વડીલોના વ્યક્તિઓ જુવાનજોધ દીકરીઓના અડપલા કરે તે ખૂબ જ શર્મનાક બાબત છે. પરંતુ આ પ્રકારના ત્રણથી ચાર કિસ્સાઓ છેલ્લા પાંચ મહિનાની અંદર નોંધાઈ ચૂક્યા છે. અને વધુ એક કિસ્સો આણંદના વિદ્યાનગરમાંથી સામે આવ્યો છે. આગળ પણ વિદ્યાનગરના ટ્યુશન શિક્ષકે તેના ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીઓની શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો..
એ મામલામાં શિક્ષક વિદ્યાર્થીનેને તેના ઘરના ઉપરના ઓરડામાં લઇ જતો હતો અને ત્યાં તેને શારીરિક અડપલા કરવાની કોશિશ કરતો હતો. પરંતુ આ બનાવ સામે આવ્યા બાદ વાલીઓ હચમચી ઉઠયા હતા. અને આ શિક્ષકને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. હાલ વધુ એક આશ્ચર્ય પમાડે તેવું એક કિસ્સો નોંધાઈ ગયો છે.
આણંદ શહેરમાં એમ.એમ.પટેલ સ્ટેચ્યુ પાસે આસોપાલવ સોસાયટી આવેલી છે. જેમાં ૬૫ વર્ષના અરૂણભાઇ શાહ રહે છે. તેઓએ પોતાની વય મર્યાદા નું ભાન ભૂલીને માનવતાને લજવે તેવી હરકતો કરી છે. તેમની આણંદ પોલીસે પોક્સોનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કારણ કે તેઓએ રસ્તા પર ચાલતી 4 વિદ્યાર્થિનીઓને અડપલા કરવાની કોશિશ કરી છે..
તેઓ પોતે તમાકુના વેપારી છે. ગોપી સિનેમા પાસે ટ્યૂશન ક્લાસીસ ચાલે છે. તેમજ ધોરણ 11 સાયન્સ ની ચાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ઉપર અરુણભાઈની નજર ઘણા સમયથી હતી. તેઓ અવારનવાર આ ચાર વિદ્યાર્થીઓનો પીછો કરતા હતા અને તેનું નામ પુંછવાની કોશિશ કરતા હતા…
એક દિવસ તેણે આ તમામ વિદ્યાર્થીઓને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી હતી. અને વારાફરતી તેમના ગાલ પર હાથ ફેરવવા લાગ્યો હતો. ત્યારબાદ તેના શરીરના ગુપ્ત ભાગે પણ સ્પર્શ કરવા લાગ્યો હતો. પરંતુ વિદ્યાર્થીનીઓ વડીલની આ હરકતો ને સમજી ગઈ હતી. એટલા માટે તેઓ વડીલે તેમનાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું..
છતાં પણ પડી એક વિદ્યાર્થીના ગાલને સ્પર્શ કરી રહ્યો હતો અને તેના હાથ પકડી લીધા હતા. આ પ્રકારની હરકતો કરવી એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય વિદ્યાર્થિનીઓએ આ બાબતને લઈને પોતાના પરિવારજનોને જણાવવાનું નક્કી કર્યું અને આ વડીલને બરાબરનો મેથીપાક ચખાડ્યો એવું પણ જણાવ્યું હતું..
શરુઆતમાં તો તેઓ ખૂબ જ ભયભીત બની ગઈ હતી. પરંતુ હિંમત આવતાની સાથે જ તેઓએ પરિવારજનોને આ વાતની જાણ કરી હતી. વિદ્યાર્થીનીઓના પિતા આણંદ જિલ્લા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓને લઈને પહોંચી ગયા હતા. જ્યાં ૬૫ વર્ષના અરૂણભાઇ શાહ નામના વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
અને તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ તેની આગળની કાર્યવાહી શરૂ કરી છે. લાજ શરમને નેવે મૂકીને અરૂણભાઇ શાહે કરેલા હરકતોને કારણે તેમને કડકમાં કડક સજા થશે હકીકતમાં આ પ્રકારના બનાવો હવે ક્યારે ઊભા રહેશે. અને ક્યારે બહેનો દીકરીઓ રસ્તા પર સુરક્ષિત રીતે કરી શકશો. તે વિચારવા પર કોઈ લોકો મજબૂર બન્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]