આ દિવસો ગુજરાત ઉપર ફરી એકવાર ભારે સાબિત થશે, અરબ સાગરમાંથી આવી રહી છે મોટી આફત, ખેડૂત ખાસ તારીખો નોંધી લેજો..!

ગુજરાતમાં હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની સિઝન ચાલુ થઈ ત્યારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો હતો. હાલમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. વરસાદને કારણે ઘણી બધી મુશ્કેલીઓ લોકોને થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં હજુ સુધી 22 ઇંચ સાથે મોસમનો 57 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં વરસાદ થઈ ચૂક્યો છે. દરેક જિલ્લામાં 100% થી વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાત રાજ્યમાં ગયા અઠવાડિયામાં ખૂબ જ સારો વરસાદ વરસી ચુક્યો હતો. દરેક જિલ્લાઓમાં 22 ઇંચ સુધીનો વરસાદ વરસી ચુક્યો હતો.

જેને કારણે દરેક જિલ્લાઓમાં પાણી પાણી વરસાદને કારણે થઈ ગયું હતું. પશ્ચિમ બંગાળની લો પ્રેસરની સિસ્ટમને કારણે ખૂબ જ સારો વરસાદ હતો. જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર આ જિલ્લાને ખૂબ જ ભમરોળી નાખ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગ તેમજ સુરત જિલ્લાને ધોધમાર વરસાદથી પાણી પાણી કરી નાખ્યા હતા. દરેક જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે કચ્છ તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરેક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જિલ્લાઓની નદી બે કાંઠે વહેવા લાગી હતી.

નદી, તળાવ, તેમજ ડેમો નાળાઓ છલકાવવાને કારણે પુલ જેવા નાના પુલો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં દરેક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા હતા. કારણ કે નેશનલ હાઈવે પર પાણી ભરવાની કારણે લોકોની અગરજવર બંધ કરી દેવામાં આવી હતી. જેમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ વરસાને કારણે જુલાઈ મહિનાનો ખૂબ જ સારો વરસાદ રહ્યો હતો અને સિઝનનો 79% વરસાદ નવસારી જિલ્લામાં પડ્યો હતો અને 81% વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો હતો. દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું હતું.

દર વર્ષની સરખામણીમાં ફક્ત પહેલા અઠવાડિયામાં જ ખૂબ જ સારો વરસાદ વરસી ગયો હતો. અરબી સમુદ્રમાં હજુ પણ આગામી દિવસોમાં લો પ્રેશરની સિસ્ટમને કારણે બે દિવસ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ લો પ્રેસરની સક્રિય સિસ્ટમ મધ્યપ્રદેશની આસપાસ પહોંચવાની શક્યતા છે. જેને કારણે રાજ્યમાં ખૂબ જ સારું ચોમાસુ પર પાછું જોવા મળશે.

પરંતુ તેના પછીના પાંચ દિવસમાં નહિવત વરસાદ જોવા મળશે. જેને કારણે લોકોને ગરમી અને બફારાનું પ્રમાણ સહન કરવું પડશે. દરેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે અને 22 જુલાઈથી 26 જુલાઈ પાછો વરસાદ ખૂબ જ ભારે પડવાનું ચાલુ થશે. 22 થી 26 જુલાઈ હવામાન શાસ્ત્રીઓના અનુમાન મુજબ જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી છે.

દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે. આમ દરેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસીને દરેક જિલ્લાઓને ધમરોળી નાખ્યા હતા. રાજ્યના ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. રાજ્યમાં ભારે ચોમાસાને કારણે દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

તેના લીધે લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શહેરી વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે લોકોના ઘરોમાં પાણી ગુસ્સ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોની ઘરવખરી તેમજ અનાજ પણ તણાઈ ગયું હતું અને ગ્રામ્ય વિસ્તારોમાં નદી બે કાંઠે કારણે લોકોના ગામોમાં પાણી ઘસ્યા હતા અને લોકોની પશુ પાલકો અને તેઓના ઘરોને પણ ઘણું બધું નુકસાન થયું હતું. આમ દરેક વિસ્તારમાં ભારે વરસાદને કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment