Breaking News

6 યુવક-યુવતીઓના લગ્ન તૂટ્યા બાદ ગેંગ બનાવીને કરવા લાગ્યા એવી હરકતો કે જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

કેટલાક લોકોને ખોટા કામ કરવા જ ગમે છે અને ખોટા કામના પૈસા તેવોને સદવા પણ લગતા હોઈ છે. પરતું જયારે ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે ખોટા કામથી ભેગા કરેલા રૂપિયા ઓકાવી દે છે. હાલ એક 6 વ્યક્તિઓની ટુકડી પોલીસની ઝપટે ચડી ગઈ છે જેઓ ખુબ જ ખોટા કાળા કારનામાંઓ સાથે જોડાયેલા હતા..

રાજસ્થાનની બિકાનેર પોલીસે મોટી કાર્યવાહી કરતા 3 મહિલા અને 3 પુરૂષોની એક ટુકડીની ધરપકડ કરી છે. આ તમામ મહિલા અને પુરૂષો ઉત્તર પ્રદેશ, જોધપુર અને બિકાનેરના રહેવાસી છે. આ ટુકડીના લોકો ઢીલા પોચા વ્યક્તિને પોતાની જાળમાં ફસાવીને નીચોવી નીચોવીને રૂપિયા પડાવતા હતા..

તેઓ જુદા જુદા વિસ્તારોમાં પડ્યા પથરાયેલા રેહતા અને કોઈ વ્યક્તિ સાથે સારા સબંધો રાખી વિશ્વાસ બાંધી લેતા અને ત્યારબાદ તેની પાસેથી પૈસા પડાવવા માટે જુદી જુદી ચાલ ચાલતા હતા. બિકાનેરમાં રેહતા ગૌરીશંકર સોની નામના વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે કેટલાક લોકોએ ખુબ જ ખોટું કર્યું છે..

તેઓએ વધુ માં જણાવ્યું કે પૂજા નાયક નામની મહિલાએ તેને જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ કૈલાશ જ્વેલર્સ નામની દુકાન છે તે બેંકમાં ગોલ્ડ વેલ્યુએશનનું કામ કરે છે. પૂજાના કહેવાથી ગૌરીશંકર સોની પવનપુરી સાંઈબાબાના મંદિર પાસે આવેલા વિજય શંકરના ઘરે જૂના ઘરેણાં ખરીદવા અને નવા આપવા માટે ગયા હતા.

ઘરેણાના બહાને પૂજા નામની આ યુવતીએ ગૌરીશંકર સોની પોતાના સ્થળ પર બોલાવી લીધા હતા અને તેને લુંટવાનો પ્લાન પણ ઘડી નાખ્યો હતો. તેઓ જેવા આ જગ્યાએ પહોચ્યા કે ત્યાં પહેલાથી જ વિજય શંકર અને અન્ય બે મહિલાઓ હાજર હતી અને હાજર એક મહિલાએ તેની સામે તેના તમામ કપડાં ઉતારી દીધા અને ગૌરીશંકર સોનીની નજીક આવીને ખુબ જ ખરાબ હરકતો કરવા લાગી હતી..

એટલું જ નહી તેની સાથે રેહલો એક યુવક પોતાના મોબાઈલમાં વિડીયો બનાવવા લાગ્યો હતો. તેઓ કાઈ સમજે એ પહેલા જ તેઓની બદનામી થાય તેવો વિડીયો ઉતરી ગયો હતો. ધીમે ધીમે તેવો સમજી ગયા કે આ 6 જણાની એક ટુકડી છે જેઓએ તેમને જાળમાં ફસાવી દીધા છે અને હવે તેમની પાસેથી તોડપાણી પેટે રૂપિયા પણ ખંખેરવામાં આવશે..

આ યુવક વીડિયો બનાવતો હતો એવામાં ત્યાં અન્ય બે છોકરાઓ આવ્યા પહોચ્યા અને કહ્યું કે તને .દુ.ષ્ક.ર્મ.ના ખોટા કેસમાં ફસાવી દેશું જો તારે ન ફસાવું હોઈ તો માંગ્યા મોઢે રૂપિયા આપવા પડશે. આ સાથે સાથે જ તેઓ ધાક ધમકી પણ દેવા લાગ્યા હતા.

ગૌરીશંકર સોની ખુબ જ ગભરાઈ ગયા અને તેઓએ ત્રીસ હજાર રૂપિયા વિજય શંકરના ખાતામાં જમા કરાવ્યા હતા. સાથે જ ચાર હજાર રૂપિયા રોકડા પણ દીધા હતા. વીડિયો વાયરલ કરવાના નામે આરોપી તેને રોજેરોજ ધમકાવવા લાગ્યો હતો અને વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો હતો, પરંતુ જાહેરમાં શરમના કારણે તેણે આરોપીને 1 લાખ રૂપિયા આપ્યા હતા.

આ પછી રોજ રોજ પૂજા નાયક નામની આ યુવતી ગૌરીશંકર સોનીની વહુ અને એક છોકરો અને છોકરીને આ વિડીયો દેખાડી દેશે તેમ કહીને રૂપિયા પડાવવા પહોચી જતી હતી. એક દિવસ પૂજા નાયકે ગૌરીશંકર સોનીના પુત્રને તેનો આ ખરાબ વિડીયો પણ બતાવી દીધો હતો અને ધમકી આપી હતી..

આ સાથે સાથે  46 હજાર રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન આપવા પર વિડિયો વાયરલ કરીને ઈજ્જત બગાડવાની ધમકી આપી હતી. આ અંગે ગૌરીશંકર સોનીએ અંતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક ટીમ બનાવી હતી અને એક ઘર પર દરોડો પાડ્યા બાદ સિંથાલના રહેવાસી વિજયશંકર, જસરાસરના રહેવાસી પૂજા નાયક, જમુના દેવી મેઘવાલ, ઓમપ્રકાશ સોની..

માંગીલાલ પ્રજાપત અને ઉત્તર પ્રદેશ હાથરસના રહેઠાણ સોનમ દેવીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ 6 લોકોના લગ્ન તૂટી ગયા છે. સાથે જ પોલીસને આરોપીઓના મોબાઈલમાંથી ઘણા બધા ખરાબ વિડીયો પણ મળી આવ્યા છે. આ ગેંગ ભોળા અને પૈસાદાર લોકોને ફસાવીને રૂપિયા કઢાવતી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.