Breaking News

6 દિવસ પહેલા ઘરેથી નીકળેલા 2 દીકરાના બાપની લાશ અડધી રાત્રે મળી આવતા ફેલાયો ફફળાટ, પરિવારનો આવ્યો મોતના મરશીયા ગાવાનો વારો..!

પરિવારના મોટાભાગનું ભારણ પરિવારના પુરુષ ઉપર હોય છે. પુરુષો કરીને ઘરમાં કમાઈને પૈસા લાવે છે અને એ રૂપિયાથી પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવે છે. પરંતુ અત્યારે 45 વર્ષના શંખલાલ ખેરવા નામના એક યુવક સાથે એવી ઘટના બની છે કે, તેમના પરિવારજનોને ભારે આફતનો સામનો કરવો પડી રહ્યો છે..

આજથી છ દિવસ પહેલા શંખલાલ ખેરવાર નામનો 45 વર્ષનો પોતાના ઘરેથી નીકળ્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત આવી શક્યો નથી. આ ઘટના મધ્યપ્રદેશના સિંગરોલીની છે. અહીં સીતારગામમાં શંખલાલ ખેરવાડ તેની પત્ની અને તેના બંને દીકરા સાથે રહેતો હતો. તે એક દિવસ સવારના સમયે પોતાની પત્નીને ઘરેથી કહીને નીકળ્યો હતો કે, પોતે બજારમાં જાય છે..

પરંતુ ત્યારબાદ તે ક્યારેય પણ પોતાના ઘરે પરત આવી શક્યો નથી, સાંજ પડી છતાં પણ આ એવો પોતાને ઘરે પરત ન આવતા તેની પત્ની અને તેના બંને બાળકોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. તેઓએ આસપાસના પાડોશીઓની મદદ લઈને જુદી જુદી જગ્યાએ તપાસ કરવાની શરૂ કરી દીધી હતી.

અંદાજે બે દિવસ વીતી ગયા છતાં પણ તેનો કોઈ અતો પતો ન મળતા તેઓ પોલીસ સ્ટેશનને હાજર થયા અને ૪૫ વર્ષના શંખલાલ ખેરવાર નામના વ્યક્તિ ગુમ થઈ ગયા છે તેવી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. પોલીસે પણ ફરિયાદ નોંધીને આ મામલે જરૂરી પૂછતાછ અને કામગીરી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ આ ઘટનાના પાંચ દિવસ બાદ પણ કોઈ પણ જાણકારી મળી નહીં..

પાંચમાં દિવસની રાત્રે આ ગામથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા એક તળાવ પાસે કેટલાક વ્યક્તિઓ ચાલીને પસાર થતા હતા. ત્યારે તેઓને ખૂબ જ ખરાબ વાસ આવવા લાગી હતી. તેઓએ અડધી રાત્રે આ દુર્ગનધ ક્યાંથી આવી રહી છે. તેની જાણકારી મેળવવા માટે રોડ કાંઠેથી થોડે દૂર ચાલીને જવાનું નક્કી કર્યું હતું.

અને ત્યાં જઈને તેઓએ જોયું તો એક જાણે વ્યક્તિની લાશ મળી આવી હતી. તેઓએ તાબડતોબ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણકારી આપી પોલીસ પણ તળાવના કાંઠે પહોંચી ગઈ હતી અને ત્યાં તેઓને અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસે આજથી છ દિવસ પહેલા ગુમ થયેલા શંખલાલ ફેરફાર નામના વ્યક્તિના પરિવારજનોને અહીં બોલાવી લીધા..

અને તેઓને કહેવામાં આવ્યું કે, શું આ વ્યક્તિ શંખલાલ છે કે નહીં.. શંખલાલની પત્ની તેના પતિને ઓળખી ગયા એને કહ્યું કે હા આ જ શંખલાલ છે. પરિણામે શંખલાલ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું. તેનું મૃત્યુ કેવી રીતે થયું છે..? તેને શું કોઈ વ્યક્તિએ મારીને ફેંકી દીધો છે કે, પછી આ મામલો આપઘાતનો છે..

હજુ સુધી કોઈ પણ જાણકારી મળી આવી નથી, પરંતુ આ મામલે પોલીસ વધારે તપાસ શરૂ કરી રહી છે. શંખલાની પત્ની માટે તો દુઃખની આગાહી સહન થઈ શકી નથી. તો તેના પરિવારજનોને પણ મોતના મરશિયા ગાવાનો વારો આવી ગયો છે. આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવવા લાગે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *