ખાવા-પીવાની સાથે-સાથે ઠંડાપીણામાં ખટાશ માટે વપરાતું લીંબુ આટલું બધું મોંઘું બની ગયું છે કે, તેને ખરીદવા માટે સામાન્ય વર્ગના લોકોની કમર તૂટી જાય છે. લીંબુના ભાવ ઉનાળો શરૂ થતાની સાથે જ આસમાનની ઊંચાઈએ પહોંચી ગયા છે. લીંબુ ના ભાવે ગૃહિણીઓના મગજમાં ખટાશ પેદા કરી દીધી છે..
આ ભાવને જોતાની સાથે જ તેઓ લાલઘૂમ થયા છે. કારણ કે ઘર ચલાવવા માટે આપેલા પૈસાની સામે મોંઘવારીનો માર ખૂબ જ વધી ગયો છે. જેના કારણે ઘરવખરીની ચીજ વસ્તુઓની સાથે સાથે શાકભાજી અને ફળફળાદી ખરીદવા ખૂબ જ મુશ્કેલ બને છે. સૌ કોઈ લોકો એક જ બાબત વિચારી રહ્યા છે કે આખરે આ લીંબુના ભાવ ઘટશે કે નહીં..? અને જો ઘટશે તો ક્યારે ઘટશે..?
હાલ લીંબુના ભાવ 300 થી 400 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. એક મહિના પહેલા જ લીંબુના ભાવ 50 થી 80 રૂપિયા કિલો હતા. એટલે કે એક મહિનાની અંદર અંદર લીંબુના ભાવ 6 ગણા થઇ ગયા છે. હાલ ગુજરાતના દરેક શાકભાજી માર્કેટમાં લીંબુ દક્ષિણ ભારતના રાજ્યોમાંથી લાવવામાં આવે છે..
કારણ કે ગુજરાતમાં લીંબુનો આક ખૂબ જ ઓછો થયો છે. તેમજ મોટા ભાગના પાકમાં સડો આવી ગયો છે. આ સાથે સાથે લીંબુની માગ વધારે હોવાને કારણે લીંબુને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાંથી લાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં લીંબુના ભાવની વાત કરીએ તો ગુજરાતમાં 300 થી 400 રૂપિયા કિલો, રાજસ્થાનમાં 400 રૂપિયા કિલો, દિલ્હીમાં 400 રૂપિયા કિલો, ઉત્તર પ્રદેશમાં 250 રૂપિયા કિલો, છત્તીસગઢમાં 200 રૂપિયા કિલો, મુંબઈમાં 300 રૂપિયા કિલો તેમજ મધ્ય પ્રદેશમાં 350 રૂપિયા કિલો લીંબુ ના ભાવ નોંધાયા છે.
મોટાભાગના ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લા પાંચ વર્ષની અંદર તેઓએ લીંબુની ખેતીથી ખૂબ જ મોટું નુકસાન સહન કર્યું છે. કોરોનાની મહામારી ના કારણે લીંબુ ના પાક માં ખૂબ જ મોટી નુકશાની આવી હતી. પરંતુ અત્યારે લીંબુના ભાવ ખૂબ જ વધી ગયા છે. એટલા માટે જે ખેડૂતોએ લીંબુની ખેતી કરી છે તે ખેડૂતોને એક ટ્રક લીંબુના પહેલાં પાંચ લાખ રૂપિયા મળતા હતા..
પરંતુ હવે એક ટ્રક લીંબુના ભાવ 30 લાખ રૂપિયા સુધી મળી રહે છે. એટલે કે આવકમાં સીધો છ ગણો વધારો થયો છે. સમગ્ર ભારતના સૌથી વધારે લીંબુ આંધ્રપ્રદેશમાં ઉગે છે. કારણકે આંધ્ર પ્રદેશની જમીન લીંબુના પાકને ખૂબ જ માફક આવે છે. આંધ્ર પ્રદેશના લીંબુ ના ઝાડ માત્ર ત્રણથી ચાર વર્ષની અંદર અંદર ફળ આપવાનું શરૂ કરે છે.
ઓછા ઉત્પાદનને પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના કારણે લીંબુનો ભાવ ગુજરાતમાં ખૂબ જ વધારે થઈ ગયો છે. મોટા મોટા વેપારીઓનું કહેવું છે કે, હજી પણ લીંબુના ભાવ એક મહિના સુધી વધશે. પછી ચોમાસું શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ ધીમે ધીમે ઘટવા લાગશે અને પહેલાની જેમ નોર્મલ સ્થિતિ બની જશે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]