હાલ ડગલેને પગલે ગુનાખોરી વધી રહી છે. રોજ રોજ પોલીસ સ્ટેશનના એવા ઘણા બધા ગુનાઓ નોંધાયા છે. કે લોકો વિચારવા પર મજબૂર બની ગયા છે કે આ ગુનાખોરી ક્યાં જઈને ઊભી રહેશે. હાલ ખૂબ જ ચોંકાવી દે એવો એક બનાવ ગાંધીનગરના કલોલ પંથકમાંથી સામે આવ્યો છે.
કલોલ પંચવટી વિસ્તારમાં પોલીસે બે શખ્સોને પકડી પાડયા છે. આ બન્ને શખ્સો એવું કામ કરતા હતા કે જેના કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. કલોલ પંથકના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા ઘણા સમયથી જુદીજુદી ફરીયાદો નોંધાઈ હતી કે ધાબા ઉપર લાગેલા કેબલ વાયર કાપી નાખવાના તેમજ કેબલ વાયર ચોરી થવાની ઘટનાઓ પણ બનતી હતી..
આ બાબતે સ્થાનિક લોકો પોલીસ સ્ટેશનના દરવાજા સુધી પણ પહોંચ્યા હતા. અને એક દિવસ પોલીસને બાતમી મળી એ મુજબ તેને આ બંને યુવકોને રેલ્વેબ્રીજ પાસેથી પકડી પાડયા હતા. આ બંને યુવકો જુદી-જુદી સોસાયટીઓને ટાર્ગેટ બનાવતા હતા અને રાત્રીના સમયે જ્યારે લોકો સૂઈ જાય ત્યારે જુદા જુદા મકાન તેમજ બિલ્ડિંગ ના ધાબા પર ચડીને ધાબા પર રહેલા ટીવી, વાઇફાઇ અને જુદી જુદી ચીજ વસ્તુઓના વાયરોને કાપીને તેને કેબલની ચોરી કરી લેતા હતા..
આ ઉપરાંત ઘણા ખરા લોકોના કેબલ તો એમના કાપીને જ ત્યાંથી ચાલ્યા જતા હતા. [પહેલાતો સૌ કોઈ લોકોમાં ભારે ડરનો માહોલ સર્જાઈ ગયો હતો કારણ કે જે ઘરે તેઓ ધાબે ચડીને કેબલ કાપતા હતા તે ઘરના લોકોધાબે સુતા હોઈ છતાં પણ કેબલ કાપી લેતા હતા. આ બંને યુવકો આટલા બધા ભેજેબાજ હતા કે આ તમામ કેબલ અને કાપીને તેનું ગૂંચળું સ્કૂલ બેગની અંદર છુપાવી દેતા હતા..
જેથી કરીને કોઈ વ્યક્તિને શક ન જાય. આ યુવકોને હિંમત એટલી બધી વધારે હતી કે રાત્રે ધાબા પર સુવા જતા લોકો સાથે સુતા હોય છતાં પણ તે ધાબા પર ચડી જતા હતા અને કેબલ કાપીને કેબલ ચોરી કર્યા બાદ જતા રહેતા હતા. તેઓને ધાબા પર સૂતેલા લોકો નો સહેજ પણ ડર હતો નહીં આ બંને યુવકો જુદા જુદા વિસ્તારોમાંથી ઘણો બધો કેબલ કાપીને વેચી દેતા હતા..
અને તેમાંથી પૈસા મેળવી લેતા હતા. પોલીસે તેને પકડી પાડતાની સાથે તેની પાસેથી સ્કુલ બેગ મળી આવ્યું છે. જેમાં કટર, મોબાઇલ અને ૧૮૦ મીટર કેબલ મળી આવ્યો છે. આ કેબલના કુલ 25 ગુચળા પોલીસે તેની પાસેથી પકડી પાડ્યા છે. પકડી પાડ્યા બાદ તેમણે કડક પૂછતાછ કરવામાં આવી છે. તેમાં તેઓએ જણાવ્યું છે કે તેઓ સાબરમતી થી લઈને કલોલ પંચવટી વિસ્તાર સુધીના તમામ સોસાયટી અને બિલ્ડિંગોમાં કેબલ કાપી નાખ્યા છે.
અને તેને બેગમાં સંતાડી દીધા હતા. આ ઉપરાંત આ બંને લોકો પાસેથી 54 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. હાલ આ બંને લોકોને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પહેલા તો રાત્રીના સમયે આ લોકો ધાબા પર ચડતા જ લોકોને જ થયું કે આ બંને લોકો મહિલાઓ સાથે કૈક ખોટું કરી રહ્યા છે પરતું આ મામલો હકીક્તમાં ચોરી સાથે સંકળાયેલો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]