આજકાલ દરેક માતા પિતાને સાથે સાથે પરિવારના અન્ય સભ્યોને પણ નાના બાળકો ઉપર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. પરિવારના સભ્યોની સહેજ અમથી બેદરકારી પણ બાળકનો જીવ લઈ બેસે છે. નાની નાની બાબતમાં ચીવટ રાખવી પડતી હોય છે. નહીં તો મોટી તકલીફો નો સામનો કરવાનો વારો આવે છે..
ગઈકાલે નડિયાદના મહેમદાવાદના નેનપુરી વિસ્તારમાં માત્ર 11 મહિનાની એક બાળકી એક ડબ્બીનું ઢાંકણું ગળી ગઈ હતી. આ ઘટના બન્યાના હજુ એક દિવસ પૂર્ણ થયો નથી. એવામાં વધુ એક બનાવો આ પ્રકારનો સામે આવી ચૂક્યો છે. જે ઠાસરાના કાલાચરમાંથી સામે આવ્યો છે. જ્યાં નવ વર્ષના એક બાળકે રમત રમતમાં એવું કરી નાખ્યું છે કે જેના કારણે તેના માતા પિતા હોસ્પિટલ દોડતા થયા છે..
માત્ર નવ વર્ષના એક બાળક કે સીટી વગાડતા વગાડતા મોઢેથી ખૂબ જ ઉંડો શ્વાસ લીધો હતો. જેના કારણે સિટીમાં રહેલો પ્લાસ્ટિકનો ભાગ પેટમાં ચાલ્યો ગયો હતો. શ્વાસનળી ની અંદર ફેફસાના ભાગમાં આ પ્લાસ્ટિકની સીટી પહોંચી જતા જ્યારે બાળક શ્વાસ લે ત્યારે સીટી નો અવાજ આવતો હતો. અને તેને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફો પડવા લાગી હતી..
જ્યારે બાળકના માતા-પિતાને જાણ થઈ કે તેમનો દીકરો સીટી ગળી ગયો છે. ત્યારે તાત્કાલિક તેને નડિયાદની એનટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટર સુપ્રીત પ્રભુએ એન્ડોસ્કોપીની કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ તેની સર્જરી કરીને મહામહેનતે નવ વર્ષના બાળકના ફેફસામાંથી પ્લાસ્ટિકની સીટીનો આ ભાગ બહાર કાઢવામાં આવ્યો હતો.
હકીકતમાં બાળકને વાલીએ સમય સૂચકતા દાખવી અને તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ ભેગો કર્યો એટલા માટે તેનો જીવ બચ્યો છે. નહીં તો આ બાળકનો જીવ જવાની પણ શક્યતા રહેલી હતી. ડોક્ટરે આ સફળ સર્જરી બાદ જણાવ્યું છે કે, બાળકને પદાર્થ સુઘાડીને બેભાન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની એન્ડોસ્કોપીથી સર્જરી કરવામાં આવી છે…
આ સર્જરી લગભગ અડધાથી પોણા કલાક સુધી ચાલી હતી અને ત્યારબાદ તેના ફેફસાના ભાગમાંથી આ સીટી બહાર કાઢીને તમામ જોખમને નષ્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ આ બાળકને દાખલ રાખવામાં આવ્યો છે. પરંતુ હવે તે આવનારા બે દિવસમાં બિલકુલ સ્વસ્થ થઈ જશે તેના પેટમાંથી પ્લાસ્ટિકનો એક ભાગ બહાર કાઢવામાં આવ્યો છે….
તેઓએ વધુમાં જણાવ્યું છે કે, જ્યારે બાળકો ઘરની બહાર રમવા જાય છે. ત્યારે તે શું કરી રહ્યા છે. તેની તમામ બાબતોની જાણ માતા-પિતાએ રાખવી જોઈએ નહીં તો આવા બનાવો અવારનવાર બનતા રહેશે. જો માતા-પિતા જ બાળકોનું ધ્યાન નહીં રાખે અને કાળજી નહીં રાખે તો બાળકો પણ અસમજણને કારણે શું કરી બેસે તેનું નક્કી હોતું નથી..
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ગામડા વિસ્તારમાં નાના બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચોકલેટ, ચિંગમ કે અન્ય કોઈ ખાદ્ય ચીજ વસ્તુઓના પેકેટની સાથે સાથે એવું રમકડું આપવામાં આવતું હોય છે. જેના કારણે બાળકો પોતાના માતા પિતાને દુકાન તરફ ખેંચી જાય અને વસ્તુ ખરીદવા પર મજબૂર કરી બેસે.. આ વસ્તુને ખરીદ્યા બાદ સિસોટી, ચોકલેટ કે અન્ય કોઈ રમકડું તે રમવા લાગતા હોય છે જેને કારણે આવા બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]