Breaking News

આ ચાર યુવકો ATM મશીન સાથે કરતા એવું કે જાણીને મોટી મોટી બેંક પણ માથા ખંજવાળવા લાગી, તમે પણ આ મામલો જાણ્યા બાદ ચેતી જજો..!

રોજ રોજ રાજીમાં ઘણી બધી છેતરપિંડીના મામલાઓ સામે આવે છે. જેમાંથી ઘણી બધી છેતરપિંડી કરનાર ચોર લૂંટારાઓ એવી મગજની કરામતો રચે છે કે, ભલભલા લોકોને હોશ ઉડાવી દેતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરની એચડીએફસી બેન્કની અંદર વારંવાર ફરિયાદો આવતી હતી કે, એસબીઆઇ બેન્કના એટીએમનો ઉપયોગ કર્યા બાદ પૈસા ઓટોમેટીક કપાઈ ગયા છે..

અને તેમના હાથમાં પણ આવ્યા નથી. આ કમ્પ્લેન ને લઈને એચડીએફસી બેન્કના કસ્ટમર ખૂબ જ પરેશાન હતા. આ ઉપરાંત તેઓ એકાઉન્ટમાંથી ડેબિટ થયેલા રૂપિયા અને ફરી પાછા ક્રેડિટ કરવા માટે બેંકને વિનંતી કરી રહ્યા હતા. આ ફરિયાદને આધારે SBI બેન્ક એચડીએફસી બેન્ક ને પૈસા પણ ચૂકવી દીધા હતા..

પરંતુ આ ઘટનામાં કુલ ચાર છેતરપિંડી આચરનાર લબરમુછીયાઓનો સમાવેશ થતો હતો. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર SBI નું એટીએમ મશીન આવેલું છે. આ મશીન સાથે ચેડા કરીને ચાર લોકો છેતરપિંડી આચરતા હતા. આ ચાર યુવકોના નામ મહંમદ અહેમદ, કરણ હરીશભાઈ, તાલીમ હુસેન અને મોબિન ખાન છે.

પોલીસે આ ચારેયની ધરપકડ કરી છે. કારણ કે ગાંધીગ્રામ પોલીસને પણ ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચાર યુવકો જ બેંકના એટીએમ સાથે ચેડા કરીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ ચારે યુવકો પાસેથી કુલ બે મોબાઈલ ફોન, તેમજ અલગ અલગ બેંકના કુલ 22 કરતાં વધારે એટીએમ કાર્ડ અને hdfc bankની ત્રણ જેટલી પાસબુક પણ મળી આવી છે..

તેઓ એસબીઆઇ બેન્કના એટીએમ મશીનની અંદર પૈસા ઉપાડવા માટે જતા હતા. એ દરમિયાન જ્યારે મશીનમાંથી પૈસા આઉટર બોક્સમાંથી બહાર આવે એટલે તાત્કાલિક પૈસાને ખેંચી લેતા હતા. અને ત્યારબાદ એટીએમ મશીનના આઉટર બોક્સ અને હાથ વડે કડક પકડી રાખતા હતા…

એટલે કે પૈસા બહાર આવ્યા બાદ આઉટર બોક્ષને અંદર જવા દેતા હતા નહીં. એટલે કે મશીનમાં એરર આવતી હતી. અને બેંકની એવું જાણવા મળતું કે, કસ્ટમરને પૈસા મળેલા નથી. પરંતુ એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે. તો જ બેંકને મેસેજ મળે છે કે, કસ્ટમર સુધી પૈસા પહોંચી ગયા છે. પરંતુ આ બોક્સને ખેંચી રાખવામાં આવતા મશીનમાં પણ એરર આવી જતી હતી.

વારંવાર આ પ્રકારના બનાવો બનતા બેંકના કર્મચારીઓ પણ માથું પકડીને ખંજવાળવા લાગ્યા હતા અને વિચારમાં મુકાઈ ગયા કે આખરે આ શું થઈ રહ્યું છે..? અને વારંવાર કસ્ટમરની ફરિયાદ શા માટે આવી રહી છે.. પરંતુ આ લબરમુછીયાને કારણે વારંવાર એટીએમ મશીન માંથી હેરાન આવતી હતી.

પોલીસે તાત્કાલિક આચાર યુવકોને પકડી પાડ્યા છે. હકીકતમાં એટીએમ મશીન વાપરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો એટીએમ મશીનમાં દાખલ કરવામાં આવતો પીન આસપાસના વ્યક્તિઓને ખબર પડી જાય એને કદાચ આપણું કાર્ડ ખોવાઈ જાય તો તેઓ આપણા કાર્ડ માંથી પૈસા ઉપાડી શકે છે..

જ્યારે કોઈ વ્યક્તિનું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય ત્યારે તાત્કાલિક બેંકમાં ફોન કરીને પહેલા એ કાર્ડને બંધ કરાવી દેવું જોઈએ. જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિના હાથમાં આવે તો તેનો ગેર ઉપયોગ ન થઈ શકે, આ ઉપરાંત હંમેશા બેંકની કોઈપણ માહિતી અન્ય અજાણ્યા વ્યક્તિઓને આપવી ન જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *