Breaking News

આ બે પાકો થી છલકાયુ આખે આખુ માર્કેટિંગ યાર્ડ, અને પછી તો લેવાયો તુરંત આ નિર્ણય..

આ વર્ષે કુદરતી આફતોને કારણે અને વારંવાર પડેલ કમોસમી વરસાદ ને પગલે ખેતરમાં દરેક પાકોનું ઉત્પાદન ખૂબ નબળા પ્રમાણમાં થયું છે. આ વાત દરેક લોકો વચ્ચે જગ-જાહેર જ છે અને સરકાર પણ ખુબ સારી રીતે જાણે જ છે કે સમગ્ર રાજ્ય માં ક્યાં વિસ્તારોમાં કેટલા પાકો માં ક્યાં પ્રકારનું નુકશાન થવા પામ્યું છે જેને ધ્યાન રાખીને જ,

બીજી બાજુ સરકારી ટેકાના ભાવ તેમજ એપીએમસી માર્કેટ યાર્ડોમાં પણ દરેક પાકોના ભાવ ખૂબ ઊંચા બોલાઇ રહ્યા છે. જેના પગલે ખેડૂતો દરેક પાકોનો સંગ્રહ કર્યા વગર જ સીધા APMC માર્કેટ યાર્ડ વેચવા માટે પહોંચી જાય છે જેના લીધે કોઈપણ પાક નો યોગ્ય ભાવ ઉત્તમ રીતે મેળવી શકે અને આખરે ખેડૂતો ને પણ પોતાના પાકો નો સારો ભાવ.

હાલમાં કેટલાય સ્થાનો અને તાલુકા અને શહેરોમાં આવેલ જુદા-જુદા પાક ના માર્કેટિંગ યાર્ડ માં અલગ-અલગ પણ સમાંતરે જરૂરિયાત મુજબ પાકની ઉત્તમ ભાવ પર મળતી આવક ને આધારે ખરીદી હાથ ધરવામાં આવી છે જેના કારણે ધરતી પુત્રોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે જે ખરેખર સારી વાત ગણવામાં આવે છે.

હાલમાં એક માર્કેટિંગ યાર્ડમાં કંઈક જુદા જ પ્રકારનો કિસ્સો બનવા પામ્યો છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતોમાં મહત્વનું બની રહ્યું છે. સમગ્ર રાજ્યના યાર્ડની સરખામણીમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાની જણસોના ઊંચા ભાવ મળે છે.

ખાસ કરીને જો વાત કરવામાં આવે તો  સૌરાષ્ટ્રના ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, ચણા, ડુંગળી અને જીરુ જેવી જણસો લઈને આવે છે. ફરી એક વાર હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણા ની ખુબ મબલખ આવક થઇ હતી. વહેલી સવારથી લઈને સમગ્ર દિવસ યાર્ડ બહાર વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

ખાસ કરીને વાત કરવામાં આવે તો જામનગર ટૂંકમાં સૌરાષ્ટ્ર પંથકમાં જામનગર ની આસપાસ ની ખેતી લાયક જમીનો માં ખેડૂતો એ પોતાની સૂઝ ને આવડત થી ધાણા અને ચણા નો પાક ખુબ મોટા પ્રમાણ કરવામાં આવ્યો હોય એવું જોવા મળી રહ્યું છે જેમાં નુકશાન ની પણ અન્ય પાકો ની સરખામણીમાં ઓછી દેખાતી હોય છે.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું કે હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ચણાની આવક ખોલવામાં આવી હતી, જેમાં કુલ 500 વાહનો અને ધાણાની 21 હજાર ગુણી, ચણાની 3500 ગુણીની આવક થઇ હતી. સાથે જ જણાવવામાં આવ્યું કે જગ્યાના અભાવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશભાઈએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે રાય-રાયડાની આવક તારીખ 9/03/2022ના રોજ બપોર પછી 3 વાગ્યાંથી રાત્રીના 9 વાગ્યાં સુધી ખોલવામાં આવેલ છે. ત્યારબાદ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ આવક બંધ રહેશે, જેની તમામ  ખેડૂતભાઈઓએ ખાસ નોંધ લેવી.

હાપા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી કાલાવડ તથા આસપાસના વિસ્તારમા ખેડુતો અહી લાવે છે. અન્ય યાર્ડમાં વેપારીઓની ઓછી સંખ્યાના કારણે ખેડુતો ખુલ્લા બજારમાં હરીફાઈનો પુરતો ફાયદો ના મળતો હોવાથી ખેડુતો અન્ય તાલુકા અને જિલ્લામાંથી પણ હાપા યાર્ડમાં આવતા હોય છે. હાલના સમયમાં ડુંગળી માટે ખેડુતો અન્ય જિલ્લામાંથી પણ અહી આવતા હોવાથી ડુંગળી તેમજ ધાણાની મબલખ આવક થઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *