ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 ક્રિકેટ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એક વખત ક્રિકેટ મેદાન પર ટકરાશે. ક્રિકેટની આ બન્ને દિગ્ગજ ટીમો વચ્ચે 24 ઓક્ટોબરે દુબઈમાં એક લીગ મેચ યોજાશે. ભારત-પાકિસ્તાનના સંબંધોને જોતા લાંબા સમયથી બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી.
ત્યારે આ વર્ષે યુએઈમાં આ વર્ષે 17 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમામની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે. બંને દેશોના ક્રિકેટ ચાહકો લાંબા સમય બાદ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
ટૂર્નામેન્ટના પહેલા દોરમાં 8 ક્વાલિફાઈંગ ટીમો ભાગ લેશે, જે ઓમાન અને યુએઈમાં રમવામાં આવશે. તેમાંથી ચાર ટીમો સુપર 12 દોરમાં પહોંચશે. શરૂઆતમાં 8 ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નીધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની શામેલ છે. ટૂર્નામેન્ટની ફાઈનલ 14 નવેમ્બરે રમાવામાં આવશે.
20 વર્લ્ડ કપ 3 કારણથી UAEમાં શિફ્ટ થઈ શકે છે : IPL સસ્પેન્ડ થઈ હોવાથી ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થવું મુશ્કેલ છે. આ ICC ટૂર્નામેન્ટ માટે BCCIએ ભારતમાં 9 વેન્યૂ પસંદ કરાયાં હતાં. આનું નિરીક્ષણ કરવા માટે ICCના અધિકારી એપ્રિલમાં કોરોનાને કારણે ભારત નહોતા આવ્યા.
? Some mouth-watering match-ups in the Super 12 stage of the ICC Men’s #T20WorldCup 2021 ?
Which clash are you most looking forward to?
? https://t.co/Z87ksC0dPk pic.twitter.com/7aLdpZYMtJ
— T20 World Cup (@T20WorldCup) July 16, 2021
એપ્રિલ અને મેમાં ભારતની અંદર કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે 2021ના અંતિમ તબક્કામાં ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. એવામાં ભારત દેશની અંદર IPL અને T20 વર્લ્ડ કપ થવો સંભવ નથી. ICCએ ઘણીવાર BCCIને કહ્યું છે કે તે T20 વર્લ્ડ કપ માટે ભારત સરકારથી ટેક્સમાં છૂટ અપાવે.
આ બાબતે BCCIએ હજુ સુધી કશું કર્યું નથી. આની સાથે દેશને કોરોના મહામારીને પરિણામે ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે, એવામાં સરકાર છૂટ આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં BCCI વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરી શકે છે. કોરોના મહામારી વચ્ચે IPL ભારતમાં કરવી સંભવ નથી. એથી આ લીગ પણ દેશની બહાર જ શિફ્ટ થશે.
આવી સ્થિતિમાં જો BCCI ભારતમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે તો ખેલાડીઓને વારંવાર દેશની અંદર પ્રવાસ કરવો પડશે. આ બધું કોરોના મહામારી વચ્ચે સંભવ નથી. બાયો-બબલ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. એવામાં BCCI વર્લ્ડ કપ પણ UAEમાં યોજવા માટે સજ્જ છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]