Breaking News

5 વર્ષની દીકરી અચાનક જ ઉલટીઓ કરવા લાગી, સારવાર માટે સિવિલમાં ચેકિંગ કરતા ડોક્ટરને હકીકત જાણીને હોશ ઉડી ગયા, માં-બાપ માટે લાલબત્તી સમાન કેસ..!

આજકાલ સમયમાં નાના બાળકો ખૂબ જ હોશિયાર હોય છે. તેઓને ઘણી કરી ચીજ વસ્તુઓમાં ખૂબ જ ખબર પડે છે. તેઓ પોતાના વિકસિત મગજ ને કારણે અવનવી ટેકનોલોજી ની પણ મદદ કરવા લાગ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રમત રમતમાં તેઓ એવી મુસીબતોમાં ફસાઈ જતા હોય છે કે જેની સજા તેના માતા પિતાને ભોગવવી પડે છે..

અને કેટલાક માતા-પિતાને તો સમગ્ર જિંદગી દરમિયાન તેનો પસ્તાવો દૂર થતો નથી. હાલ સુરતના લિંબાયતમાં ગણેશ નગર સોસાયટીમાં પ્રવીણભાઈ પાટીલ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમની પાંચ વર્ષની દીકરી જાગૃતિ તેમજ તેમની પત્નીનો પણ સમાવેશ થાય છે. તેમની પાંચ વર્ષની દીકરી જાગૃતિ સિનિયર કેજીમાં અભ્યાસ કરી રહી છે.

તે સવારના સમયે પોતાના ઘરમાં રોજની જેમ રમવા લાગી હતી. રમતા રમતા અચાનક જ તેને ઉલટી થવા લાગી હતી. તેની માતાને જાણ થતા તેની માતાએ જાગૃતિને પૂછ્યું કે તું શા માટે ઉલટી કરી રહી છે તેમજ તને શું થયું છે..? પરંતુ આ દીકરી જવાબ આપે એ પહેલા જ તેના માતા પિતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યા હતા.

જ્યાં તેની સારવાર ઈએનટી વિભાગમાં કરવામાં આવી હતી. સારવાર દરમિયાન જે જાણકારી મળી તે જોઈને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ તાત્કાલિક તેના માતા-પિતાને બોલાવ્યા અને જણાવ્યું કે તમારી દીકરીની અન્નનળીમાં સિક્કો ફસાઈ ગયો છે. તેને દૂરબીનની મદદથી શોધીને કાઢવો પડશે.

આ સાંભળતા જ તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા. તેઓ ખૂબ જ દુઃખી થયા અને પોતાની બાળકી જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના પણ કરવા લાગ્યા હતા. ઈએનટી વિભાગના ડોક્ટરઓએ અન્ય ટીમોની પણ મદદ લીધી હતી. ત્યારબાદ આ દીકરીને બેભાન કરી પાંચ મિનિટની અંદર અંદર જ દૂરબીનની મદદથી સિક્કો કાઢી લેવામાં આવ્યો હતો..

અને પરિવારને પણ રાહતનો શ્વાસ લીધો હતો. ડોક્ટરે જણાવી કે અઠવાડિયાની અંદર આવા ત્રણથી ચાર બનાવો સામે આવે છે. જે ખૂબ જ ગંભીર હોય છે. પરંતુ ડોક્ટરોની સૂઝબુઝના કારણે તેમના જીવ બચી જતા હોય છે. જો કદાચ સિક્કો અન્નનળીમાંથી સરકીને ઊંડે સુધી ચાલ્યો ગયો હોત તો તેને કાઢવો મુશ્કેલી ભર્યું રહેત..

માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે. જ્યારે તેમના બાળકો રમતા હોય ત્યારે તેમની પાસેથી જીવને જોખમ રહે તેવી તમામ ચીજ વસ્તુઓ લઈ લેવી જોઈએ. તેમજ તેમના રમકડામાં પણ એવી કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ કે, જેના કારણે તેઓ રમત રમતમાં પણ ઊંધું પગલું ભરી લે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *