Breaking News

8 વર્ષનો નયન ઘરની બહાર રમતો હતો, અચાનક ગાયબ થઈ ગયો અને થોડા જ સમયમાં મહીસાગર નદીમાંથી લાશ મળતા પરિવારજનો ઢળી પડ્યા..!

પરિવાર-પરિવાર વચ્ચે બનેલી કોઈપણ ઝઘડા કે બાબતોમાં ઘણી વખત નાના બાળકો ભોગ બની જતા હોય છે. કાલે આ પ્રકારની જ એક ઘટના આણંદ તાલુકામાંથી સામે આવી છે. આ ઘટના સામે આવતાની સાથે જ ઘટના આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં વડગામના ચાવડા ફળિયામાં સંજયભાઈ રાઠોડ તેમજ તેમના પરિવાર વસવાટ કરે છે..

સંજયભાઈ રાઠોડના પિતા પાસે પૈસા હોવાથી તેઓ અવારનવાર જે લોકોને જરૂર હોય તે લોકોને વગર વ્યાજે પૈસા આપીને મદદ કરતા હતા. તેમનો દીકરો સંજયભાઈ રાઠોડ પરણીત છે અને તેને આઠ વર્ષનો એક બાળક હતો. જેનું નામ નયન રાઠોડ હતું. એક દિવસ નયન રાઠોડ પોતાના ફળિયાના નાકા પર પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો..

એ સમયે એક અજાણ્યા યુવકે તેને પકડીને બાઈક પર બેસાડી દીધો હતો. અને ત્યાંથી તે ભાગી ગયો હતો. નયન મિત્રોએ આ વાત નયનના મમ્મી પપ્પાને જણાવી હતી અને નયન માતા-પિતાએ આ બાળકને શોધવા માટે આસપાસના તમામ વિસ્તારોને ખોળી માર્યા હતા. પરંતુ નયનનો કોઈપણ જગ્યાએ અતો પતો ન મળતાં તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા..

અને નયનના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી .આ ફરિયાદને આધારે પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હતી. એવામાં સંજયભાઈ ના ઘરની નજીકમાં જ રહેતા કનુભાઈ ચાવડા નામના યુવકને પોલીસે ઉઠાવી લીધો હતો. અને તેની કડક પૂછતાછ કરી હતી. કડક પુછતાછ કરતાની સાથે જ ભાંગી પડયો હતો..

અને તેણે જણાવ્યું કે થોડા સમય પહેલા તેણે સંજયભાઈના પિતા પાસેથી પૈસા ઉછીના માગ્યા હતા. પરંતુ સંજયભાઈના પિતાએ કોઈ કારણોસર પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલા માટે કનુ ચાવડાને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. અને ત્યાં પરિવાર પ્રત્યે ખૂબ જ નફરત દાખલ થવા લાગ્યો હતો..

એક દિવસ તેણે સંજયભાઈના દીકરાને સોસાયટીના નાકા પર રમતો જોઇને તેનું અપહરણ કરી લેવાનો ઇરાદો બનાવી લીધો હતો. એ મુજબ તેણે બાળકને પકડીને અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ તેને મહીસાગર નદીના કિનારે લઇ ગયો હતો અને ત્યાં તેણે બાળકને ડુબાડીને મારી નાખ્યો હતો.

બાળક માત્ર આઠ વર્ષની હોવાથી તેને તરતા પણ આવડતું ન હતું. એટલા માટે પાણીના પ્રવાહને કારણે તે ડૂબી ગયો હતો. અને તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ બાળકની લાશ મહીસાગર નદીમાંથી બહાર કાઢી છે. અને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. આ ઘટના સામે આવતાની સાથે જ સંજયભાઈ અને તેમનો પરિવાર પોતાના નાનકડા દીકરાના મૃત્યુને લઈને શોકમાં ચાલ્યો ગયો છે..

કારણકે કોઈપણ પ્રકારના વાંક વગર તેઓ નાનકડા બાળકે જીવ ગુમાવ્યો છે. આ બાળકનો જીવ લેનાર કનુ ચાવડાને પોલીસે ઝડપી પાડ્યો છે. અને તેની પૂછતાછ થઈ રહી છે. પરિવારે કનુ ચાવડા અને કડકમાં કડક સજા આપવા માટે વાત કરી છે. પોતાના એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળતા જ નયનની માતા ઢળી પડી હતી.. તેમજ પિતા પણ દુઃખની લાગણીઓમાં વિભોર થઇ ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *