Breaking News

5 દિવસ પહેલા મરેલી દીકરીને જીવતી કરવા પરિવારે બંધ ઘરમાં કર્યા એવા કામ કે જાણીને પોલીસ પણ હચમચી ગઈ, ધોળા દિવસે અંધારા આવી ગયા..!

અત્યારની ઝડપથી વધતી જતી આધુનિક દુનિયામાં હજુ પણ કેટલાક લોકો પોતાના મનમાં એવા ખરાબ વહેમો રાખીને બેઠા છે. જેને જાણતા જ સૌ કોઈ લોકો હજ મચી જતા હોય છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માંથી અત્યારે ખૂબ જ ચોંકાવનારો અને અતિશય આશ્ચર્યચકિત કરી દે તેઓ એક કિસ્સો સામે આવ્યો છે..

અહીં દીહા ગામની અંદર અભય રાજ યાદવ તેમના પરિવાર સાથે રહે છે. તેમની 18 વર્ષની દીકરી અનિતા યાદવનું આજથી પાંચ દિવસ પહેલા જ ખૂબ જ રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું હતું. ગામના લોકોનું કહેવું છે કે, અનિતાની તબિયત છેલ્લા એક મહિનાથી ખૂબ જ બગડતી હતી..

પરંતુ તેના પરિવારજનો તેને દવાખાને લઈ જવાને બદલે જુદી જુદી તાંત્રિક વિધિઓ અને ઘરેલુ ઉપચાર કરી તેને સાજી કરવાનો પ્રયત્ન કરતા હતા. ગામના સરપંચ સહિત અન્ય વ્યક્તિઓએ પણ જણાવ્યું કે, અનિતાની તબિયત ખૂબ જ બગડી રહી છે. આ તાંત્રિક વિધિઓ હતી તેનું કશું ભલું થવાનું નથી. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ..

પરંતુ પરિવાર આધુનિક યુગમાં પણ એવા બધા વહેમની અંદર જીવતો હતો કે તેઓને હોસ્પિટલની સારવારની બદલે તાંત્રિક વિધિઓ ઉપર વધારે ભરોસો હતો. અને તેઓએ હોસ્પિટલ જવાને બદલે ઘરે જ તેની સારવાર કરવાની શરૂ કરી હતી. તંત્ર અને જાપ કરવાનો શરૂ કરી દેતા તેઓને લાગ્યું કે હવે તેમની દીકરી ખૂબ જ સ્વાસ્થ્ય થઈ જશે..

છેલ્લા કેટલાક સમયથી આ કામગીરી શરૂ હતી એક દિવસ અચાનક જ અનિતાની આસપાસના વિસ્તારમાં રહેતા સૌ કોઈ લોકોના ઘરે ખૂબ જ ખરાબ વાસ આવવા લાગી હતી. તેઓએ તપાસ કરી અને જાણ્યું કે, અભયરાજ યાદવના ઘરે થી અતિશય વાસ આવી રહી છે. તેઓ સાંભળતો તેમના ઘરે પહોંચ્યા અને અભયરાજની પૂછપરછ કરી હતી કે, શા માટે તમારા ઘરેથી એટલી બધી ખરાબ વાસ આવે છે..

તેઓએ કશું કહેવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ ગામના લોકોને કઈક ઉંધી શંકા જતા તેઓએ પોલીસને જાણકારી આપી હતી. જ્યારે પોલીસ અભયરાજ યાદવના ઘર પાસે પહોંચી અને ઘરનો દરવાજો ખટખટ આવ્યો ત્યારે શરૂઆતમાં તો અભયરાજ યાદવે દરવાજો ખોલવાની મનાઈ કરી દીધી હતી..

અને જણાવ્યું કે, અંદર તાંત્રિક વિધિઓ ચાલે છે. અને ઘરની અંદર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવાની પણ મનાય છે. પરંતુ પોલીસે મહામાથામણે ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો. અને અંદર જતાની સાથે જ જે દ્રશ્ય જોયું તે જોઈને સૌ કોઈ લોકોના છૂટી ગયા હતા. અંદર અનિતા યાદવની સડેલી લાશ મળી આવી હતી..

તેને ઢાંકી દેવામાં આવી હતી અને આસપાસ કેટલાક લોકો તંત્ર મંત્ર અને જાપ કરી રહ્યા હતા. જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે જણાયું કે અનિતા યાદવનું મૃત્યુ પાંચ દિવસ પહેલા થઈ ગયું હતું. અને પરિવારને હજુ પણ એવી આશા છે કે, પાંચ દિવસ બાદ તેમની દીકરી તંત્ર મંત્ર અને તાંત્રિક વિધિઓના આધારે પાછી બેઠી થઈ જશે અને તેનામાં જીવ પણ આવી જશે.

પરિવારજનોની આ મૂર્ખામીને કારણે આજે અનિતાનો જીવ ચાલ્યો ગયો છે. આ ઉપરાંત તાંત્રિક વિધિ કરનાર લોકો પણ કહેતા હતા કે, અનિતા મર્યા બાદ જરૂર બેઠી થઈ જશે. તેનું શરીર બેઠાં થતાની સાથે જેની અંદર જીવ આવશે અને ફરી પાછી તે જીવતી થઈ જશે તાંત્રિક ની આ વાતો માનીને પરિવાર તેમની પાસે તાંત્રિક વિધિ કરાવતો રહ્યો..

અને પાંચ દિવસ પહેલા જ મૃત્યુ પામેલી અનિતાના અંતિમ સંસ્કાર કરવાને બદલે તેને ઘરમાં જ મૂકી રાખવામાં આવી હતી. અને તેના શરીરમાંથી દુર્ગંધ ફેલાવતા આસપાસના પડોશીઓને જાણકારી મળી અને આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાંથી જ એક એવો બનાવ સામે આવ્યો હતો..

જેમાં એક અઠવાડિયા પહેલા મૃત્યુ પામેલા દીકરાની માતાને રાત્રે એક સ્વપ્ન આવ્યો હતો. જેમાં તેનો દીકરો જીવતો થયો અને જણાવ્યું કે તે હજુ પણ જીવે છે. હાલના ડીજીટલ જમાનામાં પણ કંઈક ને કંઈક આ પ્રકારના જ બનાવો સામે આવે છે. જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારા સાબિત થઈ જતા હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *