બાળકોને ખૂબ જ લાડ પ્રેમથી રાખવા પડતા હોય છે. પરંતુ જરૂર પડ્યે તેઓને ઠપકો પણ આપવો પડે છે. પરંતુ આ ઠપકો દેવાને કારણે બાળકોને માઠું લાગી જતું હોય છે. અને વારંવાર તેઓ એવું પગલું ભરી બેસે છે. જેના કારણે માતા-પિતા ખૂબ જ પછતાવા પર મજબૂર બની જતા હોય છે. કેટલાક બાળકો ઘર મૂકીને ભાગી જતા હોય છે.
તો કેટલાક બાળકો આપઘાત જેવું ઊંધુ પગલું ભરી લેતા હોય છે. આજથી પાંચ દિવસ પહેલા જુનાગઢમાં એક એવો મામલો સામે આવ્યો છે કે, બાળકના માતા-પિતા રડી રડીને બે હાલ થયા હતા. જુનાગઢ શહેરમાં જલારામ સોસાયટીના રિદ્ધિ ટાવરમાં દિલીપભાઈ જોશી તેમના પરિવારજનો સાથે રહે છે. પરિવારના તેમના 15 વર્ષના પુત્ર મનનો પણ સમાવેશ થતો હતો..
એક દિવસ તેમનો ૧૫ વર્ષનો દીકરો મનન સાંજના સમયે ઘરેથી પોતાની સાયકલ લઈને નીકળી ગયો હતો. પરંતુ મોડે સુધી પણ ઘરે પરત ન આવતા પરિવારજનોને ખૂબ જ ચિંતા થવા લાગી હતી. પરિવારે તેના મિત્રોને પણ ફોન કરીને જણાવ્યું પરંતુ ક્યાંયથી મનનની ભાળ ન મળતા અંતે તેઓ ખુદ જુદા જુદા વિસ્તારોમાં મનનને શોધવા માટે નીકળી ગયા હતા..
એવામાં તળાવ દરવાજા રોડ ઉપરથી તળાવના કિનારે મનનનો મોબાઇલ મળી આવ્યો હતો. પરંતુ તેમનો લાડકવાયો દીકરો અને સાયકલ બંને ગાયબ હોવાને કારણે તેના માતા પિતાએ પોલીસમાં અપરણનો કિસ્સો નોંધાવ્યો હતો. પોલીસે તાત્કાલિક ગુણોનો નોંધીને સીસીટીવી કેમેરાની મદદથી મનનની તપાસ શરૂ કરી હતી..
પરંતુ પોલીસને શંકા ગઈ કે આ મોબાઈલ નરસિંહ મહેતા સરોવર પાસેથી મળી આવ્યો છે. તો ક્યાંક ને ક્યાંક આ તળાવની અંદર શોધખોળ શરૂ કરવી જોઈએ. એટલા માટે પોલીસે એનડીઆરએફની ટીમની મદદ લીધી હતી. અને તળાવમાં ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. તળાવમાં થોડી ઘણી શોધખોળ બાદ મનનનો સાયકલ મળી આવી હતી..
પરંતુ સાંજ પડી જતા આ સ્થળ ઓપરેશનને ત્યાંને ત્યાં જ અટકાવી દેવાયું અને બીજા દિવસે ફરી એકવાર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. એવામાં મૃતદેહ પાંચ દિવસની મહા મહેનત બાદ મળી આવ્યા હતો. આ બાબતની જાણતી હોય પરિવારજનોને કરતા જ તેમના માટે આફતોના વાદળ ફાટી નીકળ્યા હતા..
કારણ કે તેમનો લાડકવાયો દીકરો પાંચ દિવસથી ગુમ હતો. અને હવે તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આ દુઃખને સહન કરવું પરિવાર માટે મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકિન હતું. મનન જોશીએ આપઘાત કર્યો છે કે પછી તેને તળાવમાં ધક્કો આપી દેવામાં આવ્યો છે. આ તમામ બાબતોને લઈને પોલીસ હાલ તપાસ ચલાવી રહ્યું છે. તો બીજી બાજુ તેમના પરિવારજનોની પણ પૂછતા જ કરવામાં આવી રહી છે. હાલ પરિવારમાં ખૂબ જ કરુણતીકાનો માહોલ સર્જાયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]