પ્રેમ પ્રકરણમાં ઘણા બધા લોકોના જીવન બરબાદ થતાં પણ આપણે જોયા છે અને ઘણા બધા લોકોની જિંદગી સુધરી જતા પણ આપણે જોઈ છે. છેલ્લા ઘણા સમયથી પરણીત વ્યક્તિઓના પ્રેમપ્રકરણના ખુલાસાઓ થતાની સાથે જ મોટો હોબાળો મચી જાય તેવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે.
એવામાં વધુ એક બનાવ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થી સામે આવ્યો છે. તમે પણ સાંભળીને કદાચ હચમચી જશો કે આખરે ૬૨ વર્ષના એક વ્યક્તિએ પોતાની પ્રેમીકાને મળવા માટે હોટલમાં જતો હતો. ૬૨ વર્ષના એક વ્યક્તિ કે જે ગ્વાલિયરની એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે. તેમનું નામ આલોક ચૌધરી છે. તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી 59 વર્ષની એક મહિલા સાથે પ્રેમ સંબંધ થયો હતો..
આ મહિલા જયપુરમાં વિકાસ અધિકારી છે. આલોક ચૌધરીના પુત્ર અંકુર ચૌધરી તેમજ તેની પત્ની બંનેને શક હતો કે આલોકનું અન્ય મહિલા સાથે લફરું ચાલી રહ્યું છે. આ બાબતને લઈને ઘરમાં વારંવાર ઝઘડો પણ થતા હતા. એક દિવસ આ બાબતને લઈને ઘરે ખૂબ મોટો ઝઘડો થયો હતો અને આલોક ઘરેથી કોઈને કશી માહિતી આપ્યા વગર ઘર મૂકીને જતા રહ્યા હતા..
તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે તેમની પાસે જયપુરની ટિકિટ હતી. એટલા માટે અંકુર ચૌધરીને તેની માતાએ જણાવ્યું કે, તું તારા પિતા નો પીછો કર્યો અને તેઓ ક્યાં જાય છે? અને શું કરે છે.? તે તમામ બાબતોની માહિતી મેળવી લેજે. માતાની આ બાબત સાંભળીને અંકુર ચૌધરી પોતાની કાર લઇને તેના પિતા ની પાછળ પાછળ જવા નીકળી પડ્યો હતો..
તેના પિતા બસમાં પહેલા જયપુર ગયા હતા અને ત્યાંથી તેણે પોતાની પ્રેમીકાને સાથે લીધી હતી ત્યારબાદ તેઓ ત્યાંથી ઉજ્જૈન ચાલ્યા ગયા હતા. તો બીજી બાજુ અંકુર ચૌધરી પણ તેની પાછળ પાછળ ઉજ્જૈન જવા લાગ્યો હતો. ૬૨ વર્ષીય પિતા તેની પ્રેમિકાને લઇને ઉજ્જૈન આવ્યા હતા. જ્યાં મહાકાલ મંદિર ની સામે એક હોટલ આવેલી છે ત્યાં તેઓ પતિ-પત્ની તરીકે ની ઓળખાણ આપીને રોકાયા હતા.
દીકરો તેના પિતાની તમામ પોલ ખોલવા માટે તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. તેવામાં એક બાજુ તેને શરમનો અનુભવ થતો હતો. એક બાજુ એના પિતા ને સબક શીખવવાનો વિચાર આવી રહ્યો હતો. અંકુર પોતે આ હોટલમાં ગયો હતો અને તેના પિતા તેની પ્રેમિકા સાથે જે રૂમમાં રોકાયા હતા તે રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો.
દરવાજો ખોલતાની સાથે આલોક ચૌધરીના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેમનો દીકરો તેમની પોલ ખુલ્લી કરવા માટે તેમની પાછળ પાછળ આવી પહોંચ્યો હતો. ચૌધરી તેમની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવી રહ્યા હતા. એવામાં તેમના દીકરાએ તેની બધી જ પોલ ખુલી પાડી દીધી હતી. અંકુર ચૌધરીએ બેડરૂમમાં આવતાની સાથે જ પોતાના મોબાઈલ ફોનમાં વિડિયો શરૂ કરી દીધો હતો..
ફોટા પણ પાડી લીધા હતા. જેથી કરીને આલોક ચૌધરી સામે સબૂત મેળવી શકાય. પરંતુ આલોકે પણ હંગામો ઊભો કરી દીધો હતો અને તેના પુત્રને જણાવ્યું હતું કે તું ક્યારેય પણ મને મળતો નહી અને અહીંયાંથી ચાલ્યો જા, તે તેની પ્રેમિકા સાથે ખૂબ જ ખુશ છે. અંકુર એ પોતાના પિતાને રંગે હાથે ઝડપવા માટે કુલ ૫૦૦ કિલોમીટરની સફર કરીને પીછો કર્યો હતો.
જ્યાં ગ્વાલિયરથી જયપુર અને જયપુરથી ઉજ્જૈન ની મુસાફરી કરી હતી. અંકુર એ જણાવ્યું છે કે તેના પિતા અવારનવાર તેની માતા સાથે ઝઘડો કરતા હતા અને તેમના પ્રેમ સંબંધ હોવાને કારણે તેઓ મારી માતા સાથે છૂટાછેડા લઇ લેવા માગતા હતા. એટલા માટે તેઓ કુલ ૧૪ લાખ રૂપિયાની માગણી કરી હતી..
આલોક ચૌધરી જે મહિલાના પ્રેમમાં પાગલ છે તે મહિલાના પતિનું પણ અવસાન થઈ ચુક્યુ છે અને આ મહિલા જયપુરમાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. અંકુર ચૌધરીએ કહ્યું છે કે તેના પિતા આલોક ચૌધરી પૈસાની લાલચમાં આ મહિલા સાથે મિત્રતા કરી છે. અને ત્યારબાદ તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા છે.
પોતાના પિતાને અન્ય કોઈ મહિલા સાથે સુતેલા જોવા એ દ્રશ્ય કોઈપણ વ્યક્તિ થી સહન ન થાય કારણ કે જે વ્યક્તિએ તેને પાલન પોષણ કરીને મોટા કર્યા હોય તે જ વ્યક્તિ જો તેની માતાને દગો આપીને અન્ય કોઈ મહિલા સાથે રંગરેલિયા મનાવતા દેખાય તો ભલભલા લોકોનો પિત્તો છટકી જાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]