Breaking News

80 ફૂટ ઊંચાઈ પરથી લગાવી આ મહિલાએ છલાંગ અને એ સમયે જ તૂટી ગયું દોરડું.. અને પછી જે થયું…

તમે જ્યારે ફરવા જાવ છો ત્યારે જુદી જુદી એક્ટિવ કરવાનું ખૂબ મન થતું હોય છે. પરંતુ એ એક્ટિવિટી કરવા માટે પોતાના જીવને જોખમમાં મુકો એ યોગ્ય કહેવાય નહીં. બંજી જમ્પિંગ, પેરાગ્લાઈડિંગ, રિવર રાફ્ટિંગ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ખૂબ ભારે માત્રામાં જીવને જોખમ રહેલું છે..

છતાં પણ લોકો તેને અજમાવતા હોય છે. મોજશોખ માટે લોકો કંઇપણ કરવા માટે તૈયાર થઈ જાય છે. પછી તે વિમાનમાંથી કૂદકો મારવાનો હોય કે દરિયા ની અંદર જઈને જળચર પ્રાણીઓને નિહાળવાનું હોય.. મોજશોખ માટે બધુ કુરબાન કરવા લોકો તૈયાર છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયોમાં બંજી જમ્પિંગ કરતી વ્યક્તિની ચીસો ફાટી જાય તેવો એક વીડિયો સામે આવ્યો છે.

જે જોઈને તમારા પણ હોશ ઉડી જશે. હકીકતમાં બંજી જમ્પિંગ વ્યક્તિને તેની કમર ની આસપાસ દોરડું બાંધીને ખૂબ ઉંચાઈએથી નીચે ફેંકી દેવામાં આવે છે. નીચે ફેંક્યા બાદ વ્યક્તિ ઉંધુ થઈ જાય છે. અને નીચે આવેલી ખીણનો ઊંચેથી વ્યુ લેતો જણાય છે.

આ એક્ટિવિટી દરમિયાન માણસનો જીવ માત્રને માત્ર એક દોરડા પર જ અટકી ગયો હોય છે. આ એક્ટિવિટીમાં વ્યક્તિ જમીનને અડી શકતા નથી. પરંતુ તે હવામાં ને હવામાં જ ઝૂલતો રહે છે. કઝાકિસ્તાનની 33 વર્ષની એક મહિલાએ આ એક્ટિવિટીમાં પર્દાપણ કર્યું હતું.

આ મહિલા તેના પતિ અને તેના મિત્રો સાથે ફરવા ગયા હતા. આ મહિલાને ત્રણ નાના બાળકો પણ છે. છતાં પણ તેણે આ સાહસભરી એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. તેણે એક હોટલ ની છત પરથી બંજી જમ્પિંગ કર્યું હતું. આ જમ્પિંગ કરતી વખતે તેના કમર પાસે એક મજબૂત દોરડું બાંધવામાં આવે છે…

પરંતુ આ મહિલાના નસીબ ફૂટલાં હશે તેથી તેને જ્યારે દોરડું બાંધીને છત પરથી નીચે કૂદકો મારવામાં આવ્યો ત્યારે તે દોરડું તૂટી ગયું હતું. અને તે મહિલા સીધી જ નીચે આવેલી ખીણમાં પડી ગઈ હતી. ત્યાં આસપાસ ઉભેલા લોકોનું માનવું છે કે આ મહિલા 82 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી હતી.

જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. હેમખેમ રીતે તેને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મહિલાએ થોડા દિવસો પહેલાં પણ બંજી જમ્પિંગ કર્યું હતું. પરંતુ આ વખતે જ્યારે તેણે બંજી જમ્પિંગ કર્યું ત્યારે તે અકસ્માતનો ભોગ બની ગઈ.

અને પોતાના ત્રણ નાના બાળકો મા વગરના બની ગયા. હાલ પોલીસ આ ઘટનાના હત્યાનો ભેદ ઉકેલી રહી છે. તેમજ બંજી જમ્પિંગ ના માલિક વિરુદ્ધ કેસ પણ નોંધી લેવામાં આવ્યો છે. જોકે બંજી જમ્પિંગના માલિક પાસે પુરાવો છે કે આ મહિલાએ પોતાની અનુમતીથી આ એક્ટીવીટી કરેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *