ગુનાખોરીના વધારે પડતા કિસ્સાઓ અંદાજે 20 થી લઈને 35 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિઓને લઈને સામે આવતા હોય છે. પરંતુ આજે અમે તમને એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જેમાં 61 વર્ષના એક દાદાએ 63 વર્ષની દાદીની છેડતી કરી છે. આ મામલો એટલો બધો આગળ પહોંચી ગયો હતો કે આખરે આ શરમજનક કિસ્સો સામે આવતાની સાથે સંબંધ મૂંઝવણમાં મુકાઇ ગયો છે.
આ મામલો મહેસાણા તાલુકાના અંબાસણ ગામમાંથી સામે આવ્યો છે. છેડતીના બનાવો પાછળના સમયમાં એકબીજા પ્રત્યે થયેલા ઝઘડાને કારણે બન્યો છે. આ બનાવમાં વડીલ દાદા અને વડીલ દાદીના પરિવાર જનો વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા હતા. એક બીજાના ખેતરમાં બોરનું પાણી ભાડે આપવાની બાબતોને લઈને અવારનવાર બોલાચાલી ચાલતી હતી..
લાંઘણજ પોલીસ સ્ટેશનમાં 63 વર્ષની દાદીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, 61 વર્ષના દાદા અવારનવાર તેઓના પરિવારજનો સાથે ઝઘડા કરવા માટે પહોંચી જતા હોય છે. ઘરનું ભાડું આપવાની બાબતને લઈને પણ ઉગ્ર બોલાચાલી કરવા લાગે છે. તેમજ ગાળાગાળી કરવા લાગે છે..
એક દિવસ દાદી તેમના પતિ સાથે ખેતરથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે રસ્તા પર આ વડીલ આવી પહોંચ્યા હતા. અને તેમણે તેમને રસ્તા પર ઉભા રહેવા કહ્યું હતું. ત્યારબાદ તેઓએ મારા પતિને ગળુ દબાવીને ઢોર માર માર્યો હતો. તેમજ મારી છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો આ વડીલ દાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આ અગાઉ તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી કે ૬૧ વર્ષીય આ વડીલ અવારનવાર તેમના ઘરે ગાળાગાળી કરવા માટે પહોંચી જાય છે..
આ ફરિયાદની બદલામાં તેઓ તેમની છેડતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આ ઉંમરે છેડતીના બનાવો આવતાની સાથે જ કોઈ લોકો હચમચી ગયા હતા અને વિચારવા પર મજબૂર બન્યા હતા તે આખરે સામાન્ય ઝઘડામાં પણ આ પ્રકારની હરકતો ભલભલા સંબંધોને શરમમાં મૂકી દે છે.
બીજી બાજુ વડીલે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે 63 વર્ષીય દાદીના પરિવારજનોએ તેમના ઘણા પૈસા લૂંટી લીધા છે. એમજ ઘણા બધા પૈસાનું ભાડું લેવાનું પણ બાકી છે. પરંતુ જ્યારે તેઓ ભાડુ લેવા માટે પહોંચે છે. ત્યારે તેઓ અવારનવાર બહાના બતાવે છે. તેમજ પૈસાના આપવાના લક્ષણો દેખાઈ આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]