હાલમાં મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે લોકો એકબીજા સાથે મારામારી કરી રહ્યા હોય છે. લોકો પોતાના મિત્રો સાથે ઝઘડાઓ કરીને તેની હ.ત્યા કરી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ વધવાને કારણે આજની યુવા પેઢીને પણ ઘણી બધી અસર થઈ રહી છે. આજે પણ કોઈના પર વિશ્વાસ રહ્યો નથી.
લોકો સાથે આવી ઘટનાઓ બનતા આજકાલ લોકોને બીજા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે. સૌ કોઈ વિશ્વાસઘાત કરી રહ્યા છે. લોકો પોતાના સ્વાર્થ માટે બીજા વ્યક્તિઓ સાથે ઝઘડાઓ કરીને તેની હ.ત્યા કરી રહ્યા હોય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી.
રાજકોટ જિલ્લામાં રહેતા એક પટેલ પરિવારના દીકરા સાથે આ ઘટના બની હતી. પટેલ પરિવારનો દીકરો મૌલિકકુમાર ચંદુભાઈ કાકડિયા રાજકોટ શહેરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. મૌલિક પરણીત હતો. મૌલિક સમૃદ્ધ ઘરનો વ્યક્તિ હોવાને કારણે તેણે બીજાએ તેના મિત્રોની પૈસા ઉધાર આપ્યા હતા. મૌલિકે 4000 રૂપિયા તેના મિત્રને ઉધાર આપ્યા હતા.
આ મિત્રનું નામ હાર્દિકસિંહ જાડેજા હતું. આ યુવકને આપ્યા હતા. મૌલિકે સારા સંબંધો હોવાને કારણે આ હાર્દિકસિંહને 4000 રૂપિયા ઉધાર આપ્યા હતા. હાર્દિકસિંહે મૌલિકને પણ વિશ્વાસ આપ્યો હતો કે તે પૈસા પરત આપી દેશે. તેને કારણે મૌલિકને વિશ્વાસ આવ્યો હતો. 4000 રૂપિયા હાર્દિકસિંહને કોઈ કામ હોવાને કારણે આપ્યા હતા.
પરંતુ ઘણો સમય થયા બાદ 4000 રૂપિયા હાર્દિકે પરત આપ્યા ન હતા. તેને કારણે મૌલિકે હાર્દિકને રાજકોટ શહેરના અમીન માર્ગ પર મળવા કહ્યું હતું. અને મળતા સમયે હાર્દિકસિંહ તેનો મિત્ર દીપ લખિયા નામના યુવકને સાથે લાવ્યો હતો. બંને માર્ગ પર મળ્યા બાદ મૌલિકે હાર્દિકસિંહને પોતાના પૈસા પરત આપવાનું કહ્યું હતું.
તે સમયે હાર્દિકસિંહ મૌલિક પર ”પૈસા પરત નહીં મળે” તેમ કહીને તે ગુસ્સે થઈ ગયો હતો. ગુસ્સામાંને ગુસ્સામાં તેની સાથે આવેલા મિત્રો બંને થઈને મૌલિક ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા. તેને કારણે તેની હ.ત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આસપાસથી પસાર થતા લોકો આ ઘટના જોઈ રહ્યા હતા. તેને કારણે દીપ લાઠીયા અને હાર્દિક સિંહ બંને મૌલિકને તડપતી હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
ત્યારબાદ આસપાસના સ્થાનિક લોકોએ મૌલિકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી પરંતુ મૌલિક સારવાર મૃત્યુ થઈ ગયું હતું. તેને કારણે મૌલિકના પિતાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ બંને યુવકોને શોધી રહી હતી. મૌલિક થતા પરિવારજનો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પરિવાર પર આભ ફાટયુ હોય તેવા દુઃખના વાદળો છવાઈ ગયા હતા. મૌલિકના મૃત્યુની જાણ થતા તેના પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]