Breaking News

95 વર્ષની ઉંમરે આ દાદીનું ભક્ક્મ ડ્રાઈવિંગ જોઈને ભલભલા પાક્કા ડ્રાઈવર પણ માથું પકડી ગયા, જુવો દાદીની મોજ..!

મધ્યપ્રદેશ રાજ્યના દેવા જિલ્લાના એક 95 વર્ષીય મહિલાએ સાબિત કર્યું છે કે જો કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા અને ધગસ હોય તો કોઈ પણ કાર્ય પાર પાડી શકાય છે. આજ સુધી તમે કોઈપણ ઉંમરલાયક વ્યક્તિને કાર ચલાવતા જોયા હશે નહિ. પરંતુ મધ્યપ્રદેશ ના દેવાસ જિલ્લામાં રહેતા 95 વર્ષના રેશમબાઈ જે પ્રકારે કાર ચલાવે છે તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો…

મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાથી લગભગ 7 કિલોમીટર દૂર બિલાવલી ગામમાં 95 વર્ષીય રેશમબાઈ રહે છે. તેઓને 4 દીકરા અને 2 દીકરીઓ છે. તેઓ ખૂબ જ શોખીન પ્રકારની વ્યક્તિ છે. તેઓએ થોડા સમય પહેલા પોતાની પૌત્રીને કાર ચલાવતા જોઈ હતી. જે જોઈને તેમને પણ કાર ચલાવવાની ઈચ્છા થઈ ગઈ…

જેથી આ બાબતની જાણ તેના સૌથી મોટા દીકરા નારાયણ સિંહ ને કહ્યું હતું. પરંતુ નારાયણ સિંહે તેમની માતાને કાર ન ચલાવવા માટે ઘણો સમજાવ્યું હતું. પરંતુ રેશમબાઈ માન્યા ન હતા. ત્યારબાદ તેમના નાના દીકરા સુરેશ સિંહે રેશમબાઇને કાર ચલાવતા શીખવવાનું શરૂ કર્યું હતું. રેશમબાઈ ફક્ત ત્રણ મહિનામાં જ કાર ચલાવતા શીખી ગયા હતા…

સામાન્ય રીતે યુવાન યુવક યુવતીઓ કાર અને બાઇક ચલાવતા હોય છે. પરંતુ અહીં એક 95 વર્ષના રેશમબાઈ ને સાડી પહેરીને કાર ચલાવતા જોઈને આસપાસ રહેતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રેશમવાઈ ફક્ત કાર જ નહીં પરંતુ ટેકટર પણ ચલાવે છે. રેશમભાઈ ગામડે રહેતા હોવાથી દરરોજ સવારે ગાયને ચારો નાખે છે…

આ ઉપરાંત સવારે ગામમાં રહેલા મંદિરમાં પૂજાપાઠ કરે છે. તેમજ આ ઉંમરે પણ ખેતરમાં ખેતી કામ કરવા માટે જાય છે. તેમના ચારે દીકરા અને બંને દીકરીઓના લગ્ન થઈ ગયા છે. જેથી તે દાદી, સાસુ અને નાનીના કિરદારો પણ નિભાવી રહ્યા છે. આ ઉપરાંત રેશમભાઈ ના સૌથી મોટા દીકરા નારાયણ સિંહે જણાવ્યું કે..

પરિવારના અન્ય સભ્યોને એન્ડ્રોઈડ મોબાઈલ ચલાવતા જોઈને તેમણે પણ ટચ સ્ક્રીન મોબાઈલ ચલાવવાની ઈચ્છા પ્રગટ કરી હતી જેથી નારાયણ સિંહ તેમને એન્ડ્રોઈડ ફોન લાવી આપ્યો હતો. તેઓ થોડા જ સમયમાં ફોન ચલાવતા શીખી ગયા હતા. રેશમબાઈ ની પૌત્રી એ કાર ચલાતો તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

જેથી ઘણા લોકો રેશમબાઈ ની પ્રશંસા કરી રહ્યા છે. તેમના ડ્રાઇવિંગ પ્રત્યેના આ પ્રેમને જોઈને તેમના દીકરા નારાયણ સિંહે રેશમબાઈને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી પણ આપી છે. હાલ સોશિયલ મીડિયામાં આ દાદીનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો મોજ મેળવવા રસપ્રદ રીતે આ વિડીયો જોઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *