કહેવાય છે કે પ્રેમ ની કોઇ ઉંમર હોતી નથી. પરંતુ આ પ્રેમ સંબંધને લાંબા વર્ષો સુધી ટકાવી રાખવા માટે બંને જણાની સહમતી અને મનમાં સુમેળ હોવો જરૂરી છે. પ્રેમ પ્રકરણને કારણે જુદી જુદી હિંસાના બનાવો સામે આવતા હોય છે. જેમાં વધુ એક બનાવ ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી સામે આવ્યો છે.
આ બનાવ સામે આવતાની સાથે જ કોઈ લોકો હચમચી ગયા છે. ઝાંસી જિલ્લામાં ભગવત્ પ્રસાદ નામના 72 વર્ષીય વ્યક્તિ રહેતો હતો જે પહેલા સરકારી ખાતામાં અધિકારી તરીકેની ફરજ બજાવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે નિવૃત્ત હતો. તે પોતાના ઘરે પોતાના ૪૭ વર્ષના નોકર પરશુરામની સાથે રહેતો હતો..
તેની પત્નીનું થોડાં વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું એટલે પરિવારમાં માત્ર ભગવત પ્રસાદ એકલો જ રહેતો હતો. તેના ઘરની બાજુમાં એકલી મહિલા રહેતી હતી. આ મહિનાનું નામ સાવિત્રી હતું. તેનો પતિ તેમજ તેના બંને બાળકો આ મહિલાથી દૂર રહેતા હતા. જ્યારે સાવિત્રી પોતે છેલ્લા દસ વર્ષથી ભગવત્ પ્રસાદનું ઘરની બાજુમાં રહીને પોતાનું જીવન ગુજારી હતી..
ભગવતપ્રસાદ અને સાવિત્રી બંને એકલવાયા હોવાથી બંને વચ્ચે આંખો મળવા લાગી હતી. અને ધીમે-ધીમે તેઓ બંને એકબીજાને પ્રેમ કરી બેઠા હતા. દિવસેને દિવસે તેઓ એટલા બધા નજીક આવવા લાગ્યા હતા કે અવારનવાર તેઓ શરીર સંબંધ બાંધવા પર પણ મજબુર બન્યા હતા.
તેઓ સાથે બેસીને ઘણો સમય વીતાવતા હતા એક દિવસ સાવિત્રી ભગવતપ્રસાદ ના ઘરે આવીને ખૂબ જ દારૂનો નશો કરી લીધો હતો. અને મન ફાવે તેમ બોલવા લાગી હતી. એવામાં તેને જણાવી દીધું હતું કે હું આપણા બંનેના પ્રેમ પ્રકરણની વાત આખા ગામમાં કહી દઈશ અને આખા ગામ ની સામે તારી ઈજ્જત ઉતારી નાખીશ.
આ સાંભળતાની સાથે જ 72 વર્ષના દાદા ભગવત પ્રસાદ ચોંકી ઊઠયા હતા. અને તેની અંદાજો આવી ગયો હતો કે આ મહિલા દારૂના નશામાં કઈ પણ કરી શકે છે. એટલા માટે તેણે તાત્કાલિક ગાડીમાં નાખીને હાઈવેની નજીક આવેલા ખેતર પાસે પોતાના નવા બનતા મકાનમાં લઈ ગયો હતો અને ત્યાં તેની હત્યા કરી નાખી હતી.
પરંતુ રાત્રિનો સમય હોવાથી તે લાશને ઠેકાણે લગાડી શક્યો હતો નહીં. બીજા દિવસે તેણે તેના નોકર પરશુરામની મદદ લીધી હતી અને આ લાશને મોટી ગાડીમાં નાખીને કાનપુર હાઇવેના સર્વિસ રોડ ઉપર ફેંકી દીધી હતી. ત્યારબાદ બંને ઘરે આવીને સૂઈ ગયા હતા. પરંતુ તેનો જીવ ક્યાંકને ક્યાંક અટવાતો હતો એટલા માટે તે એક જ દિવસની અંદર અંદર પાંચ વખત એ સ્થળ ઉપર લાશને જોવા માટે ગયો હતો.. જ્યારે પોલીસને હાઇવે પરથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેની પાસેથી એક વાયર દેખાઈ આવ્યો હતો.
તેમજ સરસવના પાંદડાં પણ મળી આવ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરતી કરતી ભગવત્ પ્રસાદનું ઘર સુધી પહોંચી હતી. જ્યાં તેમના ઘરેથી પણ મહિલાની લાશની બાજુમાંથી મળેલા વાયર જેવો જ વાયર મળી આવ્યો હતો.. ભગવત પ્રસાદની મોટી ગાડીમાં સરસવના પાન પણ મળી આવ્યા હતા.
જોતાની સાથે જ પોલીસને ભગવત પ્રસાદ અને તેના નોકર પરશુરામ બંને ઉપર ગયો હતો. એટલા માટે તેઓએ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. તેમાં બંને મોડી રાત્રે કાર લઈને હાઇવે તરફ જતાં જોવા મળ્યા હતા.. એટલા માટે પોલીસે બંનેને પકડી પાડયા હતા અને કડક પૂછતાં જ શરૂ કરી હતી પોલીસનું પ્રેશર જોતાની સાથે જ આ બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]