Breaking News

આ ડોશી છેલ્લા 2 વર્ષથી પાડોશી સાથે કરતી રહી એવી હરકતો કે 2 વર્ષ બાદ ખબર પડતા પાડોશીને આવી ગયા ધોળા દિવસે અંધારા, થવું પડ્યું દોડતું..!

કહેવાય છે કે પડોશી આપણો પહેલો ભાઈ ગણાય છે, કારણ કે અડધી રાત્રે પણ દુઃખની ઘડી આવી પડીયે સૌપ્રથમ પડોશી જ હાથ લાંબો કરીને મદદ આવી પહોંચે છે. તો ગમે તેવા સુખમાં પણ પડોશી હંમેશા ખુશખુશાલ હોય છે. દરેક પડોશીઓ ખૂબ જ સારો વ્યવહાર રાખીને સુખી જિંદગી જીવતા હોય છે..

પરંતુ અમુક વખત પડોશી ઉપર મન મૂકીને વિશ્વાસ મૂકવો ખૂબ જ મુશ્કેલીઓ પણ સાબિત કરી શકે છે. અને હાલ કંઈક એવો જ બનાવ સામે આવ્યો છે. આ બનાવ છત્તીસગઢના ભીલાઈનો છે. જ્યાં સ્મૃતિ નગર ચોકી પાસે આવેલા 25 નંબરના રોડ ઉપર શ્રી શ્યામ વાટિકા વિસ્તારમાં સાગરભાઇ પોતાના પરિવારજનો સાથે રહે છે.

તેઓ ખૂબ જ મોટા બિઝનેસ સાથે જોડાયેલા હોવાથી પોતાના પરિવારજનોને સાથે લઈને અવારનવાર ઘરની બહાર જવાનું થતું હતું. તેમના માતા-પિતા પણ તેમના વતન રહે છે. તેઓ જ્યારે વતન એ રહેવા માટે ગયા હતા ત્યારે તેમના ઘરની એક ચાવી તેઓ તેમની સામે રહેતી 60 વર્ષની ડોશી કે જેનું નામ નિર્મલાબેન છે..

તેમને આપીને ગયા હતા. ત્યારબાદ સાગરભાઇએ નિર્મલાબેન પાસેથી આ ઘરની ચાવી પરત પણ લઈ લીધી હતી. એક દિવસ સાગરભાઇ તેમના પરિવારજનોની સાથે ડોંગરગઢના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. આ ઉપરાંત તેમના માતા-પિતા ચૌહાણનો કોઈ સંબંધીના ઘરે હતા. ત્યારે ઘરે તાળું લટકતું જોઈ ચોર લૂંટારાએ ચોરી કરી લીધી હતી..

જેમાં સાગરભાઇ ડુંગરગઢ મંદિરના દર્શન કરીને રાત્રે 11:00 આસપાસ ઘરે પરત ફરિયાદો તેમના બેડરૂમના કબાટનું લોકર પણ તુટેલું જોવા મળ્યું જેમાં 40 ગ્રામ વજનનો એક સોનાનો હાર, કાનની બુટ્ટીઓ 20 ગ્રામની સોનાની ચેન, પાંચ તોલાનું સોનાનું લોકેટ, 15 ગ્રામની સોનાની ત્રણ વીંટીઓ મળીને કુલ 4,00,000 ની કીમતી દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ સાગરભાઇ તાત્કાલિક સ્મૃતિનગર પોલીસ સ્ટેશનને હાજર થયા અને પોતાના ઘરે થયેલી આ મોટી ચોરીની ઘટના જણાવી હતી પોલીસે ફરિયાદ નોંધણીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી. જેમાં આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતા જણાયું કે, સાગરભાઇના ઘરે તાળું લટકતું જોયા બાદ તેમના સામેના ઘરમાં રહેતી નિર્મલા નામની મહિલા ત્યાં દેખાઈ હતી..

બસ આ કડીના આધારે નિર્મલાબેનની કડકમાં કડક પૂછતાછ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં તો તેણે પોલીસને ગોળ ગોળ ફેરવ્યા પરંતુ વધુ કડક પૂછતા શરૂ કરતા તે ભાંગી પડી હતી અને તેને જણાવી દીધું કે, જ્યારે સાગરભાઇના માતા-પિતા વતને જતા હતા ત્યારે તેઓએ એક ચાવી તેમને સાચવવા માટે આપી હતી..

અને એ ચાવીની નિર્મલા બહેને ડુબલીકેટ ચાવી બનાવી લીધી. અને ત્યારબાદ સાગરભાઇ તેના પરિવારજનો સાથે જ્યારે જ્યારે પણ ઘરે તાળું મારીને બહાર જતા ત્યારે તેમના ઘરેથી નજીવા રકમની ચોરી કરી લેતી હતી. મોટા મોટા રૂપિયાના બંડલોમાંથી માત્ર બે થી ત્રણ નોટો ફેરવી લેતી હતી..

જેથી તેનું પરિવારનું ગુજરાન પણ ચાલી જતું હતું. અને મોજશોખ પણ પૂરા થઈ જતા હતા. પરંતુ આ વખતે તેણે ₹4,00,000 ના સોનાની ઉપર નજર નાખી હતી. અને આ તમામ સોનાનો માલસામાન લૂંટી લીધો હતો અને હવે આ લાલચ તેને ખૂબ જ ભારે પડી છે. તે છેલ્લા બે વર્ષથી સાગરભાઇના ઘરેથી અવારનવાર 5000 કે 10,000 રૂપિયાની ચોરી ટુકડે ટુકડે કરતી હતી.

પરંતુ આ વખતે તેણે એક સાથે ચાર લાખ રૂપિયાના સોનાના ઘરેણા ચોરી કરી લેતા તેનો ભાંડો ફૂટી ગયો છે. જ્યારે આ ઘટના સામે આવે ત્યારે નિર્મલ બહેનના દીકરા દીકરી તેમજ તેના પતિ પણ ખૂબ જ શરમ અનુભવી રહ્યા છે. તેઓ વિચારે છે કે, તેઓ એ પોતાના ઘરમાં એ કોઈપણ સાધન સામગ્રીની તેમજ સુખ સગવડની વસ્તુઓમાં કચાસ રાખી નથી..

છતાં પણ નિર્મલા બહેને શા માટે ચોરી કરવી જોઈએ આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. તો નિર્મલાબેન ના પરિવારજનોનું માથું શરમથી નીચે ઝૂકી ગયું છે. કારણ કે નિર્મલાબેનની આ કાળી કરતુતોનો ભાંડો ફૂટી ગયો છે. અને હાલ હવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ રહી છે..

જ્યારે બે વર્ષ બાદ સાગરભાઇને જાણ થઈ કે તેમના પડોશમાં રહેતા વ્યક્તિ જ તેમની સાથે ન કરવાના કારનામાઓ કરી ગયા છે. તેમની આ હરકતને જાણીને સાગરભાઇને પણ ધોળા દિવસે અંધારા આવી ગયા હતા. અને તેઓ પણ વિચારમાં મુકાઈ ગયા છે આખરે અમે પણ કેવા મુર્ખ છીએ કે મહિલા અમારા ઘરે હાથફેરો કરી જતી છતાં પણ અમને ખબર રહી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *