Breaking News

7 વર્ષ પહેલા બની હતી ગ્રીષ્મા જેવી જ ઘટના, એકતરફી પ્રેમીએ ચપુના 15 ઘા જીકી લડકવાઈ દીક્ષાની હત્યા કરી હતી..! વાંચો..

રાજકોટમાં પણ એક તરફી પ્રેમીએ એક યુવતીને ચપ્પુના 15 ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. અને અત્યારે પણ એ પ્રકારનો કિસ્સો ફરી વખત સામે આવ્યો છે. ગ્રીષ્મા વેકરીયાની હત્યા બાદ આ કિસ્સો સામે આવતા સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

રાજકોટમાં 2015 ની સાલમાં ગોંડલ રોડ પર આવેલી માલવીયા કોલેજમાં દીક્ષા મકવાણા નામની યુવતી અભ્યાસ કરતી હતી. અને એ જ કોલેજમાં રાજુ મકવાણા નામનો યુવક પણ અભ્યાસ કરતો હતો. દીક્ષા કોઠારિયા રોડ પરના ક્વાટર્સમાં રહીને અભ્યાસ કરતી હતી. જે કોલેજમાં પરીક્ષા દેવા માટે ગઈ હતી.

અને એ સમયે રાજુ મકવાણા નામનો યુવક એક તરફી પ્રેમમાં સાયકો બની ગયો હતો. અને તેને દીક્ષા મકવાણાને ચપ્પુના 15 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દીક્ષા ને મારી નાખ્યા બાદ આરોપી રાજુ મકવાણા ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના બનતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી..

અને રાજુ મકવાણા ને સાંજ સુધીના સમયમાં તો જુનાગઢ થી ઝડપી પાડયો હતો. માલવિયાનગર પોલીસે રાજુ મકવાણા ની ધરપકડ કરીને તેની પુછતાછ કરી હતી તેમાં રાજુ મકવાણા જણાવ્યું હતું કે, દીક્ષા મકવાણા અને રાજુ બંને દોઢ વર્ષથી પ્રેમસંબંધ માં હતા. તેઓ એકબીજાને લગ્ન કરવાના પણ વચન આપી દીધા હતા..

પરંતુ કમનસીબે દીક્ષાના લગ્ન અન્ય કોઈ યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. જેથી રાજુ મકવાણા એ દીક્ષાને પતાવી દેવાનો નિર્ણય બનાવી લીધો હતો. અને અંતે તેણે દીક્ષાને ચપ્પુના ઘા ઝીંકી ને મારી નાખી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ લોકો હચમચી ગયા હતા…

ત્યારબાદ રાજુને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેણે ટોઇલેટના બારીમાં દોરડું બાંધીને ફાંસો ખાઈ લેવાની હરકત કરી હતી. પરંતુ કમનસીબે તે દોરી તૂટી જતાં તે નીચે પટકાયો હતો. જેના કારણે અન્ય કેદીઓ જાગી ગયા હતા. પરિણામે તે બચી ગયો હતો.

હાલ તે જેલની સજા કાપી રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે પાસોદરા ની ૨૧ વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરીયાને જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર ફેનીલ ગોયાણીને સરકાર શું સજા આપશે.. કારણકે આવા લોકોને કડકમાં કડક સજા મળવી જોઈએ. જેથી કરીને નરાધમ યુવકો ક્યારેય પણ બહેનો-દીકરીને તેમજ માતાઓની સામે આંખ ઉઠાવીને જોવાની પણ કોશિશ ન કરે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *