Breaking News

6 મહિના પહેલા મરી ગયેલા શિક્ષકના નામે ચુંટણીની કામગીરીનો ઓર્ડર આવ્યો… જાણો સમગ્ર મામલો શું છે..!

આગામી 19 તારીખે રાજ્યભરની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે તંત્રે પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવાનું શરૂ કરી દીધું છે તેમજ ચૂંટણી ફરજ માટે સરકારી કર્મચારીઓના ઓર્ડર પણ કરવામાં આવી રહ્યા છે. દરમ્યાન, વડોદરામાંથી ઓર્ડર કરવામાં છબરડો સામે આવ્યો છે.

વડોદરામાં સરકારી શિક્ષકોના ઓર્ડર કરવામાં આવ્યા તેમાં એક મૃતક શિક્ષક અને એક નિવૃત્ત શિક્ષકને કામગીરી માટેના ઓર્ડર કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

30 એપ્રિલ 2021 ના રોજ અવસાન પામેલા અને શિક્ષક સંઘના પ્રમુખ રહી ચૂકેલા રાજેશભાઈ પારેખને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેનો ઓર્ડર કરવામાં આવ્યો હતો. જેમાં તેમને 7 ડિસેમ્બરના રોજ સવારે 11 થી બપોરે 1 સુધી તાલીમ લેવા માટે એક શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું.

બીજી તરફ, જુલાઈ મહિનામાં નિવૃત્ત થઇ ગયેલા એક શિક્ષકને પણ આવો જ ઓર્ડર કરવામાં આવ્યો હતો. તેમને પણ આજે સાતમી ડિસેમ્બરના રોજ એમપી પટેલ હાઈસ્કૂલમાં મતદાન માટેની તાલીમ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે નિવૃત્ત શિક્ષકોને કોઈ પણ કામગીરી સોંપવામાં આવતી નથી.

ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાશે. ત્યારબાદ 20 ડિસેમ્બરનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. પછી 21મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામો જાહેર કરવામાં આવશે.

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઇ ચૂકી છે. 6 તારીખ સુધી ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે.  આ ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી કરાવવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *