે..

કારણ કે શહેરના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય હંમેશા માટે સારું રહે એટલા માટે આરોગ્ય અધિકારી અને પૂર્વ વિભાગના અધિકારીઓ હંમેશા ચેકિંગ કરે છે. છેલ્લા ઘણા સમયથી જુદી જુદી જગ્યાએ ચેકિંગ કરતા કેટલી બધી ચીજ વસ્તુઓનો અખાદ્ય જથ્થો પોલીસે પકડીને નાશ કર્યો છે…

અને હવે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાંથી પોલીસે છાપો મારીને એક એવું કારનામો પકડી પાડ્યું છે કે જે જાણીને ભલભલા લોકોના હોય છૂટી ગયા છે. એસઓજી પોલીસને બાદમે મળી હતી એ મુજબ તેઓએ હરીપર ગામમાંથી એક ફેક્ટરી પર છાપો માર્યો હતો. આ ફેક્ટરીની અંદર નકલી દૂધ બનાવવાની મશીનરીઓ અને ચીજ વસ્તુઓ મળી આવી હતી..

આ ફેક્ટરી ની અંદર વનસ્પતિ ઘી ના ડબ્બાઓ, અમૂલ દૂધનો પાવડર તેમજ પાણી મિક્સ કરીને ખૂબ મોટા જથ્થામાં દૂધ બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ દૂધને કોઈને કોઈ રીતે શહેરના લોકો વચ્ચે વેચવામાં આવતું હતું. આ દૂધને ડેરીમાં વેચવામાં આવતું હતું કે લોકોના ઘર સુધી છૂટક રીતે વેચવામાં આવતું હતું.? આ તમામ બાબતોની જાણ પોલીસ મેળવી રહી છે..

પરંતુ પોલીસે વનસ્પતિ ઘીના 42 ડબ્બા, અમૂલ પાવડરના 14 જેટલી ગુણો અને નકલી દૂધ બનાવવાની મશીનરી પણ પકડી પાડી છે. આ ઉપર ડાલડા ઘી અને પાણીમાંથી બનાવવામાં આવેલું કુલ 800 લીટર કરતા પણ વધારે નકલી દૂધનો જથ્થો પોલીસે નાશ કર્યો છે. આ દૂધ જો કોઈ વ્યક્તિ રોજ પીતો હશે તો એક દિવસ એ વ્યક્તિને ખૂબ મોટી ગંભીર બીમારી થવાની શક્યતાઓ રહેલી છે…

લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર નકલી દૂધ બનાવનાર લોકોને પોલીસે પકડી પાડવાની કામગીરી શરૂ કરી છે. આ ફેક્ટરી છેલ્લા ઘણા સમયથી અહીંયા ધમધમી રહી હતી. તેમજ આ ફેક્ટરીના નકલી દૂધ બનાવવાના કાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે..? તેમજ આ ઉત્પાદનનો જથ્થો લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવતો હતો..? તેની વિગતો થોડા જ સમયમાં જાહેર થશે..

પોલીસે અહીંથી પાવડર, ઘી ,દૂધ સહિતના અન્ય નમૂનાઓને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે અને બનાવટી દૂધનો ના 800 લીટર દૂધનો નાશ કરી દીધો છે. પોલીસે આ ફેક્ટરીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અને આગળની કાર્યવાહી ચલાવી રહ્યા છે. હકીકતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરના લોકોને ક્યારેય પણ મૂકવા જોઈએ નહીં..

તેઓને પકડીને બરાબરની કડકમાં કડક સજા આપી જોઈએ કારણ કે આ બનાવટી દૂધ પીવાને કારણે કેટલાય લોકોના જીવને જોખમ રહે છે. આ બનાવટી દૂધ જો કેમિકલમાં પરિવર્તન પામ્યું હોય તો એક સાથે ઘણા બધા લોકોના મૃત્યુ થવાનો પણ ભય રહે છે. આવા લોકોને ક્યારેય પણ મુકવા જોઈએ નહીનહીતો તેઓ શું કરી બેસે તેનું નક્કી હોતું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment